Tuesday, February 11, 2025
More
    હોમપેજદેશસંભલ હિંસામાં DIG અને SPના કાફલા પર અંધાધૂંધ પથ્થર વરસાવનારી ઝીકરાની ધરપકડ:...

    સંભલ હિંસામાં DIG અને SPના કાફલા પર અંધાધૂંધ પથ્થર વરસાવનારી ઝીકરાની ધરપકડ: વિડીયોના આધારે કરાઈ મહિલા આરોપીની ઓળખ, પોલીસે જેલભેગી કરી

    આરોપ છે કે ઝીકરાએ DIG અને SPના કાફલા પર અંધાધૂંધ પથ્થર વરસાવ્યા હતા. હાલ પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલભેગી કરી દીધી છે.

    - Advertisement -

    ગત નવેમ્બર 2023માં સંભલ (Sambhal) ખાતે શાહી જામા મસ્જિદનો (Shahi Jama Masjid Survey) સર્વેક્ષણ કરવા ગયેલી ટીમ અને પોલીસ વિરુદ્ધ ભડકેલી હિંસા (Attack on Police) બાદથી સતત કાર્યવાહી ચાલી રહી છે. અનેક ધરપકડો બાદ હવે પોલીસે સંભલ હિંસામાં છત પર ચડીને પથ્થરમારો (Stone Pelting) કરી રહેલી ઝીકરા નામની મહિલાની ધરપકડ કરી છે. ઝીકરા પોલીસ ટીમ પર પથ્થરમારો કરી રહી હતી, તે દરમિયાન ચાલી રહેલા વિડીયો શુટિંગમાં તે કેદ થઈ હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર સંભલ હિંસામાં પથ્થરમારો કરનાર મહિલાની ધરપકડ નખાસા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. આરોપી ઝીકરા હિંદુપુરા ખેડા વિસ્તારની રહેવાસી છે અને શુહેબ નામના ઇસમની બીબી છે. સંભલમાં જયારે હજારો મુસ્લિમોના ટોળાએ પોલીસ અને સર્વેક્ષણ ટીમ પર હુમલો કર્યો, ત્યારે ઝીકરા સહિત સેંકડો મહિલાઓ આસપાસની ઈમારતોની છત પર ચઢીને પથ્થરમારો કરી રહી હતી. પુરુષો નીચેથી પથ્થરમારો અને આગચંપી કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ પ્રતિકાર સાથે-સાથે વિડીયોગ્રાફી પણ કરી રહી હતી.

    વિડીયોગ્રાફી દરમિયાન ઝીકરાની ઓળખ થઈ ગઈ છે. તેની ઓળખ થયા બાદથી જ પોલીસ સતત તેને શોધી રહી હતી. આરોપ છે કે ઝીકરાએ DIG અને SPના કાફલા પર અંધાધૂંધ પથ્થર વરસાવ્યા હતા. હાલ પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલભેગી કરી દીધી છે. જોકે નોંધવું જોઈએ કે હિંસામાં સંડોવાયેલી ઝીકરા પ્રથમ મહિલા આરોપી નથી, આ પહેલા પણ કેટલીક મહિલાઓની ધરપકડ થઈ છે. પોલીસ વિડીયોના આધારે અન્ય મહિલાઓને પણ ઝડપી લેવા કામગીરી કરી રહી છે.

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    નોંધનીય છે કે સંભલ ખાતે આવેલ જામા મસ્જિદ ખાતે ભગવાન વિષ્ણુનું હરિહર મંદિર (Hari HAr Mandir) હોવાનો દાવો થયો હતો જે મામલે કોર્ટે મસ્જિદમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. 19 નવેમ્બરે સરવે બાદ જ્યારે ફરીથી ટીમ 24 નવેમ્બરે સરવે કરવા પહોંચી હતી આ દરમિયાન હિંસા થઇ હતી. આ હિંસા દરમિયાન હજારો કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી. આગચંપી, પથ્થરમારો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યા. હિંસામાં મહિલાઓ પણ શામેલ હતી.

    હિંસક ટોળાએ પોલીસની બંદૂકો તથા કારતૂસોની લૂંટ ચલાવી હતી. હિંસાની તપાસ દરમિયાન પોલીસને ગટરમાં ફેંકી દેવામાં આવેલા પાકિસ્તાની બનાવટના કારતુસો પણ મળી આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી મહિલાઓ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી છે. હજુ પણ વિડીયો અને CCTVના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં