Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆતિફ અને ઝીશાનના ત્રાસથી ત્રણ હિંદુ બાળાઓએ ભણતર છોડયું, મદરેસામાં ભણવા કરતા...

  આતિફ અને ઝીશાનના ત્રાસથી ત્રણ હિંદુ બાળાઓએ ભણતર છોડયું, મદરેસામાં ભણવા કરતા હતા દબાણ: 6 લોકો સામે ફરિયાદ દાખલ

  ઉત્તરપ્રદેશના ઉન્નાવની ઘટના, છ મહિનાથી ત્રાસનો સામનો કરતો પીડિત પરિવાર.

  - Advertisement -

  ઉન્નાવમાં કટ્ટરવાદીઓના ત્રાસથી ત્રણ હિંદુ બાળાએ ભણતર તજ્યું હોવાની ખબરો સામે આવી છે. બહેનોનું કહેવું છે કે આરોપી તેમને મદરેસામાં ભણવા માટે દબાણ કરતા હતા. બીજી તરફ, તેઓ તેમને શાળાના ગણવેશ પહેરવાથી પણ રોકતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ રસ્તામાં અશ્લીલ હરકતો કરતા હોવાના અને તેમના પિતાના ફોન પર બિભીત્સ મેસેજ મોકલતા હોવાના પણ આરોપ લાગ્યા છે. આરોપીઓએ અમારા વિસ્તારમાં રહેવું હોય તો અમારી જેમ રહેવું પડશે અને મદ્રેસામાં જ ભણવું પડશે તેમ કહીને ધમકી આપતા હોવાનું પણ પીડિતોએ જણાવ્યું હતું.

  અહેવાલો અનુસાર આ મામલો મૌરવાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતાના પિતાનું કહેવું છે કે તેઓ છેલ્લા 6 મહિનાથી આ લોકોના ત્રાસનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “પહેલાં અમે આ બાબતની ફરિયાદ ગામના વડાને કરી, પરંતુ કોઈ ફાયદો થયો નથી. 17 સપ્ટેમ્બરે પરિવાર સાથે તાલુકાના ડીએમ અપૂર્વ દુબેએ આ બાબતે ફરિયાદ કરી હતી. ત્યારબાદ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 19મી સપ્ટેમ્બરે બંનેને નજીવા ચલણ આપ્યા બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારથી તેઓએ મારા પરિવારનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ઘરની બહાર આવીને અમારી સાથે દુર્વ્યવહાર કરે છે.”

  અહેવાલોમાં ઉલ્લેખ અનુસાર બુધવારે જ્યારે પીડિત પરિવાર એસપીને ફરિયાદ કરવા આવ્યા ત્યારે તેઓ મળી શક્યા ન હતા. બાળકીઓના પિતાના કહેવા અનુસાર તેઓ એસપીને મળશે અને તેમની દીકરીઓની સુરક્ષા માટે મદદ માંગશે. પીડિતની મોટી પુત્રીએ જણાવ્યું કે તે તેના માતા-પિતા અને બે બહેનો સાથે રહે છે. તે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. એક નાની બહેન ધોરણ 8 માં અને બીજી નાની બહેન ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ઘરમાં ઝઘડાને કારણે પપ્પાએ ગામથી 1 કિલોમીટર દૂર ઘર બનાવ્યું હતું. પરિવાર ફેબ્રુઆરીથી ત્યાં રહે છે. તેણે જણાવ્યું કે જ્યાં તેમનું ઘર બનેલું છે તે મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના 3 મુસ્લિમ યુવકોએ અમારા માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે.

  - Advertisement -

  વધુમાં પીડિતાએ કહ્યું કે જ્યારે તે ત્રણેય બહેનો સ્કૂલે જાય છે ત્યારે મુસ્લિમ યુવકો રસ્તામાં પોતાની કાર લઈને ઉભા રહે છે. તેઓ અમારો રસ્તો રોકીને અશ્લીલ હરકતો કરે છે. તેણે કહ્યું કે આ છોકરાઓએ તેનો હાથ પણ પકડ્યો હતો. આ ત્રણેય યુવકો દરરોજ હેરાન કરે છે. તેઓ કહે છે કે મુસ્લિમ સ્ત્રીઓ જેવા વસ્ત્રો પહેરો અને મદરેસામાં ભણવા જાઓ નહીંતર તમારા લોકોનું જીવવું મુશ્કેલ કરી નાંખીશું. કટ્ટરવાદીઓએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વાતો સામે આવી રહી છે.

  બાળકીઓના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીઓ મુસ્લીમોના ડરથી ઘરની બહાર નથી નીકળતી. દીકરીઓએ તેમની શાળા પણ છોડી દીધી છે. તેમણે કહ્યું કે તેમની દીકરીઓના શિક્ષણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. મુસ્લિમો તેમની સામે તેમની દીકરીઓને હેરાન કરે છે. ગામલોકો પણ તેમને કશું કહેતા નથી. પોલીસ પણ કાર્યવાહી કરતી નથી. તેમણે કહ્યું કે તેમને અધિકારીઓને મળવા દેવાયા નથી. બીજી તરફ, સીઓ પૂર્વા વિક્રમજીત સિંહે જણાવ્યું કે પીડિતાની માતા તરફથી અરજી આપવામાં આવી છે. જેના આધારે મોરવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં