બકરીદ (Bakri Eid) 2025ને ધ્યાનમાં રાખીને ભાજપના રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકારે (Delhi Government) અને યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે (Uttar Pradesh Government) ગાય, વાછરડાં અને ઊંટની કતલ પર સખત પ્રતિબંધ જાહેર કર્યો છે. આ એડવાઇઝરીનો હેતુ સામાજિક સૌહાર્દ જાળવવા, પશુ ક્રૂરતા નિવારણ કાયદાઓનું પાલન કરાવવા અને કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. આ એડવાઇઝરી (Advisory) દિલ્હીના પશુપાલન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં જાહેર સ્થળોએ કુર્બાની પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દિલ્હી સરકારના વિકાસ મંત્રી કપિલ મિશ્રાએ આ એડવાઇઝરી જાહેર કરતાં જણાવ્યું હતું કે, “અમે અમારી સાંસ્કૃતિક અને પર્યાવરણીય વિરાસતનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેમાં પ્રાણી કલ્યાણ એક અભિન્ન ભાગ છે. ગેરકાયદેસર કુરબાની અથવા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા સહન કરવામાં નહીં આવે.” તેમણે આ નિયમોનું ઉલ્લંઘન કરનારો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
દિલ્હી સરકારની એડવાઇઝરીની મુખ્ય વિગતો
ગાય, વાછરડાં અને ઊંટની કુર્બાની ગેરકાયદેસર ગણાશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે ‘દિલ્હી એગ્રીકલ્ચરલ કેટલ પ્રિઝર્વેશન એક્ટ, 1994’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાઓ, જાહેર જગ્યાઓ અથવા ખુલ્લા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની કુર્બાની કરવી સખત પ્રતિબંધિત છે. કુર્બાની ફક્ત સરકાર દ્વારા માન્ય સ્લૉટર હાઉસમાં જ કરવાની રહેશે.
दिल्ली में बकरीद पर गाय और ऊँट की कुर्बानी पर रोक पर एडवाइजरी
— रचना उपाध्याय Rachna Upadhyay(News 18 India) 😊❣😊 (@RachnaUpadhya) June 5, 2025
निर्धारित जगहों पर ही दी जा सकेगी कुर्बानी
पुलिस को अवैध कुर्बानियों के खिलाफ तुरंत कार्यवाही के निर्देश जारी
बकरीद पर पशु क्रूरता के कानून का सख़्त पालन करने का निर्देश @KapilMishra_IND @gupta_rekha pic.twitter.com/JYYhiA9JcX
આ ઉપરાંત દિલ્હી પોલીસને ગેરકાયદેસર કુર્બાનીની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. કુર્બાનીના ફોટો અથવા વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે. દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, હતું કે, “આ નિર્દેશોનો હેતુ ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું છે. નાગરિકોને આ નિયમોનું પાલન કરવા વિનંતી છે.”
આ એડવાઇઝરી દિલ્હીના કાયદાઓ જેવા કે પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960, પ્રાણીઓના પરિવહન નિયમો 1978, કતલખાના નિયમો 2001 અને ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ 2006 હેઠળ જારી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારે પણ મુક્યો પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે બકરીદ પર ગાય અને ઊંટની બલિદાન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ ધાર્મિક વિધિઓ માટે પ્રતિબંધિત પ્રાણીઓની કતલ કરતું જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કોઈપણ વિવાદના કિસ્સામાં, પોલીસને ફરિયાદની રાહ જોયા વિના કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
બકરીદની મુખ્ય ધાર્મિક વિધિ બકરીની બલિદાન ફક્ત નિયુક્ત સ્થળોએ જ મંજૂરી આપવામાં આવશે. વધુમાં, તેમણે અધિકારીઓને બર્ડ ફ્લૂ અંગે સાવધ રહેવા અને સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી. યોગીએ એવો પણ આદેશ આપ્યો છે કે કતલખાનાઓમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ પ્રાણીઓ ન રાખવા જોઈએ.
રાજ્યોના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી છે. મેરઠ શહેરના 14 ઝોનમાં ક્વિક રિસ્પોન્સ ટીમ્સ (QRT), પ્રદેશિક સશસ્ત્ર કોન્સ્ટેબલરી (PAC) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રને સક્રિય રહેવા, સોશિયલ મીડિયા પર નજર રાખવા અને 24/7 સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. યુપી પોલીસના સાયબર સેલને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ્સ સામે કાર્યવાહી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સંભલ ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં 19 સ્થળોએ પશુ બલિદાન માટે નિયુક્ત કરવામાં આવ્યા છે અને લોકોને ફક્ત આ સ્થળોએ બલિદાન આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શાંતિ જાળવવા માટે જિલ્લા વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 900 લોકોને પ્રતિબંધિત કર્યા છે. પેંસિયાએ મુતવલ્લી અને મૌલવીઓ સાથે શાંતિ બેઠક પણ યોજી હતી અને તેમને જાણ કરી હતી કે જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.