Wednesday, June 25, 2025
More
    હોમપેજદેશમુંબઈ એરપોર્ટ પરથી બે ઇસ્લામી આતંકીઓની ધરપકડ: ઈન્ડોનેશિયાથી ભારત આવતા જ NIAએ...

    મુંબઈ એરપોર્ટ પરથી બે ઇસ્લામી આતંકીઓની ધરપકડ: ઈન્ડોનેશિયાથી ભારત આવતા જ NIAએ દબોચ્યા, પુણે ISIS મોડ્યુલમાં હતી સંડોવણી

    NIAની તપાસ મુજબ અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાન પુણેના કોંઢવા વિસ્તારમાં ભાડે રાખેલા મકાનમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) બનાવવાની પ્રવૃત્તિમાં સામેલ હતા. 2022 અને 2023 દરમિયાન તેમણે આ મકાનમાં બૉમ્બ બનાવવાની તાલીમ અને વર્કશોપનું આયોજન કર્યું હતું.

    - Advertisement -

    રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) પુણે ISIS સ્લીપર મોડ્યુલ કેસમાં (Pune ISIS Sleeper Module Case) બે ફરાર આતંકીઓ (Terrorists), અબ્દુલ્લા ફૈયાઝ શેખ (Abdullah Faiyaz Shaikh) ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા લિયાકત ખાનની (Talha Liyakat Khan) મુંબઈના (Mumbai) છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ બંને આતંકવાદીઓ છેલ્લાં બે વર્ષથી ફરાર હતા અને ઈન્ડોનેશિયાના જાકાર્તામાં છુપાયેલા હતા. NIAએ આ ધરપકડને ભારતની આંતરિક સુરક્ષા માટેની એક મોટી સફળતા ગણાવી છે. આ ઘટના 17 મે, 2025ના રોજ બની હતી. બંને આરોપીઓ જાકાર્તાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમને દબોચી લેવાયા.

    17 મે, 2025ના રોજ મોડી રાત્રે બ્યુરો ઑફ ઈમિગ્રેશનના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 પર અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાનને પકડ્યા હતા. તે સમયે તેઓ જાકાર્તાથી ભારત પરત ફર્યા જ હતા. NIAએ આ બંનેની તાત્કાલિક ધરપકડ કરી અને તેમને કસ્ટડીમાં લીધા હતા. બંને આરોપીઓ સામે મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યાં હતાં અને તેમની માહિતી આપવા પર ₹3 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

    18 મે, 2025ના રોજ NIAએ બંને આરોપીઓને મુંબઈની સ્પેશ્યલ NIA કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમને 27 મે, 2025 સુધી 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. NIAએ 15 દિવસની કસ્ટડીની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 10 દિવસની મંજૂરી આપી હતી. NIA હાલમાં બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તપાસ હજુ ચાલુ છે અને NIA અન્ય સંભવિત સંડોવણીઓની પણ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    શું હતો પુણેનો તે કેસ?

    પુણે ISIS મોડ્યુલ કેસની શરૂઆત જુલાઈ 2023માં થઈ હતી, જ્યારે પુણે પોલીસે વાહન ચોરીના આરોપમાં મોહમ્મદ ઈમરાન ખાન અને મોહમ્મદ યુનુસ સાકીની ધરપકડ કરી હતી. આ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, આ બંને શખ્સો ISIS સાથે સંકળાયેલા હતા અને પુણેમાં એક સ્લીપર સેલ ચલાવી રહ્યા હતા. તપાસ આગળ વધતા ATSએ કેસનો હવાલો સંભાળ્યો હતો અને ત્યારબાદ 8 ઓગસ્ટ, 2023ના રોજ આ કેસ NIAની એન્ટ્રી થઈ હતી.

    NIAની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મોડ્યુલના સભ્યો ભારતમાં આતંકવાદી હુમલાઓનું ષડયંત્ર રચી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ દેશની શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવનાને ખલેલ પહોંચાડવાનો હતો, જેના દ્વારા તેઓ ISISના એજન્ડાને આગળ વધારી ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપવા માગતા હતા. આ ષડયંત્રમાં 10 આરોપીઓ સામેલ હતા, જેમાંથી આઠ પહેલેથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. જ્યારે હવે ફરાર થયેલા આ બંને આરોપીઓ પણ ઝડપાઈ ચૂક્યા છે.

    બંને આતંકીઓની શું હતી ભૂમિકા?

    NIAની તપાસ મુજબ અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાન પુણેના કોંઢવા વિસ્તારમાં ભાડે રાખેલા મકાનમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) બનાવવાની પ્રવૃત્તિમાં સામેલ હતા. 2022 અને 2023 દરમિયાન તેમણે આ મકાનમાં બૉમ્બ બનાવવાની તાલીમ અને વર્કશોપનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત તેમણે એક નિયંત્રિત વિસ્ફોટ પણ કર્યો હતો, જેનો હેતુ તેમના બનાવેલા IEDનું પરીક્ષણ કરવાનો હતો.

    અબ્દુલ્લા શેખ ડાયપરના વેપાર સાથે સંકળાયેલો હતો અને તલ્હા ખાન એક આઈટી પ્રોફેશનલ હતો. બંનેએ આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પરિવારોની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમનાં ઠેકાણાં વિશે કોઈ માહિતી મળી ન હતી. ATSએ બંનેની ધરપકડ માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યું હતું, જેને NIAએ પણ ફરીથી જારી કર્યું હતું. આ સાથે જ બંનેને ભાગેડુ પણ જાહેર કરાયા હતા.

    આ બંને આતંકીઓ સિવાય બાકીના 8 આતંકીઓની પહેલાં જ ધરપકડ થઈ ચૂકી હતી. જેમાં મોહમ્મદ ઈમરાન ખાન, મોહમ્મદ યુનુસ સાકી, અબ્દુલ કાદિર પઠાણ, સીમાબ નસીરુદ્દીન કાઝી, ઝુલ્ફિકાર અલી બરોડાવાલા, શામિલ નાચન, આસિફ નાચન અને શાહનવાઝ આલમનો સમાવેશ થાય છે. NIAએ આ કેસમાં તમામ 10 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં બંને તાજેતરના આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં