ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીઓની તપાસ માટે અમેરિકન પ્રશાસને (American Administration) આપેલ આદેશનો મામલો હાલમાં વિવાદ છે. ત્યારે અદાણી કેસ અંગે અમેરિકન કોંગ્રેસમેને (Congressmen) પ્રશ્ન ઉઠાવ્યા હતા. રિપબ્લિકન સાંસદે બાયડન (Biden) વહીવટીતંત્રના નિર્ણય અંગે ન્યાય વિભાગને ઘેર્યો હતો. તથા કહ્યું હતું કે આ કેસની અસર ભારત-અમેરિકા સંબંધો પર પડી શકે છે. સાંસદ લાન્સ ગુડેને (Lance Gooden) યુએસ એટર્ની જનરલને પત્ર લખીને આ અંગે જણાવ્યું હતું.
નોંધનીય છે કે હાઉસ જ્યુડિશરી કમિટીના સભ્ય અને સાંસદ લાન્સ ગુડેને અમેરિકન એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડને (Merrick B Garland) અદાણી કેસ મામલે પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમેરિકાના વિદેશી સંબંધો અને આર્થિક વિકાસ પ્રભાવિત થઇ શકે છે. ગુડેને તેમના પત્રમાં કહ્યું હતું કે ભારત, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના સૌથી મજબૂત સહયોગીઓમાંનો એક છે. ન્યાય વિભાગે ઓછા અધિકાર ક્ષેત્રોના મામલામાં કેસ ચલાવવાની જગ્યાએ સ્થાનિક રીતે ગુનો કરતા લોકોને સજા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
In a strongly worded letter, Republican Congressman Lance Gooden wrote to US Attorney General Merrick B Garland, challenging the Biden government's decision to indict Gautam Adani. pic.twitter.com/gIcUqwJ8Au
— NDTV (@ndtv) January 8, 2025
નોંધનીય છે કે ગુડેને આ પત્રમાં આ કેસ મામલે જ્યોર્જ સોરોસનો કોઈ પણ રીતે સંબંધ હોય તો તેનો પણ જવાબ માંગ્યો હતો. ગુડેને 7 જાન્યુઆરીએ લખેલ પત્રમાં કહ્યું હતું કે અબજો ડોલરનું રોકાણ કરીને અમેરિકનો માટે હજારો નોકરીઓ ઉભી કરતી કંપનીઓને નિશાનો બનાવવાથી લાંબાગાળે અમેરિકાને જ નુકસાન થઇ શકે છે.
‘રોકાણકારોમાં નિરાશાનો ઉદ્ભવ’
નોંધનીય છે કે ગુડેન પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે હિંસક અપરાધ, આર્થિક જાસૂસી સાથે સંકળાયેલી ધમકીઓને અવગણીએ છીએ અને જેઓ આપણા આર્થિક વિકાસમાં ફાળો આપે છે તેમની પાછળ પડી જઈએ છીએ, તો આનાથી આપણા દેશમાં રોકાણ કરનારા મહત્વના રોકાણકારોમાં નિરાશા ઉભી થશે.
આ પ્રકારનું વાતાવરણ અમેરિકાના ઔદ્યોગિક આધાર અને આર્થિક વિકાસના પ્રયત્નોને અટકાવશે. તથા વધતા રોકાણ સાથે અર્થતંત્રને પુનર્જીવિત કરવાની ચુંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિબદ્ધતાને પણ નબળી પાડશે. આ ઉપરાંત ગુડેને કહ્યું હતું કે આ બધાનો ધ્યેય રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સમસ્યાઓ ઉભી કરવાનો છે.
Republican Congressman Lance Gooden wrote to US Attorney General Merrick B Garland, challenging the Biden government's decision to indict Gautam Adani. pic.twitter.com/dqKPQFnqy9
— NDTV (@ndtv) January 8, 2025
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ન્યાય વિભાગે લોકોની સેવા કરવા માટે આગામી વહીવટીતંત્રને સહકાર આપવો જોઈએ. ન્યાય વિભાગનું કર્તવ્ય છે કે અમેરિકાની જિયોપોલિટીકલ પ્રતિષ્ઠા માટે જોખમ બને એવી જટિલતાઓ ઉભી ન કરે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં વિદેશી કંપનીઓ વિરુદ્ધ જે મામલામાં કેસ ચાલી રહ્યો છે તેની પૂછપરછ માટે હું આ પત્ર લખી રહ્યો છું.
અમેરિકન ન્યાય વિભાગને પૂછ્યા હતા પ્રશ્નો
ગુડેને સાંસદે અદાણી કેસને લઈને ન્યાય વિભાગ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો અદાણી કેસમાં આરોપો સાચા સાબિત થાય તો પણ અમે આ મુદ્દે યોગ્ય અને અંતિમ મધ્યસ્થ બની શકીશું નહીં. આ લાંચ કથિત રૂપે એક ભારતીય કંપનીના ભારતીય અધિકારીઓ દ્વારા ભારતમાં ભારતીય સરકારના અધિકારીઓને આપવામાં આવી હતી, જેમાં કોઈ અમેરિકન પક્ષને કોઈ નક્કર સંડોવણી અથવા નુકસાન નહોતું. તેનાથી વિપરિત, અમેરિકન કંપની સ્માર્ટમેટિકના અધિકારીઓએ કથિત રીતે મનીલોન્ડરિંગ કરી અને વિદેશી સરકારોને લાંચ આપી. જો આ કેસ અમેરિકા સાથે એટલા જ નોંધપાત્ર જોડાણ ધરાવે છે તો ન્યાય વિભાગે કેમ એક પણ અમેરિકન પર આરોપ નથી મુક્યો?
તેમણે આગળ લખ્યું હતું કે, શું આ મામલામાં કોઈ અમેરિકન સામેલ નથી? જ્યારે કથિત ગુનાહિત કૃત્યો અને તેમાં સામેલ પક્ષકારો ભારતમાં છે ત્યારે DOJએ ગૌતમ અદાણી સામે કેસ કેમ ચલાવ્યો? શું તમે ભારતમાં ન્યાય લાગુ કરવા માંગો છો? શું ન્યાય વિભાગ આ કેસમાં સામેલ ભારતીય અધિકારીઓના પ્રત્યાર્પણની માંગ કરશે? જો ભારત પ્રત્યાર્પણની માંગ ન સ્વીકારે અને કેસ પર એકમાત્ર અધિકારક્ષેત્રનો દાવો કરે, તો ન્યાય વિભાગની યોજના શું હશે? શું ન્યાય વિભાગ અથવા બાયડન વહીવટીતંત્ર આ કેસને યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત જેવા સાથી વચ્ચેની આંતરરાષ્ટ્રીય ઘટનામાં ફેરવવા તૈયાર છે?