Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટThe Kerala Story ને સેન્સર બોર્ડમાં A સર્ટિફિકેટ મળ્યું: પૂર્વ CMના ઇન્ટરવ્યૂ...

    The Kerala Story ને સેન્સર બોર્ડમાં A સર્ટિફિકેટ મળ્યું: પૂર્વ CMના ઇન્ટરવ્યૂ સહિત કુલ દસ જેટલા સીન પર કાતર ફેરવવામાં આવી, કેરળમાં યુવતીઓના ધર્માંતરણ પર આધારિત છે ફિલ્મ

    ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્દેશક સુદીપ્તો સેને ટ્વીટ કરીને કેરળના લોકોને વિનંતી કરી હતી કે પહેલા આ ફિલ્મ જુઓ અને પછી જ કોઈ પ્રતિક્રિયા આપો. તેમણે આ ફિલ્મ વિશે ડિબેટ કરવાની પણ તૈયારી બતાવી હતી

    - Advertisement -

    આગામી 5 મેએ રિલીઝ થનારી હિંદી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ મળ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડે કથિત રીતે નિર્માતાઓને ફિલ્મમાંથી દસ જેટલા દ્રશ્યો કાઢી નાખવા અથવા તેમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. દસમાંથી એક સીનમાં કેરળના પૂર્વ મુખ્યમંત્રીનો ઇન્ટરવ્યૂ છે જે સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદન હોવાનું કહેવાય છે.

    રિપોર્ટ અનુસાર, આ ઇન્ટરવ્યૂમાં પૂર્વ સીએમ જણાવે છે કે કેરળ આગામી બે દાયકામાં મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં યુવાનો ઇસ્લામ ધર્મ અપનાવવા પ્રેરાયા છે. પૂર્વ સીએમનો આ ઇન્ટરવ્યૂ ફિલ્મના અંતમાં 26 સેકન્ડ સુધી ચાલે છે જે સંપૂર્ણ કાઢી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘ધ કેરાલા સ્ટોરી’ને સેન્સર બોર્ડ દ્વારા એ સીનમાં પણ ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે જેમાં મહિલાઓ માટે અભદ્ર શબ્દનો પ્રયોગ થયો છે.

    આ ઉપરાંત, CBFCએ એ દ્રશ્ય કાઢવા કહ્યું છે જેમાં હિંદુ દેવી-દેવતાઓ માટે અયોગ્ય સંવાદો અને સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ધ કેરાલા સ્ટોરી’માં એક સંવાદ છે કે ‘ભારતીય સામ્યવાદીઓ સૌથી મોટા પાખંડી છે’ અને આ સંવાદમાંથી ‘ભારતીય’ શબ્દ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. ફિલ્મના અંતમાં રમીઝ અને અબ્દુલ વિશે કેટલીક માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં બોર્ડની સૂચના પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે.

    - Advertisement -

    ‘ધ કેરાલા સ્ટોરી’ શા માટે વિવાદમાં છે?

    નવેમ્બર 2022માં ‘ધ કેરાલા સ્ટોરી’નું ટીઝર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ વિવાદમાં છે. આ ફિલ્મનું એક પાત્ર શાલિની ઉન્નીકૃષ્ણન ઉર્ફે ફાતિમા બા કહે છે કે, કેરળમાં ઇસ્લામિક સ્ટેટ (IS) આતંકી જૂથ દ્વારા 32,000 મહિલાઓની ભરતી કરવામાં આવી હતી અને તે એમાંથી એક હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કેરળમાં મુસ્લિમ યુવકોને તાલીમ આપીને હિંદુ-ખ્રિસ્તી યુવતીઓને ફસાવવામાં આવે છે અને તેમનું ઇસ્લામી ધર્માંતરણ કરાવીને ISIS પાસે સીરિયા મોકલી દેવામાં આવે છે. ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતા વિપુલ શાહનું કહેવું છે કે, આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.

    જોકે, આ ફિલ્મની વાર્તાને પગલે વિવાદ ઊભો થયો છે. કેરળ સરકાર અને વિપક્ષના નેતાઓએ રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. CPM અને કોંગ્રેસ નથી ઈચ્છતી કે આ ફિલ્મ રાજ્યમાં રિલીઝ થાય. જોકે, ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે, દર્શકો છેવટે ઓટીટી પર આ ફિલ્મ જોઈ લેવાના છે, તેના કરતાં તો ફિલ્મ થિએટરમાં રિલીઝ થાય એ યોગ્ય છે.

    ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્દેશક સુદીપ્તો સેને ટ્વીટ કરીને કેરળના લોકોને વિનંતી કરી હતી કે પહેલા આ ફિલ્મ જુઓ અને પછી જ કોઈ પ્રતિક્રિયા આપો. તેમણે આ ફિલ્મ વિશે ડિબેટ કરવાની પણ તૈયારી બતાવી હતી અને જણાવ્યું હતું કે તેમની ટીમે આ વિષય પર ફિલ્મ બનાવવા માટે 7 વર્ષ મહેનત કરી છે.

    વિરોધ વચ્ચે કેરળમાં મુસ્લિમ યુથ લીગે 32,000 મલયાલી મહિલાઓને IS દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવી છે તે સાબિત કરનારને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

    બીજી તરફ, CBFC કમિટીએ ફિલ્મના ટીઝરમાં જે આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લગતાં ડોક્યુમેન્ટ્સ ફિલ્મના નિર્માતાઓ સબમિટ કરવા જણાવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં