Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: અશફાક સૈયદે હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી સગીર વયે ગર્ભવતી બનાવી,...

    વડોદરા: અશફાક સૈયદે હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી સગીર વયે ગર્ભવતી બનાવી, દારૂ વેચવા માટે દબાણ કર્યું: આરોપીની ધરપકડ

    24 વર્ષીય અશફાકે યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સબંધો બાંધ્યા હતા અને 14 વર્ષની ઉંમરે તેને ગર્ભવતી બનાવી દીધી હતી.

    - Advertisement -

    વડોદરામાં અશફાક સૈયદ નામના ઇસમે એક હિંદુ યુવતીને 4 વર્ષથી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે. અશફાકે હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા તેમજ માત્ર 14 વર્ષની ઉંમરે સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. જે બાદ તેને તરછોડી દીધી હતી. આ મામલે વડોદરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો છે. 

    વડોદરા સયાજીગંજ વિસ્તારમાં રહેતી હિંદુ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતા કોઈ કામધંધો કરતા ન હોવાથી તેમજ માતા પણ અન્યત્ર જતી રહી હોવાથી તે તેની બહેનના ઘરે રહેતી હતી. ત્યાં બાજુમાં રહેતા અશફાક સૈયદે યુવતી સાથે ઓળખાણ કરી તેને દારૂ વેચવા માટે દબાણ કર્યું હતું. તેમજ જો તે ના પાડે તો યુવતીને તે અવારનવાર માર મારીને હાથ પર ડામ પણ આપતો હતો. 

    24 વર્ષીય અશફાકે યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સબંધો બાંધ્યા હતા અને 14 વર્ષની ઉંમરે તેને ગર્ભવતી બનાવી દીધી હતી. જે બાદ યુવતીએ સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બાળકનો જન્મ પણ થયો હતો. જોકે, બાળક જન્મના એક દિવસ બાદ મૃત્યુ પામ્યું હતું. 

    - Advertisement -

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અશફાકે સગીરાને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધી હતી. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં યુવતી તેના સબંધીને ત્યાં જવા નીકળી હતી ત્યારે બસમાં એક મહિલા સાથે ઓળખાણ થતાં તેણે પોતાની આપવીતી જણાવતાં મહિલાએ યુવતીનો ગાંધીનગર ખાતેની એક સામાજિક સંસ્થા સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ યુવતી ત્યાં રહેવા માંડી હતી. 

    થોડા સમય બાદ યુવતીની માતાને જાણ થતાં તે આવીને યુવતીને રાજકોટ લઇ ગઈ હતી, જ્યાં તે તેની માતા સાથે રહેતી હતી. જોકે, અશફાકને જાણ થતાં તે રાજકોટ પહોંચ્યો હતો અને યુવતીને સારી રીતે રાખવાનું કહીને પરત વડોદરા લઇ આવ્યો હતો અને લગ્ન કરવાની ખાતરી આપી હતી. જે બાદ જાન્યુઆરી 2022માં યુવતી વડોદરા પરત ફરી હતી. 

    જોકે, થોડા સમય બાદ ફરી અશફાકે પોત પ્રકાશ્યું હતું અને ફરી દારૂ વેચવા દબાણ કરીને મારઝૂડ કરી હતી. તેમજ લગ્નની વાત કરતાં ઘરે જ હાર પહેરાવીને નાટક કર્યું હતું અને કોર્ટમાં કાયદેસર લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. 

    આખરે યુવતીના પિતાએ સયાજીગંજ પોલીસ મથકે જઈને અશફાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 323, 376 (2) (એન), પોક્સો એક્ટની કલમ 3, 4, 5 (એલ) અને 6 મુજબ ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. 

    ગુનો નોંધાયા બાદ સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી જાડેજાની સૂચનાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીએ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી લીધી હતી. જે બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

    આરોપી અશફાક વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદ અને સયાજીગંજ પોલીસ મથકે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ, તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં