Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફૈઝલે અથર્વ બનીને યોગ શિક્ષિકાને ફસાવી, મંદિરમાં લગ્ન બાદ ઇસ્લામ અપનાવવા દબાણ:...

    ફૈઝલે અથર્વ બનીને યોગ શિક્ષિકાને ફસાવી, મંદિરમાં લગ્ન બાદ ઇસ્લામ અપનાવવા દબાણ: ના પાડતાં જીવતી સળગાવી દેવાની ધમકી, ધરપકડ

    પીડિતા સાથે મિત્રતા કર્યા બાદ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, બંનેએ લગ્ન કરી લીધા બાદ સત્ય હકીકત બહાર આવી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક હિન્દુ યુવતી પર પોતાની ઓળખ છુપાવીને લગ્ન કરવાનો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ચિનહાટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આરોપીનું નામ ફૈઝલ અહેમદ છે. પીડિતાના કહેવા પ્રમાણે ફૈઝલે અથર્વ બનીને યોગ શિક્ષિકા સાથે લવ જેહાદ કરી શારીરિક સંબંધો બાંધ્યા અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો.

    પીડિતાએ દબાણ કર્યા બાદ જેહાદીએ પરાણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ લગ્ન બાદ જ્યારે અથર્વનું મુસ્લિમ ફૈઝલ અહેમદ હોવાનું રહસ્ય ખુલ્યું તો તેણે યુવતી પર ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવતીએ ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો ફૈઝલે તેની સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો. અને તેનો અંગત ક્ષણોનો વીડિયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતા લખનઉમાં યોગ શિક્ષિકા છે. તેનું કહેવું છે કે ફૈઝલે તેને પોતાનું નામ અથર્વ જણાવ્યું હતું, વ્યવસાયે તે જીમના સંચાલક છે. તેણે યુવતીને જીમમાં નોકરી અપાવ્યા બાદ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આરોપી ફૈઝલે યુવતીને તેની માતા સાથે પણ ઓળખાણ કરાવી હતી. પીડિતાને વિશ્વાસમાં લીધા બાદ ફૈઝલે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી જ્યારે પીડિતાએ તેને લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ તેની સાથે જાનકીપુરમના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા. પરંતુ તેના ઘરને બદલે તે તેને એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેવા લઈ ગયો હતો.

    - Advertisement -

    આ વર્ષે એપ્રિલમાં જ્યારે ફૈઝલનું સત્ય બહાર આવ્યું અને પોતાની સાથે લવ જેહાદ થયો હોવાની ખબર પડી ત્યારે યુવતી દંગ રહી ગઈ હતી. આ પછી આરોપીએ પીડિત યોગ શિક્ષિકા પર ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું હતું. પીડિતાએ ના પાડતા તેણે તેણીને જીવતી સળગાવીને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીના કહેવા મુજબ આરોપીના પહેલાથી જ બે હિન્દુ યુવતીઓ સાથે સંબંધ હતા. ડીસીપી (પૂર્વ) પ્રાચી સિંહે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં