Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમપશ્ચિમ બંગાળથી ફિરોઝાબાદ આવી 15 વર્ષની દલિત સગીરા પર મેહતાબે ગુજાર્યો બળાત્કાર:...

    પશ્ચિમ બંગાળથી ફિરોઝાબાદ આવી 15 વર્ષની દલિત સગીરા પર મેહતાબે ગુજાર્યો બળાત્કાર: પોલીસે ઘેરી લેતા કર્યો ગોળીબાર, બાદમાં થઈ ધરપકડ

    ચારેતરફથી પોલીસ દ્વારા ઘેરાઈ જતાં મેહતાબ પાસે ભાગવાનો કે બચવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમ છતાં તેણે બચવા માટે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આત્મરક્ષામાં પોલીસે પણ જવાબી હુમલો કર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફિરોઝાબાદ (Firozabad) જિલ્લામાં દલિત સમુદાયની સગીરા પર બળાત્કાર (Rape) ગુજરાવાનો મામલો સામે આવ્યો હતો. મેહતાબ આલમ નામક યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં તેને ચારેતરફથી ઘેરી લીધો હતો. આ દરમિયાન જ તેણે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે પણ સામે કાર્યવાહી કરી જેમાં મેહતાબને પગમાં ગોળી વાગી હતી.

    સમગ્ર ઘટના 24 ઓગસ્ટની છે. 20 વર્ષીય મેહતાબ આલમ મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો રહેવાસી છે. આરોપી લાંબા સમયથી પીડિતા સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો. 24 ઓગસ્ટ શનિવારે મેહતાબ પીડિતાને મળવા ફિરોઝાબાદ આવ્યો હતો. ત્યાંથી તે પીડિતાને વાતોમાં ફસાવીને પોતાની સાથે હાઈવે પરની એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.  

    મેહતાબ પર એવો પણ આરોપ છે કે બળાત્કાર ગુજાર્યા બાદ તેણે પીડિતાને ધમકી આપી હતી. આ બાબતે જો પીડિતા કોઈને ફરિયાદ કરશે, અથવા કોઈને કહેશે તો તે પીડિતાણે જાનથી મારી નાખશે. લાંબા સમય સુધી પુત્રી ન મળતા તેના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. 25 ઓગસ્ટે પીડિતાના પિતાએ મેહતાબને તેમની પુત્રી સાથે ફિરોઝાબાદના અટલ પાર્કમાં જોયો હતો. પીડિતાના પિતાને જોઈને મેહતાબ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ પિતાને મળતા સમગ્ર ઘટના કહી હતી. આખરે મેહતાબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

    - Advertisement -

    મેહતાબ સામે બળાત્કાર અને SC/ST એક્ટ અંતર્ગત ફરિયાદ

    25 ઓગસ્ટે દલિત સગીરાના પિતાએ સમગ્ર ઘટના પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મેહતાબ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પોલીસે મેહતાબ સામે નામજોગ ફરિયાદ નોંધી હતી. તેની વિરુદ્ધ SC/ST એક્ટની સાથે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 137 (2), 64 (1) અને 351 (3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    આ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ દીધી હતી. આરોપીને શોધવા માટે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. 25 ઓગસ્ટના રવિવારે રાત્રે લગભગ 9:20 કલાકે, પોલીસને બાતમી મળી હતી કે મેહતાબ આલમ ફિરોઝાબાદના બૈંદી પુલિયા પાસે સંતાયેલો છે. આ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચતા જ પોલીસ દ્વારા મેહતાબને ઘેરી લેવામાં આવ્યો હતો.

    ચારેતરફથી પોલીસ દ્વારા ઘેરાઈ જતાં મેહતાબ પાસે ભાગવાનો કે બચવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમ છતાં તેણે બચવા માટે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આત્મરક્ષામાં પોલીસે પણ જવાબી હુમલો કર્યો હતો. જે દરમિયાન મેહતાબને પગમાં ગોળી વાગી હતી. ઘાયલ થતાં તે જમીન પર ધસી પડ્યો હતો, આ બાદ પોલીસે તેની ધરપકડ કરી હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો.

    પોલીસને મેહતાબ પાસેથી એક પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા હતા. સારવાર બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ પર હુમલાના મામલામાં મેહતાબ વિરુદ્ધ અલગથી FIR પણ નોંધવામાં આવી છે. પોલીસ પર હુમલો કરવાના મામલામાં તેના પર BNSની કલમ 109(1) સાથે આર્મ્સ એક્ટ લગાવી ગુનો નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં