Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયે રિશ્તા ક્યા કહેલાતા હૈ: થાઈલેંડમાં થઈ ગાંજો કાયદેસર કરવાની જાહેરાત અને...

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ: થાઈલેંડમાં થઈ ગાંજો કાયદેસર કરવાની જાહેરાત અને ભારતમાં થયા રાહુલ ગાંધી ટ્રોલ, જાણો શું થયું

    થાઈલેંડમાં ગાંજો કાયદેસર થયો પરંતુ આ મામલે યુપી કોંગ્રેસની એક ટ્વિટને લીધે રાહુલ ગાંધી ચર્ચામાં આપોઆપ ઘસડાઈ ગયા હતા અને નેટીઝનોએ જબરી મજા લીધી હતી.

    - Advertisement -

    થાઈલેન્ડે ગુરુવારથી ગાંજા (મરિયુઆના)ની ખેતી કરવા અને રાખવાનું કાયદેસર કરવાની જાહેરાત કરી છે. જેથી ત્યાની યુવા પેઢીમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ જ સમાચાર ભારતમાં કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે, જેનું કારણ છે યુપી કોંગ્રેસની ટ્વિટ.

    યુપી કોંગ્રેસે ડિલીટ કરેલ ટ્વીટનો સ્ક્રિનશોટ

    વિષય એમ છે કે આજે બપોરના સવા બે વાગ્યા આસપાસ ઉત્તરપ્રદેશ કોંગ્રેસનાં આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, “થાઈલેંડમાં ગાંજો કાયદેસર થઈ ગયો છે. હવે છુપાઈ છુપાઈને જવાની જરૂર નહીં પડે.” ટ્વિટ માત્ર થોડો સમય જ રહી અને બાદમાં યુપી કોંગ્રેસની ટ્વિટ ડિલીટ કરીને હટાવી લેવામાં આવી હતી.

    હવે નોંધનીય વાત એ છે કે કોંગ્રેસનાં ઉત્તરપ્રદેશના ઓફિશિયલ ટ્વિટર આઈડીથી આવી ટ્વિટ કોણ કરી શકે અને એ પાછળ તેની શું મંશા હોય શકે? કેમ કે સૌ જાણે છે એમ ભારતના જો કોઈ રાજકીય નેતા સૌથી વધુ થાઈલેંડ પ્રવાસ કરતાં હોય તો એ છે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી. ઉપરાંત રાહુલ ગાંધી પર જ અનેકવાર સુરક્ષા એજન્સીઓને અંધારામાં રાખીને વિદેશ પ્રવાસ પર જવાના આરોપો લગતા રહ્યા છે. તો આપ પોતાના જ પક્ષના મુખ્ય નેતા વિષે આવી ટિપ્પણી કરી હશે કે શું એ પણ એક તપાસનો વિષય છે.

    - Advertisement -
    ઈન્ડિયા ટુડે દ્વારા 2015માં જાહેર કરાયેલ રાહુલ ગાંધીના 60 દિવસના ગુપ્ત પ્રવાસની વિગતો (ફોટો: India Today)

    જોવા જેવી વાત છે કે નાના નાના અનેક પ્રવાસો ઉપરાંત 2015માં ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં રાહુલ ગાંધી 60 દિવસ માટે સતત ગાયબ રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર 60 દિવસ માટે ગાયબ થયેલ રાહુલ ગાંધીના આ પ્રવાસની ગુપ્ત વિગતો ડિસેમ્બર 2015માં ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં બહાર આવી હતી. જે મુજબ રાહુલ ગાંધી આ 60 દિવસ દરમિયાન મોટો સમય થાઈલેંડમાં જ રહ્યા હતા.

    આ નાનકડા ટૂંકા ગાળાના ઘટનાક્રમને લોકો સ્ક્રિનશોટ વડે ઝડપી લેવામાં સફળ રહ્યા હતા અને બાદમાં નેટિઝન્સે સ્ક્રિનશોટ શેર કરીને યુપી કોંગ્રેસની ટ્વિટ પર પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

    ટ્વિટર પર @coolfunnytshirt નામના એક ટ્વિટર આઈડીએ યુપી કોંગ્રેસને ટોણો મારતાં લખ્યું હતું કે યુપી કોંગ્રેસે યુપી ભાજપ જોઇન કરી લીધી. આવી કહેવાનું એક જ કારણ હોય શકે કે આ ટ્વિટથી ભાજપને જ ફાયદો થવાનો હતો.

    ટ્વિટર પર મોટું ફોલોઈંગ ધરાવતા @rishibagree એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની મજાક કરતાં લખ્યું હતું કે હવે રાહુલ ગાંધી ડંકાની ચોટ પર થાઈલેંડ જશે.

    અન્ય એક ટ્વિટર યુઝર @narne_kumar06 એ પોતાની ટ્વિટમાં યુપી કોંગ્રેસની ડિલીટ થયેલ ટ્વિટનો સ્ક્રિનશોટ ઉમેરીને તેને પપ્પુ, થાઈલેંડ અને ગાંજા વચ્ચેનું જોડાણ કહ્યું હતું.

    આ ઘટનાક્રમમાં ટિપ્પણી કરવામાં ભાજપના નેતાઓ પણ પાછળ રહ્યા ન હતા. આંધ્રપ્રદેશના ભાજપાના મહામંત્રી વિષ્ણુ વર્ધન રેડ્ડીએ ડિલીટ થ્યેલ ટ્વિટનો સ્ક્રિનશોટ જોડીને લખ્યું હતું કે ભાજપનું રાષ્ટ્રીય તથા જુદા જુદા પ્રાદેશિક ટ્વિટર હેંડલો ટેમી સરકાર દ્વારા થયેક સમાજઉપયોગી કામો અને યોજનાઓનો પ્રચાર કરતી હોય છે જ્યારે યુપી કોંગ્રેસની ટ્વિટર આઈડી થાઈલેંડમાં ગાંજો કાયદેસર થવાની જાહેરાત કરે છે. અંતમાં રેડ્ડીએ જોડ્યુ હતું કે, “ભિન્ન લોકો, ભિન્ન પસંદ.”

    ગુજરાત પ્રદેશ ભાજપ આઇટી સેલના સભ્ય ભાવેશ લોઢાં (@bhav2406)એ યુપી કોંગ્રેસ દ્વારા ડિલીટ કરાયેલ ટ્વિટનો સ્ક્રિનશોટ મૂકીને માત્ર એટલું લખ્યું હતું કે, “ડિલીટ કરી દીધું.”

    થાઈલેંડમાં ગાંજો કેમ થયો કાયદેસર

    ગુરુવારની સરકારી જાહેરાત બાદ મારિજુઆનાને કાયદેસર બનાવનાર થાઈલેંડ પહેલું એશિયાઈ રાષ્ટ્ર બન્યું છે.

    થાઈલેંડના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા તમામ છોડને માદક દ્રવ્યોની શ્રેણીમાંથી દૂર કરવાનો નિર્ણય એશિયામાં થાઈલેંડને તબીબી અને ઔદ્યોગિક ઉપયોગ માટે ગાંજાને કાયદેસર જાહેર કરનાર પ્રથમ દેશ બનાવે છે. પરંતુ તે ઉરુગ્વે અને કેનેડાના ઉદાહરણોને અનુસરતું નથી, માત્ર આ બે દેશો છે કે જેમણે રાષ્ટ્રીય ધોરણે મનોરંજન માટે ગાંજાને કાયદેસર બનાવ્યું છે.

    થાઈલેંડના આરોગ્ય પ્રધાને જાહેરાત કરી છે કે તેઓ શુક્રવારથી શરૂ કરીને 1 મિલિયન ગાંજાના રોપાઓનું વિતરણ કરશે. તેમણે એવી છાપ ઉમેરી છે કે થાઈલેન્ડ ગાંજાના સ્વપ્નલોકમાં ફેરવાઈ રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં