હોમપેજદેશ‘હું પોતે દલિત છું’: CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ...

‘હું પોતે દલિત છું’: CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરે ઑપઇન્ડિયાને કહ્યું– મેં હિંદુઓને જગાડવાનો પ્રયાસ કર્યો, જે બન્યું તેનો કોઈ રંજ નથી

ઉત્તર પ્રદેશના બરેલીના વતની રાકેશ હાલ દિલ્હીના મયૂર વિહાર એક્સટેન્શનમાં રહે છે. તેમણે ઑપઇન્ડિયાને કહ્યું કે, “લોકો મને ઓળખતા નથી, પણ હું ખુદ દલિત છું. મારું નામ રાકેશ કિશોર છે, ન પાંડે, ન તિવારી, ન ગુપ્તા, ન જયસ્વાલ. હું મારું જાતિનું પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો બતાવવા પણ તૈયાર છું.”

- Advertisement -

સોમવારે (6 ઑક્ટોબર 2025) ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈ પર વકીલ રાકેશ કિશોરે કોર્ટની કાર્યવાહી દરમિયાન જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ વામપંથીઓનું એક જૂથ રાકેશ કિશોરને દલિત વિરોધી ગણાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા અમુક તેમને બ્રાહ્મણવાદી વિચારસરણીવાળા પણ ગણાવી રહ્યા છે. જોકે, ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીત દરમિયાન રાકેશે પોતે દલિત હોવાનું જણાવ્યું છે અને કહ્યું કે તેઓ ભગવાન બુદ્ધના વિચારોથી પણ પ્રભાવિત છે.

ઉત્તર પ્રદેશના બરેલીના વતની રાકેશ હાલ દિલ્હીના મયૂર વિહાર એક્સટેન્શનમાં રહે છે. તેમણે ઑપઇન્ડિયાને કહ્યું કે, “લોકો મને ઓળખતા નથી, પણ હું ખુદ દલિત છું. મારું નામ રાકેશ કિશોર છે, ન પાંડે, ન તિવારી, ન ગુપ્તા, ન જયસ્વાલ. હું મારું જાતિનું પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો બતાવવા પણ તૈયાર છું.”

રાકેશે કહ્યું, “મને દુ:ખ થાય છે કે એક વર્ગ હિંદુઓથી અલગ થઈને તૈયાર થઈ રહ્યો છે. તેમણે ગઈકાલે મારા ઘરને ઘેરાવ કર્યો. મને બૌદ્ધ ધર્મનું જેટલું જ્ઞાન છે, તેટલું જ્ઞાન બીજા કોઈને કદાચ જ હશે.” તેમણે ભગવાન બુદ્ધ વિશે જણાવતાં કહ્યું કે ગૌતમ બુદ્ધે ક્યારેય હિંદુ ધર્મ અંગે અપશબ્દોનો પ્રયોગ નથી કર્યો, ક્યારેય એલફેલ નથી બોલ્યા.

- Advertisement -

તેમણે કહ્યું, “બૌદ્ધ ધર્મ આપણો જ છે, આપણામાંથી જ અલગ થયો છે. આપણા જ એક વૃક્ષમાંથી નીકળેલી શાખા છે. હું ભગવાન બુદ્ધનું ખૂબ સન્માન કરું છું, તેમને વાંચું છું અને તેમની વાતો પર ચાલું છું.”

મુખ્ય ન્યાયાધીશ ગવઈ દ્વારા ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી વિશે રાકેશે કહ્યું કે CJIએ જાણીજોઈને સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, “તેમના હૃદયની લાગણીઓ અને હિંદુઓ તથા સનાતન ધર્મ પ્રત્યેનો રોષ, ગુસ્સો બહાર આવી ગયો.” CJI ગવઈ દ્વારા માફી માગવા અંગે રાકેશે કહ્યું, “મુખ્ય ન્યાયાધીશને ખબર છે કે આ માણસ સત્ય બોલશે અને તેનાથી તેમનું અપમાન થશે.”

આ ઘટના બાદ બાર કાઉન્સિલે તેમનું લાયસન્સ રદ કરી દીધું. પોતાની કારકિર્દી જોખમમાં નાખવા અંગે પૂછવામાં આવતાં રાકેશે કહ્યું તેમણે પોતાનો જીવ જોખમમાં નથી મૂક્યો, તેમણે ફક્ત ભગવાનની ઈચ્છાનું પાલન કર્યું છે. તેમણે ઉમેર્યું, “મેં મારી જાતે કંઈ કર્યું નથી. મને કોઈ પશ્ચાતાપ નથી. હું તે સમયે નશામાં નહોતો; હું સંપૂર્ણપણે સભાન હતો. મેં હિંદુઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. ભગવાનની કૃપા હશે તો એવું થશે.”

કોર્ટ પરિસરમાં વકીલોના સમર્થન અંગે રાકેશ કિશોરે કહ્યું કે તેમના વિરોધમાં ફક્ત 5-6 વકીલો જ જોડાયા હતા. આગળ તેઓ કહે છે, “આ બતાવે છે કે કેટલા લોકો અમારી સાથે છે.”

સોશિયલ મીડિયા પર લાખો લોકોના સમર્થન અંગે વકીલ રાકેશ કિશોરે કહ્યું, “સનાતન માટે ચૂપ ન બેસો. તમારા બાળકોને કહો કે દેશમાં તૂટેલી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા માટે ઝુંબેશ શરૂ કરે. આ માટે સરકાર પાસેથી પૈસા ન લો; તેના બદલે તમારા પોતાના (સનાતનવાદીઓના) પૈસાનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો આંદોલન શરૂ કરો અને ASI પાસેથી પરવાનગી મેળવો.”

તેમણે વધુમાં કહ્યું, “હું હિંસા, ચક્કાજામ, તોડફોડ, આગચંપી, વિરોધ પ્રદર્શન વગેરેને પ્રોત્સાહન નહીં આપું. શાંતિથી અને કાયદાની અંદર રહીને તમારું કામ કરો. 70 વર્ષથી આજ દિન સુધી આપણે આવું નથી કરી શક્યા એના માટે આપણને બધાને શરમ આવવી જોઈએ. મેં નક્કી કર્યું છે હવે મારે મરતા પહેલાં હિંદુ ધર્મ આપણા સનાતન માટે કંઇક કરવું છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં