Thursday, November 14, 2024
More
    હોમપેજદેશ'ફિલ્મમાં કામ કરવા બદલ મળી રહી છે ધમકીઓ': ગોધરા કાંડની ઘટના પર...

    ‘ફિલ્મમાં કામ કરવા બદલ મળી રહી છે ધમકીઓ’: ગોધરા કાંડની ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસ્સી

    વિક્રાંત મેસ્સીએ એમ પણ કહ્યું હતું કે ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મમાં કામ કરવા બદલ વિક્રાંતને ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે વોટ્સએપના માધ્યમથી તેમને મેસેજ મળી રહ્યા છે. તેમના 9 મહિનાના બાળક માટે પણ લોકો જેમતેમ બોલી રહ્યા છે.

    - Advertisement -

    15 નવેમ્બરે ગોધરા કાંડ (Godhra Kand) અને ત્યારબાદ ગુજરાતમાં થયેલા રમખાણો પર બનેલ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report) રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. આ દરમિયાન જ ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસ્સીએ (Vikrant Massey) તેમને ફિલ્મમાં કામ કરવા બદલ ધમકીઓ મળી હોવાનો દાવો કર્યો છે. મીડિયા વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગોધરા કાંડની આગમાં ઘણા લોકોએ રોટલા શેક્યા, પરંતુ જે લોકો આમાં માર્યા ગયા તે માત્ર આંકડા બનીને જ રહી ગયા. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ફિલ્મને લઈને લોકો તેમના 9 મહિનાના પુત્ર અંગે પણ જેમતેમ બોલી રહ્યા છે.

    દૈનિક ભાસ્કર સાથેના ઇન્ટરવ્યુમાં વિક્રાંત મેસ્સીએ ફિલ્મ અંગે ઘણા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ સાઈન કરતી વખતે તેમને લાગ્યું જ હતું કે, આ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. આ ફિલ્મ માટે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અભિપ્રાયો મળવાના છે. ઘણો વિવાદ પણ ઉભો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂરે આ ફિલ્મની સ્ક્રીપ્ટ બનાવવા માટે ખૂબ સંશોધન કર્યું હતું. સંશોધન બાદ જ તેમણે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મની સ્ક્રીપ્ટ બનાવી હતી.

    વાત કરતા વિક્રાંતે કહ્યું કે, “એકતાએ મને એક લાંબુ રિસર્ચ પેપર આપ્યું. હું સમજી ગયો કે જો સંશોધન આટલું નક્કર હોય તો કોઈ વિવાદ થવાની શક્યતા નથી. શરૂઆતમાં મને એવું લાગ્યું કે આ ફિલ્મ કોઈ ચોક્કસ ધર્મ, વર્ગ કે વ્યક્તિની વિરુદ્ધ તો નથી ને. પાછળથી, સ્ક્રિપ્ટ વાંચ્યા પછી, મને સમજાયું કે આ ફિલ્મ ફક્ત સત્યની વાત કરે છે. અફસોસની વાત એ છે કે, આ વાતને 22 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ મુદ્દે બહુ વાત થઈ નથી.”

    - Advertisement -

    ‘મૃત્યુ પામેલા 59 લોકો માત્ર આંકડો બનીને રહી ગયા’

    તેમણે આ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓ અંગે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “28 ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં જે થયું તે આખી દુનિયાએ છાપ્યું, પરંતુ તેના એક દિવસ પહેલા 27 ફેબ્રુઆરીએ જે બન્યું તે અંગે હાલ પણ ચર્ચા થઇ શકતી નથી. જે 59 લોકોને મારી નાખવામાં આવ્યા એ ભુલાવી દેવામાં આવ્યા, એ લોકો માત્ર એક આંકડો બનીને રહી ગયા. એ આગમાં સેંકડો લોકોએ પોતાના રોટલા શેક્યા, પરંતુ જે લોકોના મૃત્યુ થયા તેમાંથી 3ના નામ પણ કદાચ આપણને યાદ નથી. આ જ સૌથી મોટું દુર્ભાગ્ય છે.”

    વિક્રાંત મેસ્સીએ એમ પણ કહ્યું હતું કે ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મમાં કામ કરવા બદલ વિક્રાંતને ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે વોટ્સએપના માધ્યમથી તેમને મેસેજ મળી રહ્યા છે. તેમના 9 મહિનાના બાળક માટે પણ લોકો જેમતેમ બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મને સમજાતું નથી કે આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ. શું કળાને દબાવવી યોગ્ય છે?” તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વિશ્વના અલગ-અલગ નરસંહારો પર ફિલ્મો બની રહી છે તો ભારતમાં ઘટેલી ઘટનાઓ અંગે કેમ નથી બની રહી?

    તેમણે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, “જર્મનીની નાઝી સેનાએ હજારો યહૂદીઓની હત્યા કરી. તેના પર ઘણી ફિલ્મો બની અને તેને એવોર્ડ પણ મળ્યા. એ જ રીતે અમેરિકાએ જાપાન પર પરમાણુ બૉમ્બ ફેંક્યા, તેના પર ઘણી એવોર્ડ જીતનારી ફિલ્મો બની. તો પછી આપણે અહીં બનતી ઘટનાઓ પર ફિલ્મ બનાવવા માટે આટલું બધું કેમ વિચારીએ છીએ?”

    આ ઉપરાંત વિક્રાંતે કહ્યું હતું કે, ભાષા પર ગર્વ લેવો આવશ્યક છે. ભાષા અંગે વાતચીત કરતા કહ્યું હતું કે, “’ભાષાના આધારે લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ એક વખત કહ્યું હતું કે, તેમને અંગ્રેજી આવડતું ન હોવાથી તેમને અલગ રીતે જોવામાં આવે છે. હું હંમેશા કહું છું કે ભાષા માત્ર એક માધ્યમ છે. હું માનું છું કે અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. મને તેની સામે કોઈ વાંધો નથી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે તમારી ભાષા બોલવામાં સંકોચ અનુભવો છો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં