Thursday, March 12, 2026
More
    હોમપેજક્રાઈમ'પ્રતિક પટેલ' નામ સાથે હિંદુ મહિલાને ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ...

    ‘પ્રતિક પટેલ’ નામ સાથે હિંદુ મહિલાને ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી કર્યાનો આરોપ: વડોદરાના ઇકબાલની ધરપકડ

    આરોપ છે કે આ દરમિયાન આરોપીએ હિંદુ મહિલા પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી તેને લકઝરી બસમાં અજમેર લઈને ગયો હતો અને દરગાહની મુલાકાત પણ લીધી હતી.

    - Advertisement -

    વડોદરામાં (Vadodara) એક લવ જેહાદનો (Love Jihad) કિસ્સો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કેટરિંગનું કામ કરતી એક હિંદુ મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વડોદરા પોલીસે FIR પણ નોંધી છે અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. આરોપીની ઓળખ ઇકબાલ રસૂલ પરમાર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. ઇકબાલ પર આરોપ છે કે તેણે હિંદુ નામ ધારણ કરીને મહિલાને લગ્નની લાલચ આપી અને વારંવાર તેના પર બળાત્કાર ગુજાર્યો. 

    ફરિયાદ અનુસાર, 34 વર્ષીય હિંદુ મહિલા તેના પતિ સાથે અણબનાવ હોવાથી દીકરા સાથે એકલી રહેતી હતી. 2023માં પીડિતા એક કેટરિંગના કામ માટે ગઈ હતી. જે દરમિયાન તેની મુલાકાત આરોપી ઇકબાલ સાથે થઈ હતી. આરોપ છે કે ઇકબાલે પોતાનું નામ ‘પ્રતિક પટેલ’ હોવાનું જણાવીને મહિલા સાથે સંપર્ક વધાર્યો હતો. તેણે મહિલાને કેટરિંગના ઓર્ડર અપાવવાનું પણ કહ્યું હતું. ફરિયાદ મુજબ, ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને 15 દિવસ બાદ આરોપી મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને લગ્નનું વચન પણ આપ્યું હતું. 

    આરોપ છે કે આ દરમિયાન આરોપીએ હિંદુ મહિલા પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી તેને લકઝરી બસમાં અજમેર લઈને ગયો હતો અને દરગાહની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેઓ અલગ-અલગ હોટેલોમાં રોકાયા હતા. મહિલાએ જણાવ્યું છે કે આ દરમિયાન આરોપીએ તેના પર અલગ-અલગ સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હતો. 

    - Advertisement -

    આરોપીએ હત્યાની ધમકી આપી હોવાનો પણ આરોપ

    ફરિયાદ અનુસાર, અજમેરથી વડોદરા જતી વખતે પીડિતાને આરોપીનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેની ઓળખ મુસ્લિમ તરીકે નોંધાયેલી હતી. બાદમાં પીડિતાએ તેને આ વિશે પૂછતાં તેણે પોતે કબૂલાત કરી હતી કે તેનું વાસ્તવિક નામ ‘પ્રતિક પટેલ’ નહીં, પરંતુ ‘ઇકબાલ રસૂલ પરમાર’ છે. તે મૂળ કરજણના ખેરડા ગામનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું હતું. 

    આરોપીની ઓળખ સામે આવ્યા બાદ પીડિતાએ તેની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે આ દરમિયાન આરોપીએ તેને ‘તું મારી નહીં તો કોઈની નહીં’ કહીને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપીએ મહિલાને માથાના વાળ ઉતારી કાઢવાની ધમકી પણ આપી હતી. જે બાદ મહિલાએ માથાના વાળ પણ ઉતારી કાઢ્યા હતા.

    ત્યારબાદ પણ આરોપી વારંવાર હેરાન કરતો હોવાથી હિંદુ મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશન જઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીના બળાત્કારના કારણે તે ત્રણ વખત ગર્ભવતી પણ બની હતી અને એક વખત તેણે રાવપુરાની હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી, જ્યાં આરોપીનું નામ ફરિયાદી મહિલાના પતિ તરીકે નોંધવામાં આવ્યું હતું. 

    ફરિયાદના આધારે વડોદરા પોલીસે દુષ્કર્મ, ખોટી ઓળખથી છેતરપિંડી અને ગુનાહિત ધમકીની સંબંધિત કલમો હેઠળ આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે ઇકબાલની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં