Tuesday, October 8, 2024
More
    હોમપેજરાજકારણહિમાચલમાં ખાણીપીણીની દુકાનો પર નામ દર્શાવવાનું એલાન કરી આવ્યા કોંગ્રેસી મંત્રી વિક્રમાદિત્ય...

    હિમાચલમાં ખાણીપીણીની દુકાનો પર નામ દર્શાવવાનું એલાન કરી આવ્યા કોંગ્રેસી મંત્રી વિક્રમાદિત્ય સિંઘ, બીજા દિવસે આવી ગયું દિલ્હીનું તેડું: હાઈકમાન્ડ નારાજ હોવાના અહેવાલ

    હિમાચલ સરકારના PWD અને શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી વિક્રમાદિત્ય સિંઘને આ ઘટનાને લઈને કોઈપણ નિવેદન ન આપવા માટેનું કહેવામાં આવ્યું છે. સાથે દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને હાઈકમાન્ડ પણ વિક્રમાદિત્ય સિંઘથી નારાજ છે.

    - Advertisement -

    હિમાચલમાં ખાદ્ય પદાર્થોની દુકાનો અને રેસ્ટોરન્ટો પર માલિકનું નામ અને સરનામું ડિસ્પ્લે કરવાના હિમાચલની સરકારના (Himachal Pradesh Government) આદેશ બાદ હવે કોંગ્રેસમાં (Congress) જ વિવાદનો જુવાળ ઊભો થયો છે. જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના મોટા નેતાઓ આ નિર્ણયથી નારાજ થયા છે અને હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘને (Vikramaditya Singh) દિલ્હીનું (Delhi) તેડું પણ આવી ગયું છે.

    મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડે આ મામલે મંત્રી વિક્રમાદિત્ય સિંઘને ફટકાર પણ લગાવી છે. આ ઘટનાક્રમ તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે કોંગ્રેસ સોશિયલ મીડિયા તેમજ પાર્ટીની અંદર પણ ટીકાનો સામનો કરી રહી હતી. કારણ કે, થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસે કાવડ યાત્રા દરમિયાન યોગી સરકારના આવા જ પગલાંની ટીકા કરી હતી.

    ઇન્ડિયા ટુડેના અહેવાલમાં સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, હિમાચલ સરકારના PWD અને શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી વિક્રમાદિત્ય સિંઘને આ ઘટનાને લઈને કોઈપણ નિવેદન ન આપવા માટેનું કહેવામાં આવ્યું છે. સાથે દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને હાઈકમાન્ડ પણ વિક્રમાદિત્ય સિંઘથી નારાજ છે. કોંગ્રેસ નેતા ટીએસ સિંઘે પણ હિમાચલમાં ખાદ્ય પદાર્થોની દુકાનો પર નામ ડિસ્પ્લે કરવાના આદેશની ટીકા કરી છે. સાથે હાઈકમાન્ડે પણ મંત્રીને ફટકાર લગાવી હોવાનું કહેવાય રહ્યું છે.

    - Advertisement -

    AIUDF નેતા રફીકુલ ઇસ્લામે કહ્યું છે કે, “કોંગ્રેસ પણ ભાજપના રસ્તે ચાલી રહી છે અને નફરત ફેલાવી રહી છે.” ઇસ્લામે કોંગ્રેસ પર ‘યુપી મોડલ’ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના જ કેટલાક મોટા નેતાઓએ પણ હિમાચલ કોંગ્રેસ સરકારના આદેશની ટીકા કરી છે. જોકે, સોશિયલ મીડિયા અને મીડિયામાં વિવાદ વધ્યા બાદ કોંગ્રેસે આ ટીકાઓ કરવાની શરૂ કરી હતી. કારણ કે, થોડા દિવસો પહેલાં કોંગ્રેસે જ આ પગલાંનો વિરોધ કર્યો હતો.

    યુપીના પગલે હિમાચલમાં પણ નામ ડિસ્પ્લે કરવાના અપાયા હતા આદેશ

    નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ઢાબા/હોટલો તથા ખાવા-પીવાની દુકાનો પર દુકાનદારો અને ત્યાં કામ કરતા કર્મચારીઓના નામ અને સરનામા દર્શાવવાનો આદેશ જારી કર્યો હતો. તે સિવાય સુરક્ષાને લઈને પણ અનેક નિર્દેશો આપવામાં આવ્યા હતા. જે બાદ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પણ યોગી સરકારના નકશે કદમ પર ચાલી હતી અને રાજ્યમાં ખાદ્ય વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટો પર ગ્રાહકોની સુવિધા માટે માલિકોના નામ અને સરનામા દર્શાવવા ફરજિયાત કર્યા હતા. હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે ફેસબુક પોસ્ટ કરીને આ વિશેની જાણકારી આપી હતી અને ત્યારબાદ મીડિયા સામે પણ તેમણે આ જ વાતનું પુનરાવર્તન પણ કર્યું હતું.

    વિક્રમાદિત્ય સિંઘે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે UD (શહેરી વિકાસ) અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે બેઠક કરી હતી. આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ થાય તે સુનિશ્ચિત કરવા માટે, તમામ વિક્રેતાઓ ખાસ કરીને જે ખાદ્ય પદાર્થો વેચે છે તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે…… ચિંતાઓ અને શંકાઓને ધ્યાનમાં રાખીને, અમે યુપીમાં અમલમાં મુકાયેલી નીતિ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. જેમાં તે ફરજિયાત કરવામાં આવ્યું છે કે વિક્રેતાઓએ તેમના નામ અને આઈડી દર્શાવવા પડશે… દરેક દુકાનદાર અને વિક્રેતાએ તેમની ઓળખ દર્શાવવી પડશે …”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં