Saturday, February 1, 2025
More
    હોમપેજદેશસંભલના સતી મઠની જગ્યા પર હતો જુબૈદનો કબજો, પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર:...

    સંભલના સતી મઠની જગ્યા પર હતો જુબૈદનો કબજો, પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર: વક્ફના નામે ઉભી કરેલી 12 દુકાનો પણ ટાર્ગેટમાં, દસ્તાવેજો નહીં આપે તો થશે કાર્યવાહી

    સંભલમાં સતી મઠ ખાતે પ્રશાસને બુલડોઝર એક્શન લીધી ત્યારે અહીં એસડીએમ વંદના મિશ્રા પણ હાજર હતા. અહીં નગરપાલિકાએ મિયા સરાય મહોલ્લામાં 80 વર્ગ મીટર જગ્યાને ખાલી કરાવીને સતી મઠની જગ્યા પાછી અપાવી છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી સંભલ (Sambhal) ચર્ચાઓમાં છે, ખાસ કરીને શાહી જામા મસ્જિદનું (Jama Masjid) સર્વેક્ષણ કરવા ગયેલી ટીમ અને પોલીસ પર કટ્ટરપંથી મુસ્લિમ ટોળાનો (Muslim Mob) હુમલો થયા બાદથી વધુ. ત્યારે હવે સંભલમાં સતી મઠ (Sati Math) ખાતે પ્રશાસને બુલડોઝર એક્શન (Bulldozer Action) લેતા ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ છે. અહીં જુબૈદ નામના એક વ્યક્તિએ સતી મઠની જગ્યા પર દબાણ કરી રાખ્યું હતું અને પોલીસની હાજરીમાં અહીં બુલડોઝર ફેરવીને જગ્યા ખાલી કરાવવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસા, સંભલમાં સતી મઠ ખાતે પ્રશાસને બુલડોઝર એક્શન લીધી ત્યારે અહીં એસડીએમ વંદના મિશ્રા પણ હાજર રહ્યા હતા. અહીં નગરપાલિકાએ મિયા સરાય મહોલ્લામાં 80 વર્ગ મીટર જગ્યાને ખાલી કરાવીને સતી મઠની જગ્યા પાછી અપાવી છે. આ કાર્યવાહી દરમિયાન ભારે માત્રામાં પોલીસ બેડો ખડકી દેવામાં આવ્યો હતો. અહીં બાઉન્ડ્રી ઉભી કરીને પ્લોટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક વ્યક્તિ દ્વારા પ્રશાસનને કરવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

    નોંધવું જોઈએ કે, અહીંથી થોડી જ દૂર પોલીસ ચોકી પાસે 12 જેટલી દુકાનો પણ ઉતારવામાં આવી છે. આ દુકાનોની જગ્યા પર મસ્જિદ કમિટીએ દાવો માંડ્યો છે અને તેને વક્ફ સંપત્તિ કહી છે. પ્રશાસન અનુસાર, આ જગ્યા પણ ગેરકાયદેસર છે. જોકે, દાવાને લઈને અહીં હાલ કોઈ એક્શન નથી લેવામાં આવી અને લાગતા વળગતા લોકો પાસે તેના કાયદેસર દસ્તાવેજોની માંગ કરી છે. જો કબજેદાર જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે તો અહીં પણ બુલડોઝર ફેરવી દેવામાં આવશે. હાલ મસ્જીદ કમિટીએ પ્રશાસન પાસે કાગળો રજૂ કરવા માટે થોડો સમય માંગ્યો છે.

    - Advertisement -

    જામા મસ્જિદ પાસે આવેલી 3 દુકાનો તોડી પડાઈ હતી

    ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ વહીવટીતંત્રે સંભલ જામા મસ્જિદ પાસે બનેલી ત્રણ જર્જરિત દુકાનો તોડી પાડી હતી. આ દુકાનોને કારણે અકસ્માતનો ભય રહેતો હતો. કાર્યવાહી દરમિયાન, એસડીએમ વંદના મિશ્રા અને મસ્જિદના વડા ઝફર અલી એડવોકેટ પણ હાજર હતા. આ પછી, બહજોઈ રોડ પર પાપ મોચન તીર્થ દ્વારા કબજે કરાયેલી જમીન ખાલી કરાવવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દુકાનો તોડવા માટે પ્રશાસને ઘણા સમય પહેલાં આદેશ આપ્યો હતો, જેના પર મસ્જિદ સમિતિએ કાર્યવાહી કરીને દુકાનો તોડી પાડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં