Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટયુએઈએ ચાર મહિના માટે ભારતીય ઘઉંની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ: NDTVના સમાચાર...

  યુએઈએ ચાર મહિના માટે ભારતીય ઘઉંની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ: NDTVના સમાચાર પર લિબરલ ગેંગ સમજ્યા વિના મંડી પડી, અહીં જાણો શું છે સમગ્ર મામલો

  વર્તમાન સરકારને નફરત કરતાં કરતાં દેશ વિરોધી સમાચારો પર ખુશ થતાં લિબારલો પોતાની સમજ શક્તિ જ ખોઈ બેઠા છે.

  - Advertisement -

  સંયુક્ત આરબ અમીરાતે (UAE) ગઈકાલે એક મોટો નિર્ણય લેતાં ભારતથી આયાત કરેલા ઘઉંની અને ઘઉંના લોટની અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાંના અર્થવ્યવસ્થા મંત્રાલયે ઘઉંના વૈશ્વિક વેપારની સ્થિતિનો હવાલો આપીને આગામી ચાર મહિના સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. 

  અહીં નોંધવું જોઈએ કે ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. યૂએઈના આ નિર્ણયને લઈને ન્યૂઝ એજન્સી રોયટર્સે એક સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેને વામપંથી એજન્ડા ચલાવવા માટે જાણીતી ચેનલ NDTVએ ટ્વિટ કર્યા હતા. અને પછી એ જ થયું જે દર વખતે થતું આવ્યું છે. સમાચાર જાણ્યા વગર જ કથિત લિબરલો, વામપંથીઓ અને ઇસ્લામવાદીઓ મોદી સરકારને ભાંડવામાં મચી પડ્યા હતા. કોઈએ ‘આયાત’ અને ‘નિકાસ’ વચ્ચેનો ભેદ સમજવાના પણ પ્રયત્ન કર્યા ન હતા. NDTVએ ટ્વિટ કરીને જણાવ્યું હતું, “બ્રેકિંગ: યુએઈ ભારતીય ઘઉંની નિકાસ ચાર મહિના સુધી બંધ કરશે.”

  જે બાદ તરત જ લિબરલ વામપંથીઓએ આંધળી દોટ મૂકી હતી. એ જ ક્રમમાં મિસ્ટર ખાન નામના એક ટ્વિટર યુઝરે શ્રીલંકા સંકટ તરફ ઈશારો કરતા કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં ભારતની સ્થિતિ પણ શ્રીલંકા જેવી જ થવાની છે.” જેની ઉપર પલટવાર કરતા સીમા ગુપ્તા નામની એક યુઝરે કહ્યું કે, મૂર્ખ ધર્મ ‘નિકાસ’ અને ‘આયાત’ વચ્ચેનો ફેર પણ નથી સમજતો.

  - Advertisement -

  આ જ રેસમાં કૂદતાં જસપ્રીતસિંહ નામના એક યુઝરે કહ્યું કે, “લાગે છે કે આપણા વિદેશી સબંધોનો સત્યનાશ કરીને જ માનશે.”

  @AffuRida નામના યુઝરે પણ આ જ આંધળી રેસમાં જોડાઈને કહ્યું કે જે દિવસે અરબ ભારતને અપાતો તેલ અને ગેસનો સપ્લાય બંધ કરી દેશે તે દિવસે આખો દેશ એક મહિના માટે થંભી જશે.

  (તસ્વીર સાભાર: મદ્રાસીનું ટ્વિટર અકાઉન્ટ)

  આટલું જ નહીં, કથિત લિબરલ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ આ સમાચારને સમજ્યા વિના જ ટ્વિટ કરવા માંડ્યું હતું. તેણે લખ્યું, “નફરતની આંતરરાષ્ટ્રીય આર્થિક અસરોમાં આપનું સ્વાગત છે,” 

  તસ્વીર સાભાર: રિચા ચઢ્ઢાનું ટ્વિટર અકાઉન્ટ)

  રિચા ચઢ્ઢાના આઈક્યૂ પર સવાલ ઉઠાવતા ફારાગો અબ્દુલ્લા નામના યુઝરે કહ્યું કે આઈક્યુના આ સ્તરથી અભિનેત્રી રાહુલ ગાંધીની હરીફ બની શકે છે.

  એનડીટીવીના ટ્વીટને સમજ્યા વિના જ હરનીત સિંહ નામની યુઝરે સરકાર પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે આપણે ત્યાં બુલડોઝર ક્યારે મોકલીએ છીએ.

  તસ્વીર સાભાર: હરનીત સિંહનું ટ્વિટર અકાઉન્ટ)

  ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં ઘઉંની માંગ વધી છે. આ ક્રમમાં, ભારતે 14 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, પહેલાથી જ જારી કરાયેલા લેટર્સ ઓફ ક્રેડિટ (LCs) દ્વારા સમર્થિત અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા દેશોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. UAE સરકારના આદેશ અનુસાર, ચાર મહિના માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને 13 મે પહેલા UAE લાવવામાં આવેલા ભારતીય ઘઉંની નિકાસ અથવા ફરીથી નિકાસ કરવા ઈચ્છતી કંપનીઓએ પહેલા અર્થતંત્ર મંત્રાલયને અરજી કરવી પડશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં