Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહસીન સૈફીએ 'આશિષ ઠાકુર' બની હિંદુ યુવતીને ફસાવી, શારીરિક શોષણ કરી વિડીયો...

    હસીન સૈફીએ ‘આશિષ ઠાકુર’ બની હિંદુ યુવતીને ફસાવી, શારીરિક શોષણ કરી વિડીયો બનાવ્યા: લગ્ન પહેલા ભાંડો ફૂટ્યો; પોલીસે ધરપકડ કરી

    યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીમાં તેની મુલાકાત હસીન સૈફી સાથે થઈ હતી. મીટિંગ દરમિયાન હસીને પોતાની ઓળખ આશિષ ઠાકુર તરીકે આપી અને યુવતી સાથે મિત્રતા કરી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીનો આરોપ છે કે હસીન સૈફીએ પોતાને આશિષ ઠાકુર કહીને તેની સાથે મિત્રતા કરી હતી. સોમવારે (12 ડિસેમ્બર, 2022) તે યુવતી સાથે કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યો હતો. પણ લગ્ન પહેલા જ લવ જેહાદનો ભાંડો ફૂટ્યો હતો. અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તરાખંડની રહેવાસી યુવતી ગ્રેટર નોઈડાના દાદરી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. આ યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીમાં તેની મુલાકાત હસીન સૈફી સાથે થઈ હતી. મીટિંગ દરમિયાન હસીને પોતાની ઓળખ આશિષ ઠાકુર તરીકે આપી અને યુવતી સાથે મિત્રતા કરી.

    આ મિત્રતા પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને પછી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ બંને સૂરજપુરમાં ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યા હતા. બે મહિના પહેલા જ પીડિત યુવતી અને આરોપી હસીન સૈફી દાદરીમાં એક મકાનમાં રહેવા આવ્યાં હતા. અને આ બંનેનો પ્રેમ આગળ વધ્યો હતો. આરોપી હસીન સોમવારે (12 ડિસેમ્બર, 2022) પીડિતા સાથે કોર્ટ મેરેજ કરવાની તૈયારીમાં હતી. પરંતુ, લગ્ન પહેલા જ લવ જેહાદનો ભાંડો ફૂટ્યો અને સૈફીની વાસ્તવિકતા સામે આવી હતી.

    - Advertisement -

    લગ્ન પહેલા જ લવ જેહાદનો ભાંડો ફૂટ્યો

    શુક્રવારે (9 ડિસેમ્બર, 2022) પીડિતા અને હસીન લગ્નની ખરીદી કરવા ગયા હતા. આ દરમિયાન આરોપી શકીલ સૈફીના અબ્બુ તેની શોધમાં દાદરી ખાતે તેના મકાને પહોંચ્યા હતા. પાડોસીઓને પૂછ-પરછ કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે તે રૂમમાં હસીન નહીં પણ આશિષ રહે છે.

    શોપિંગ કરીને યુવતી જ્યારે ઘરે પરત આવી ત્યારે આરોપી હસીનનું સત્ય સામે આવ્યું. લવ જેહાદની પીડિતાનો આરોપ છે કે તેનો ધર્મ અને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવનાર હસીન સૈફીએ તેનું શારીરિક શોષણ કર્યું અને ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા અને અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોના આધારે તે તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. હિન્દુ સંગઠનના કાર્યકરોને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી પોલીસને જાણ કરીને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં