તાજેતરમાં જ વલસાડના ઉમરગામ (Umargam) ખાતેથી એક 3 વર્ષીય હિંદુ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ગુલામ મુસ્તફાને દબોચી લીધો હતો. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક તરફ તેના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો તો બીજી તરફ આ કેસમાં વલસાડ પોલીસે માત્ર 9 જ દિવસમાં ચાર્જશીટ (Chargesheet) દાખલ કરી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાણકારી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વલસાડ પોલીસે આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ 470 પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી છે. હવે તેની ઉપર આગળની કાર્યવાહી ચલાવવમાં આવશે. આરોપી હાલ જેલમાં બંધ છે.
કાર્યવાહી અંગે જાણકારી આપતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, “ન્યાય મળવો ફરજિયાત છે. જ્યારે મહિલા સુરક્ષાની વાત આવે ત્યારે અમારું એક જ સૂત્ર છે- કોઈપણ કિંમતે, પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ.” તેમણે વલસાડ પોલીસના કાર્યને બિરદાવતાં લખ્યું હતું કે “ટીમ વર્ક અને સમર્પણ દર્શાવતાં અમારી ટીમ વલસાડ પોલીસ, મેડિકલ ટીમ અને FSLની ટીમે ન્યાય મળે તે માટે રાત-દિવસ અથાક મહેનત કરી છે.”
Justice is must!!
— Harsh Sanghavi (@sanghaviharsh) September 6, 2024
When it comes to women's safety, our motto is clear: Justice for the victim's family, at all costs.
In a remarkable display of teamwork and dedication, our Team @SPvalsad , Medical Team, and FSL team have worked tirelessly day and night to ensure that justice… https://t.co/SBeW0vqgNt
તેમણે આગળ લખું હતું કે, “અમે માત્ર 9 દિવસના રેકોર્ડ સમયમાં ચાર્જશીટ દાખલ કરી છે! આ ત્વરિત કાર્યવાહી મહિલાઓની સુરક્ષા માટે ગુનેગારો પર કાયદાનો સકંજો કસવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.” તેમણે વલસાડ પોલીસ ટીમને ત્વરિત કાર્યવાહી કરવા અને મહેનત કરવા અભિનંદન પણ પાઠવ્યા હતા. તથા મહિલા સુરક્ષાને લઈને લખ્યું હતું કે, “સાથે મળીને આપણે અમારા સમાજને મહિલાઓ અને યુવતીઓ માટે વધુ સુરક્ષિત બનાવી શકીશું.”
શું છે કેસ?
આ સમગ્ર મામલો મંગળવારે (27 ઑગસ્ટ) સામે આવ્યો હતો. અહીં એક ગુલામ મુસ્તફા નામના ઈસમે તેના હિંદુ મિત્રની માત્ર 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો અને મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો. પરંતુ ત્યાં સુધીમાં પીડિત પિતાને ખબર પડી જતાં તેમણે ઉમરગામ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ટ્રેનમાંથી જ પકડી લીધો હતો. આરોપી ટ્રેન દ્વારા ભાગતો હોવાની જાણકારી મળતાં પાલઘર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમણે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી. બીજી તરફ, આરોપીને કડક સજાની માંગ સાથે રાત્રે જ પોલીસ મથકે લોકટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં.
એક તરફ જ્યાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 9 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે ત્યાં બીજી તરફ બાળકી માટે ન્યાય માંગતા હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ પોલીસ પ્રત્યે નારાજગી પણ છે. પોલીસે મંગળ રાત્રે પોલીસ મથકે પ્રદર્શન કરનાર અને બીજા દિવસે રેલીનું આયોજન કરનાર હિંદુઓ વિરુદ્ધ અનેક FIR નોંધીને ત્રીસેક વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. જેમની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, તેમાં ઘણી મહિલાઓ પણ સામેલ હતી.