અદાણી ગ્રુપના (Adani Group) કેરળ સ્થિત વિઝિંજામ ઇન્ટરનેશન સીપોર્ટ (Vizijam International Seaport) પર દુનિયાનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરીના (MSC IRINA) પહોંચ્યું છે. ભારત માટે આ ખૂબ ઐતિહાસિક ક્ષણ માનવામાં આવે છે. કારણ કે, આ પહેલાં ક્યારેય ભારતમાં આટલું મોટું જહાજ આવ્યું નથી. આ વિશાળ જહાજ સોમવારે (9 જૂન) સવારે 8 કલાકે અદાણી ગ્રુપના વિઝિંજામ સીપોર્ટ પર પહોંચ્યું છે. અહીં પહોંચતા તેનું સ્વાગત પારંપરિક જળ સલામી સાથે કરવામાં આવ્યું હતું. MSC IRINA વિઝિંજામ પોર્ટ પર સોમવારે ડૉક થયું છે અને મંગળવાર સુધી ત્યાં જ રહેશે.
વિઝિંજામ પોર્ટ તાજેતરમાં જ વડાપ્રધાન મોદી દ્વારા 2 મેના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું અને હવે આટલા મોટા જહાજનું નેતૃત્વ કરીને તે ભારતના સમુદ્રી વેપારમાં એક નવો અધ્યાય લખી રહ્યું છે. MSC IRINAની વાત કરવામાં આવે તો તે 24,346 TEUsની (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ) ક્ષમતા ધરાવે છે. જે વૈશ્વિક શિપિંગમાં તેને સૌથી પ્રબળ જહાજ બનાવે છે. 399.9 મીટરની લંબાઈ અને 61.3 મીટરની પહોળાઈ સાથે આ જહાજ FIFA દ્વારા નિયત પ્રમાણભૂત ફૂટબોલ મેદાન કરતા લગભગ ચાર ગણું લાંબુ છે. એશિયા અને યુરોપ વચ્ચે મોટા જથ્થામાં કન્ટેનરના પરિવહનને સરળ બનાવવા માટે ખાસ બનાવેલ MSC IRINA વેપાર માર્ગો અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ છે.
Proud to welcome MSC Irina, the world’s largest container ship with a capacity of 24,346 TEUs, to our Vizhinjam Port. This marks the vessel's maiden visit to South Asian shores, making it a milestone not just for Vizhinjam but for India’s emergence as a key player in global… pic.twitter.com/dmSGpwHQfK
— Karan Adani (@AdaniKaran) June 9, 2025
આ જહાજ દક્ષિણ એશિયાઈ બંદરમાં પહેલી વાર આવ્યું છે. અલ્ટ્રા-લાર્જ કન્ટેનર વેસલ્સને (ULCVs) હેન્ડલ કરવામાં વિઝિંજામની ક્ષમતાઓને તે ઉજાગર કરે છે. આ બંદરે તાજેતરમાં MSC તૂર્કીયે અને MSC મિશેલ કેપેલિની સહિત અન્ય આઇકોન-ક્લાસ જહાજોનું સ્વાગત કર્યું છે. તેનાથી દરિયાઈ વેપારમાં મુખ્ય કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ છે. MSC IRINA માર્ચ 2023માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તે જ વર્ષના એપ્રિલમાં તેની પ્રથમ યાત્રા શરૂ થઈ હતી. તે 26 સ્તરો સુધીના કન્ટેનરને સ્ટેક કરવા માટે રચાયેલ છે, જે કન્ટેનર સ્ટેકિંગમાં અજોડ ક્ષમતા પ્રદાન કરે છે.
ઉલ્લેખનીય છે કે, MSC IRINA તેના પુરોગામી OOCL સ્પેન કરતાં 150 TEUs ના માર્જિનથી આગળ છે. સમકાલીન પર્યાવરણીય ધોરણો અનુસાર આ જહાજ ઊર્જા-બચત સુવિધાઓથી સજ્જ છે જે કાર્બન ઉત્સર્જનમાં 4% સુધીનો ઘટાડો કરવામાં ફાળો આપે છે. તે ઑપરેશનળ કાર્યક્ષમતા જાળવી રાખી કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે.
વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ પર MSC IRINAનું ડોકિંગ માત્ર વૈશ્વિક શિપિંગમાં બંદરના વ્યૂહાત્મક મહત્વને જ રેખાંકિત કરતું નથી, પરંતુ ટકાઉ દરિયાઈ પ્રથાઓમાં એક છલાંગનું પ્રતિનિધિત્વ પણ કરે છે. જે ઉદ્યોગમાં ભવિષ્યના વિકાસ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. નોંધનીય છે કે, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) લિમિટેડ દ્વારા સંચાલિત વિઝિંજામ પોર્ટ ભારતનું પહેલુ મેગા ટ્રાન્સશિપમેન્ટ કન્ટેનર ટર્મિનલ છે.