Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોરોના સંક્રમિત હોવા છતાં જનતા વચ્ચે જવા બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે...

    કોરોના સંક્રમિત હોવા છતાં જનતા વચ્ચે જવા બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ, ભાજપ નેતાએ પ્રોટોકોલ તોડવાનો લગાવ્યો આરોપ

    પોતે કોરોના સંક્રમિત હોવાનું જાહેર કર્યું હોવા છતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જ્યારે વર્ષા છોડીને માતોર્શ્રી જવાનું શરુ કર્યું ત્યારે તેઓ જાહેર જનતા વચ્ચે આવી ગયા હતા. આ મામલે ભાજપના નેતા તજીન્દર બગ્ગાએ ફરિયાદ કરી છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટી નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોવિડ પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસને આ મામલે FIR દાખલ કરવા માટે વિનંતી કરી છે. 

    તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ કહ્યું કે, “આજે સવારથી ટીવી ચેનલોમાં સમાચાર આવી રહ્યા હતા કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ છે. જે બાબતની પુષ્ટિ પહેલાં કોંગ્રેસ નેતા કમલનાથે કરી અને પછી ઉદ્ધવ ઠાકરે લાઈવ આવ્યા ત્યારે તેમણે પણ કહ્યું કે તેઓ કોરોના સંક્રમિત હોવાના કારણે ફેસબુક લાઈવ કરી રહ્યા છે.”

    ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેમણે આગળ કહ્યું કે, “પરંતુ થોડીવાર પછી આપણે જોયું કે કઈ રીતે ઉદ્ધવ ઠાકરે જનતાની વચ્ચે આવી ગયા. તેમણે ન માત્ર કોવિડ પ્રોટોકોલ તોડ્યો, જે કહે છે કે જે કોરોના દર્દી હોય તે પબ્લિકમાં નહીં આવી શકે. પરંતુ તેમણે મહારાષ્ટ્રની જનતાનો જીવ પણ જોખમમાં નાંખ્યો. જેથી મુંબઈ પોલીસને અપીલ છે કે કોરોના પ્રોટોકોલ તોડવાના ગુના બદલ તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે અને નિયમ અનુસાર જે જરૂરી કાર્યવાહી હોય તે કરવામાં આવે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફેસબુક લાઈવના માધ્યમથી ઉદ્ધવ ઠાકરેએ પોતે રાજીનામું આપવા પણ તૈયાર છે તેવું એલાન કર્યા બાદ રાત્રે મુખ્યમંત્રીનું અધિકારીક નિવાસસ્થાન ‘વર્ષા બંગલો’ ખાલી કરી નાંખ્યું હતું. તેઓ પરિવાર સાથે ત્યાંથી ‘માતોશ્રી’ જવા માટે રવાના થયા હતા, જે તેમનું મૂળ નિવાસસ્થાન રહ્યું છે. જેના કેટલાક વિડીયો પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. 

    વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે ઘરની બહાર આવે છે ત્યારે ત્યાં હાજર તેમના સમર્થકોની ભીડ નારાબાજી કરે છે. આ ભીડ વચ્ચે ઉદ્ધવ ઠાકરે પણ જોવા મળે છે. જ્યારે કોરોના પ્રોટોકોલ અનુસાર, કોરોનાથી સંક્રમિત હોય તેવી વ્યક્તિ જાહેરમાં જઈ શકતી નથી અને તેણે આઇસોલેશનમાં રહેવું પડે છે. 

    ગઈકાલે બપોરે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રમાં હાલ ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા કમલનાથે સૌપ્રથમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત હોવાની જાણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહારાષ્ટ્રના વર્તમાન ઘટનાક્રમો અંગે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પણ જવાના હતા પરંતુ તેઓ કોરોના સંક્રમિત થઇ ગયા હોવાના કારણે તેઓ જઈ શક્યા નહીં. 

    બીજી તરફ, આસામમાં રોકાયેલા શિવસેનાના બાગી ધારાસભ્યોની સંખ્યા વધતી જ જાય છે. દરમિયાન આજે સવારે અન્ય ત્રણ શિવસેના ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા. જેની સાથે એકનાથ શિંદે પાસે સંખ્યાબળ વધુ મજબૂત થયું છે. જોકે, આ તરફ મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોના સંક્રમિત છે. તેથી એકનાથ શિંદે તેમને પત્ર લખીને કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાની પાસે વધુ સંખ્યાબળ હોવાનો દાવો કરી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં