Thursday, April 3, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ144 વર્ષ પછી આવેલા મહાકુંભમાં વિદેશીઓનું ઘોડાપૂર: સ્ટીવ જોબ્સના પત્ની પણ કરશે...

    144 વર્ષ પછી આવેલા મહાકુંભમાં વિદેશીઓનું ઘોડાપૂર: સ્ટીવ જોબ્સના પત્ની પણ કરશે પવિત્ર સ્નાન, રશિયન પ્રવાસીએ કહ્યું- મેરા ભારત મહાન, લોકોના ઉત્સાહથી શરીરમાં થઇ રહ્યું છે કંપન

    બ્રાઝિલથી કુંભમાં આવેલ શ્રદ્ધાળુ ફ્રાન્સિસ્કોએ કહ્યું હતું કે, "હું યોગનો અભ્યાસ કરું છું અને મોક્ષની ખોજ કરી રહ્યો છું. અહીં બધું જ અદ્ભુત છે, ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે... પાણી ઠંડુ છે પણ હૃદય હૂંફથી ભરેલું છે."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj Mahakumbh- 2025) ખાતે 144 વર્ષ બાદ આવેલ મહાકુંભની પોષી પૂર્ણિમાના રોજથી શુભ શરૂઆત થઇ ચૂકી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર પ્રસંગ દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને તેના બધા પાપ ધોવાઈ જાય છે. ત્યારે સનાતનમાં શ્રદ્ધા રાખતા લોકો વિદેશથી મહાકુંભમાં સ્નાન કરવા આવતા હોય છે. વર્તમાનમાં પણ સાઉથ આફ્રિકાથી લઈને જર્મની જેવા વિવિધ દેશોમાંથી શ્રદ્ધાળુઓ (Devotees) મહાકુંભમાં પવિત્ર સ્નાન (Holy Snana) કરવા ભારત આવી રહ્યા છે.

    આજ ક્રમમાં સાઉથ આફ્રિકા, રશિયા, બ્રાઝિલ, જર્મની સહિતના દેશોના શ્રદ્ધાળુઓ કુંભ દરમિયાન ભારતની પવિત્ર નદીઓમાં સ્નાન કરી મોક્ષ મેળવવાની શ્રદ્ધા લઈને આવી પહોંચ્યા છે. આ દરમિયાન મૂળ મૈસુરના રહેવાસી અને હવે જર્મન નાગરિક જિતેશ પ્રભાકર, તેમની પત્ની સાસ્કિયા નૌફ અને બાળક આદિત્ય સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા.

    દરમિયાન જિતેશે કહ્યું હતું કે, “…હું અહીં (ભારતમાં) રહું કે વિદેશમાં – જોડાણ તો છે જ. હું દરરોજ યોગનો અભ્યાસ કરું છું. વ્યક્તિએ મૂળ સાથે જોડયેલ રહેવું જોઈએ અને હંમેશા આંતરિક સ્વ તરફનો અભ્યાસ કરવો જોઈએ.” તેમની પત્ની સાસ્કિયા નૌફે કહ્યું હતું કે, “હું ખૂબ જ ઉત્સાહિત છું. મને હંમેશા અહીં આવવાનું ગમે છે…”

    - Advertisement -

    સાઉથ આફ્રિકાથી આવેલ એક શ્રદ્ધાળુઓ કહ્યું હતું કે, “રસ્તાઓ સ્વચ્છ છે, લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ અને ખુશ છે, હજારો લોકો મહાકુંભની સુંદરતાના દર્શન કરવા અહીં આવી રહ્યા છે. અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ.”

    રશિયાથી મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવેલ  એક ભક્તે કહ્યું, “…’મેરા ભારત મહાન’… ભારત એક મહાન દેશ છે. અમે પહેલી વાર કુંભ મેળામાં આવ્યા છીએ. અહીં અમે વાસ્તવિક ભારત – ભારતના લોકોમાં રહેલી વાસ્તવિક શક્તિ જોઈ શકીએ છીએ. ભારતના લોકો, આ પવિત્ર સ્થળના લોકોના ઉત્સાહથી મારા શરીરમાં ધ્રુજારી ઉદ્ભવી રહી છે. હું ભારતને ખૂબ પ્રેમ કરું છું.”

    બ્રાઝિલથી કુંભમાં આવેલ શ્રદ્ધાળુ ફ્રાન્સિસ્કોએ કહ્યું હતું કે, “હું યોગનો અભ્યાસ કરું છું અને મોક્ષની ખોજ કરી રહ્યો છું. અહીં બધું જ અદ્ભુત છે, ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે… પાણી ઠંડુ છે પણ હૃદય હૂંફથી ભરેલું છે.” સાઉથ આફ્રિકાથી આવેલ ભક્ત નિક્કીએ કહ્યું હતું કે, “આ સ્થળ ખૂબ જ શક્તિશાળી છે અને અમે ગંગા નદીએ આવીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ.”

    આ ઉપરાંત પોષી પૂર્ણિમા અને 13 જાન્યુઆરીના રોજથી ‘શાહી સ્નાન’ સાથે મહાકુંભની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે એક વિદેશી ભક્તોના સમૂહે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. નોંધનીય છે કે એપલના દિવંગત સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ સ્વામી કૈલાશાનંદ ગિરીજી મહારાજના આશ્રમ પર પહોંચી હતી. તે પણ 14 જાન્યુઆરીના રોજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવાના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં