Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉર્વશી રૌતેલા ઈરાની મહિલાઓના સમર્થનમાં આવી, હિજાબના વિરોધમાં અભિનેત્રીએ પોતાના વાળ કપાવ્યા

    ઉર્વશી રૌતેલા ઈરાની મહિલાઓના સમર્થનમાં આવી, હિજાબના વિરોધમાં અભિનેત્રીએ પોતાના વાળ કપાવ્યા

    ઉર્વશી રૌતેલા ઈરાની મહિલાઓના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના વાળ કપાવતો ફોટો શેર કર્યો છે. આમાં તે જમીન પર બેસીને વાળ કપાવતી જોવા મળે છે.

    - Advertisement -

    ઈરાનમાં હિજાબ સામે વિરોધ ઉગ્ર બન્યો છે. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની હસ્તીઓ પણ ઈરાનની મહિલાઓના સમર્થનમાં સામે આવી છે. પ્રિયંકા ચોપરા, મંદાના કરીમી અને એલનાઝ નોરોજી બાદ હવે બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઈરાની મહિલાઓના સમર્થનમાં આગળ આવી છે. મહસા અમીનીના મૃત્યુના વિરોધમાં તેણે પોતાના વાળ પણ કપાવી નાખ્યા હતા.

    ઉર્વશી રૌતેલા ઈરાની મહિલાઓના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના વાળ કપાવતો ફોટો શેર કર્યો છે. આમાં તે જમીન પર બેસીને વાળ કપાવતી જોવા મળે છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે, “મેં મારા વાળ કપાવી લીધા છે. ઈરાની પોલીસે મહસા અમીનીની હિજાબ યોગ્ય રીતે ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં યુવતીનું મોત થયું ત્યારથી જ ઈરાની મહિલાઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ સમયગાળા દરમિયાન ઘણી ઈરાની મહિલાઓ અને યુવતીઓએ જીવ ગુમાવ્યો હતો. તેવામાં ઉત્તરાખંડની રહેવાસી 19 વર્ષની અંકિતા ભંડારી પણ… આ તમામ મહિલાઓના સમર્થનમાં હું મારા વાળ કપાવી રહી છું.”

    અભિનેત્રીએ તેની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “દુનિયાભરની મહિલાઓ એક થઈને ઈરાનની સરકાર સામે વિરોધ કરી રહી છે. સ્ત્રીઓનું સન્માન કરો. વાળને મહિલાઓની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. મહિલાઓ જાહેરમાં વાળ કાપીને બતાવી રહી છે કે તેઓ સમાજમાં સુંદરતાના ધોરણોની પરવા નથી કરતી. તેણીએ કેવી રીતે પોશાક પહેરવો જોઈએ, તેણીએ કેવું વર્તન કરવું જોઈએ અને તેણીએ કેવી રીતે જીવવું જોઈએ તે બાબતો તે અન્ય કોઈને નક્કી કરવા દેશે નહીં. જ્યારે સ્ત્રીઓ એકત્ર થઈને એક સ્ત્રીના મુદ્દાને સમગ્ર સ્ત્રી જાતિનો મુદ્દો ગણે છે ત્યારે નારીવાદમાં નવો જોમ આવે છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે ભૂતકાળમાં બોલિવૂડ અભિનેત્રી એલનાઝ નૌરોજી જે મૂળ ઈરાનની છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ‘માય બોડી – માય ચોઈસ’ નામનો વીડિયો શેર કર્યો છે. આમાં તે કેમેરાની સામે એક પછી એક તેના તમામ કપડાં ઉતારતી જોવા મળી હતી. અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પણ તેનો આ વીડિયો ગમ્યો છે. ઉર્વશી રૌતેલાએ લખ્યું, “અમને તમારા પર ગર્વ છે ક્વીન. અમે મહિલાઓને સપોર્ટ કરીએ છીએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં