Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ10% મુસ્લિમો PFI માં જોડાઓ, કાયર બહુસંખ્યકો (હિંદુ)ને તેમના ઘૂંટણ પર લાવીને...

    10% મુસ્લિમો PFI માં જોડાઓ, કાયર બહુસંખ્યકો (હિંદુ)ને તેમના ઘૂંટણ પર લાવીને ઇસ્લામ કબુલ કરાવડાવો: બિહારમાં ચાલી રહી હતી ‘ઇસ્લામિક શાસન’ તાલીમ

    બિહારમાં PFI દ્વારા 1947 સુધીમાં ભારતને એક ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાના ભાગરૂપે ચાલી રહેલી પ્રવૃત્તિનો પર્દાફાશ બિહાર પોલીસે કર્યો છે અને બે વ્યક્તિઓની આ મામલે ધરપકડ કરી છે.

    - Advertisement -

    બિહારમાં ચાલી રહી હતી ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની રણનીતિ. બિહારની પટના પોલીસે ફુલવારી શરીફથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ 2 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝ તરીકે થઈ છે. આ બંને માર્શલ આર્ટ શીખવવાના નામે યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા. આ બન્ને જણા યુવાનોને ઘાતક હથિયાર કેવીરીતે ચલાવવા તે શીખવતા હતા. તેમનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને મુસ્લિમ દેશ બનાવવાની ગતિવિધિ બિહારમાં ચલાવવાનો હતો.

    ફુલવારી શરીફના એએસપી મનીષ કુમાર સિન્હાએ આ અંગે જણાવ્યું હતું કે, “ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 2 મહિનાથી લોકો તેને મળવા માટે અલગ-અલગ જગ્યાએથી આવતા હતા અને તેમની ટિકિટ અને હોટલ અન્ય નામથી બુક કરાવતા હતા.

    તેમણે માહિતી આપી હતી કે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે લોકોમાં મોહમ્મદ જલાલુદ્દીન ઝારખંડ પોલીસનો ભૂતપૂર્વ સબ-ઇન્સ્પેક્ટર રહી ચૂક્યો છે, જ્યારે અતહર પરવેઝ આતંકવાદી સંગઠન સિમીનો સભ્ય રહી ચૂક્યો છે અને હાલમાં PFI-SDPI સાથે સંકળાયેલો છે. તેઓ સાથે મળીને એક સંસ્થા ચલાવતા હતા. આ સંગઠન દ્વારા તે અભણ અને ભટકી ગયેલા યુવાનોને સંપર્કમાં લઈ આતંકવાદી ગતિવિધિઓની તાલીમ આપતો હતો.

    - Advertisement -

    ટ્રેનિંગમાં તે માર્શલ આર્ટ અને ફિઝિકલ એજ્યુકેશનના નામે તલવારો અને છરીઓ ચલાવતા શીખવતો હતો. આ સિવાય તેઓ ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે તેમનું બ્રેઈનવોશ કરતા હતા. પોલીસે જણાવ્યું છે કે તેમની પાસે માત્ર સાક્ષીઓ જ નથી પરંતુ સીસીટીવી ફૂટેજ પણ છે. આ સાથે જ અતહર પરવેઝનો ભાઈ પણ 2001-02માં બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ જઈ ચૂક્યો છે.

    એએસપી મનીષના જણાવ્યા અનુસાર પોલીસને તેમની પાસેથી 8 પાનાનો દસ્તાવેજ મળી આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાજ્ય બનાવવાનો હતો. આ દસ્તાવેજોમાં એવું લખવામાં આવ્યું હતું કે PFI માને છે કે જો 10 ટકા મુસ્લિમ વસ્તી તેમની સાથે જોડાય છે, તો તેઓ કાયર બહુમતીને ફરીથી તેમના ઘૂંટણિયે લાવશે અને તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા મજબુર કરશે.

    હવે પોલીસ તેમના પાકિસ્તાની કનેક્શનને શોધી રહી છે. આ ઉપરાંત વધુ તપાસ માટે EDની મદદ પણ લેવામાં આવશે. પોલીસને શંકા છે કે પાકિસ્તાન તેમને ટ્રેનિંગ માટે પૈસા આપતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો પાસે 14, 30 અને 40 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ છે. પોલીસને જાણવા મળ્યું છે કે તેમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને કેરળમાંથી પણ ફંડ મળતું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં