Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશત્રણ જિલ્લાની 473 મદરેસાઓમાં ત્રાટકી યુપી ATSની ટીમો: ફંડિંગથી લઈને અનેક પાસાંઓની...

    ત્રણ જિલ્લાની 473 મદરેસાઓમાં ત્રાટકી યુપી ATSની ટીમો: ફંડિંગથી લઈને અનેક પાસાંઓની થઈ રહી છે તપાસ, યોગી સરકારના આદેશ બાદ કાર્યવાહી

    આ પહેલાં પણ યુપી ATSની ટીમોએ અનેક મદરેસાઓમાં તપાસ હાથ ધરી હતી. જે બાદ ફરીથી અનેક ફરિયાદો સામે આવતા હવે યોગી સરકારે કડક તપાસના આદેશ આપ્યા હોવાનું કહેવાય રહ્યું છે. હાલ પણ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ચાલી રહેલી મદરેસાઓને (Madrasa) લઈને કાર્યવાહી તેજ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, યુપી ATSએ (UP ATS) ત્રણ જિલ્લાની 473 મકતબોમાં (નાની મદરેસાઓમાં) તપાસ શરૂ કરી દીધી છે. ATSની ટીમ મદરેસાના સંચાલકોની મદરેસાની કુલ સંપત્તિ અને તેમાં આવી રહેલા ફંડિંગ વિશે પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત અન્ય પણ 8 પાસાંઓની તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. યોગી સરકારે (Yogi Government) તપાસના આદેશ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    યુપી ATSએ ઉત્તર પ્રદેશના સહરાનપુર, શામલી અને મુઝફ્ફરનગરની કુલ 473 મદરેસાઓની તપાસ હાથ ધરી છે. થોડા સમય પહેલાં આ મદરેસાઓને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જે બાદ હવે યોગી સરકારે કાર્યવાહી અને તપાસના આદેશ આપ્યા છે. શામલીમાં 190, મુઝફ્ફરનગરમાં 165 અને સહરાનપુરમાં 118 મદરેસાઓ તપાસના દાયરામાં છે. તપાસ માટે જિલ્લા અલ્પસંખ્યક અધિકારીઓ પાસેથી પણ રેકોર્ડ માંગવામાં આવ્યા છે. આ પહેલાં પણ યુપી ATSની ટીમોએ અનેક મદરેસાઓમાં તપાસ હાથ ધરી હતી. જે બાદ ફરીથી અનેક ફરિયાદો સામે આવતા હવે યોગી સરકારે કડક તપાસના આદેશ આપ્યા હોવાનું કહેવાય રહ્યું છે. હાલ પણ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    ફંડિંગ અને સંપત્તિ વિશેની મેળવવામાં આવી રહી છે માહિતી

    મંગળવારે (29 ઑક્ટોબર) સાંજે અને બુધવારે પણ આ રીતે જ ATSની ટીમોએ કાર્યવાહી તેજ કરી હતી. મંગળવાર-બુધવારે ATSની વિવિધ ટીમો સદસ્ય નગર અને દેહાતની મદરેસાઓમાં પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ATSની ટીમે મદરેસામાં ભણતા બાળકોની સંખ્યા, મદરેસાના સંચાલકનું નામ અને મદરેસા ચલાવવા માટેના આવકના સ્ત્રોતો વિશેની માહિતી માંગી હતી. એક મદરેસા સંચાલકે મીડિયાને જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે લગભગ 4 કલાકે તેઓ બહાર ગયા હતા અને પરત ફરતી વખતે બે યુવકો મદરેસામાં આવ્યા હતા. તેમણે પૂછપરછ કરી હતી અને તેમને તમામ જાણકારી આપવામાં આવી હતી.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, યુપી ATSની ટીમોએ મકતબની તપાસ હાથ ધરી છે. મકતબને નાની મદરેસા તરીકે ઓળખવામાં આવે છે. અહીં નાના બાળકોને દીની તાલીમ અને ઇસ્લામી અભ્યાસ કરાવવામાં આવે છે. મોટી સંખ્યામાં ગામના નાના-નાના મકાનોમાં પણ આવી મદરેસાઓ ચાલતી હોય છે, જેને લઈને હવે યોગી સરકારે તપાસના આદેશ આપ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં