Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ સગીરાને ઉઠાવી લઈ ગયો આરિફ, ફરિયાદ માટે પીડિત પરિવાર આરોપીના ઘરે...

    હિંદુ સગીરાને ઉઠાવી લઈ ગયો આરિફ, ફરિયાદ માટે પીડિત પરિવાર આરોપીના ઘરે જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી

    આરિફના પરિવારના સભ્યો જેમાં તાહિર, મોતી અને આબિદ હાજર હતા, તેઓને જણાવ્યું હતું કે તેમની  છોકરીનું અપહરણ તેના પરિવારના સભ્ય આરિફે કર્યું છે. એવું કહેતા જ ત્રણેય લોકો છોકરીના પરિવાર પર ગુસ્સે થયા હતા અને ધમકીઓ આપી હતી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના કાસગંજ જીલ્લાથી ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. એક મુસ્લિમ યુવકે હિંદુ સગીરાનું અપહરણ કર્યું છે. જ્યારે માતા પિતા તે આરોપીના ઘરે ગયા તો તેના પરિવારના સભ્યો સાથે મારા મારી કરી અને તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

    એક મીડીયા રિપોર્ટ અનુસાર, ઉત્તરપ્રદેશના કાસગંજ જીલ્લાના સહાવર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સમાવિષ્ટ ગામમાં રહેતા એક હિંદુ પરિવારની દિકરીને તે પણ સગીરવયનીને એક મુસ્લિમ યુવક ઉઠાવી ગયો છે.

    છોકરીના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગત 23 જાન્યુઆરી 2023ના સવારે જ્યારે પરિવાર ખેતરમાં કામ કરવા ગયો હતો ત્યારે તેમના છોકરી એકલી જ ઘરે હતી. તેઓ જ્યારે ખેતરથી કામ કરીને ઘરે આવ્યા તો તેમની છોકરી ઘરે હતી નહી. ખૂબ શોધ ખોળ કરી પરંતુ છોકરી ન મળતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. ઘણી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ જ ઘરે ન હતું તે તકનો લાભ લઈને ગામમાં જ રહેતો આરિફ નામનો મુસ્લિમ યુવક છોકરીને ઉઠાવી ગયો છે તે રીતની જાણકારી મળી હતી.

    - Advertisement -

    પરિવાર ચિંતામાં ને ચિંતામાં આરિફના ઘરે પોતાની છોકરી શોધવા ગયો હતો. ત્યાં જઈને આરિફના પરિવારના સભ્યો જેમાં તાહિર, મોતી અને આબિદ હાજર હતા, તેઓને જણાવ્યું હતું કે તેમની  છોકરીનું અપહરણ તેના પરિવારના સભ્ય આરિફે કર્યું છે. એવું કહેતા જ ત્રણેય લોકો છોકરીના પરિવાર પર ગુસ્સે થયા હતા અને ધમકીઓ આપી હતી. પરિવાર નિરાશ થઈને ઘરે આવ્યો હતો. પરંતુ સંતોષ ન થતા તેઓ પાછા ફરીથી આરિફના ઘરે ગયા હતા. આ વખતે આરિફના પરિવારે તેઓ સાથે મારા મારી કરી હતી. તેનાથી વધુ મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

     આ બધાથી સ્તબ્ધ પરિવાર તત્કાળ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારે પોલીસને આખી ઘટનાની વિગત વિસ્તારથી કહી હતી. પોલીસે પરિવારના સભ્યોની વાત સાંભળીને ફરિયાદ નોંધી હતી. પોલીસે આ મામલે તપાસ ચાલુ કરી દીધી છે. જો કે હજુ સુધી છોકરીની ભાળ મળી નથી.

    પરિવારે આ મામલાને લવ જિહાદ સાથે પણ જોડ્યો છે. તે એંગલથી પણ તપાસ થવી જોઈએ તેવી વિનંતી કરી છે. આ બધી બાબતોને ધ્યાને લઈને પોલીસે આરીફ અને તેના પરિવારના ત્રણેય સભ્યો વિરોધમાં આઈપીસી અનુસાર યોગ્ય કલમ હેઠળ કેસ નોધ્યો છે. જો કે મુસ્લિમ યુવકે હિંદુ સગીરાનું અપહરણ કર્યું હોય તેવા અગાઉ પણ ઘણા કિસ્સાઓ બની ચુક્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં