Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતઉમરગામમાં ગુલામ મુસ્તફાએ હિંદુ મિત્રની 3 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં:...

    ઉમરગામમાં ગુલામ મુસ્તફાએ હિંદુ મિત્રની 3 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં: POCSO અંતર્ગત નોંધાયો ગુનો, સ્થાનિકોએ કરી આરોપીને ફાંસી આપવાની માંગ

    બાળકીની માતાને જોતાં જ ગુલામ મુસ્તફા બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારે 27 ઓગસ્ટના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ POCSO હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના બદલાપુર બાદ હવે ગુજરાતમાં (Gujarat) પણ બાળકી સાથે શારીરિક અડપલાંની ઘટના બહાર આવી છે. ગુજરાતના વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ (Umargam) ખાતે રહેતા એક શ્રમિક હિંદુ પરિવારની 3 વર્ષની બાળકી સાથે તેના પિતાના જ મુસ્લિમ મિત્રએ અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું હતું. બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે હાલ આરોપી ગુલામ મુસ્તફાની ધરપકડ કરી હતી.

    સમગ્ર ઘટના ઉમરગામ તાલુકાના દેવધર વિસ્તારની છે. દેવધરની એક ચાલીમાં રહેતા શ્રમિક હિંદુ પરિવારની 3 વર્ષની બાળકી રમી રહી હતી. તે દરમિયાન તેના પિતાનો મિત્ર ગુલામ મુસ્તફા તેને ચાલીના બાથરૂમમાં લઈ ગયો અને તેની સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો. બીજી તરફ બાળકી આસપાસ ના દેખાતા તેની માતા તેની શોધખોળ કરી રહી હતી, આ દરમિયાન તેણે ગુલામ મુસ્તફાને બાળકી સાથે અડપલાં કરતાં જોયો અને બૂમાબૂમ કરી મૂકી હતી.

    બાળકીની માતાને જોતા મુસ્તફા થયો ફરાર

    બાળકીની માતાને જોતાં જ ગુલામ મુસ્તફા બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારે 27 ઓગસ્ટના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ POCSO હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ બાળકીને સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની સ્થાનિકોને જાણ થતાં સમગ્ર વલસાડમાં રોષ ફાટી નીકળ્યો હતો.

    - Advertisement -

    સ્થાનિકોએ કરી ફાંસીની માંગ

    હિંદુ સંગઠન સાથે મળીને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કરી આરોપી ગુલામ મુસ્તફાને ફાંસી આપવાની માંગ કરી હતી. આ દરમિયાન જ પોલીસે આરોપીને પકડવા ચોકઠાં ગોઠવ્યા હતા. આરોપી ટ્રેનના માધ્યમથી વલસાડ છોડવાનો પ્રયત્ન કરવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે રેલ્વે પોલીસ સાથે મળીને મુંબઈ જતી ટ્રેનમાંથી ગુલામ મુસ્તફાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘટના અંગે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ ઉમરગામ પોલીસ સ્ટેશનના PI ચૌધરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓએ વ્યસ્તતાનું કારણ આપીને બાદમાં વાત કરવાનું કહ્યું હતું.

    ઘટનાનો વિરોધ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા લોકોએ ત્યાં ખુબ ગુસ્સામાં જણાઈ રહ્યા હતા. તેમને શાંત કરવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડવી પડી હતી. પોલીસે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીની મેડિકલ તપાસ કરાવી હતી. બાદમાં બાળકી અને તેની માતાનું નિવેદન લઈ આગામી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના બદલાપુરમાંથી પણ 4 વર્ષની 2 બાળકીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં