કોંગ્રેસ શાસિત તેલંગાણાના પાટનગર હૈદરાબાદની પોલીસે હોળી પર ઉજવણી કરતા હિંદુઓને ‘જેની ઈચ્છા ન હોય એવા વ્યક્તિઓ, સ્થળો અને વાહનો’ પર રંગો કે રંગીન પાણી ન ફેંકવાનો આદેશ આપતી નોટિસ જારી કર્યા બાદ એક મોટો વિવાદ ઉભો થયો છે. આ આદેશમાં રસ્તાઓ અને જાહેર સ્થળોએ સમૂહમાં બાઇક અને અન્ય વાહનો ચલાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
11 માર્ચ, 2025ના રોજ જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “હૈદરાબાદ શહેરમાં જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોએ અનિચ્છુક વ્યક્તિઓ, સ્થળો અને વાહનો પર રંગ અથવા રંગીન પાણી ફેંકવું અથવા અનિચ્છુક લોકો પર રંગ નાખવો, જેનાથી ઉપદ્રવ થાય; રસ્તાઓ અને જાહેર સ્થળોએ જૂથોમાં ટુ-વ્હીલર અને અન્ય વાહનોની અવરજવર કરવી, જેનાથી શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચે અને જનતાને અસુવિધા અને જોખમ સર્જે, પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. હોળી ઉત્સવ-2025ની ઉજવણી સંદર્ભે આ આદેશ 13-3-1025ના રોજ સાંજે 6 વાગ્યાથી 15-2-2025 ના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.”

હૈદરાબાદ પોલીસ કમિશનર સી.વી. આનંદ દ્વારા જારી કરાયેલી નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “જનતાને સૂચિત કરવામાં આવે છે કે ઉપરોક્ત આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે હૈદરાબાદ શહેર પોલીસ, અધિનિયમ 1348 ફાસ્લીની કલમ 76 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.”
નોંધનીય છે કે, હૈદરાબાદ શહેર પોલીસ અધિનિયમ 1348 ફાસ્લીની કલમ 76માં ઉલ્લેખ છે કે જે કોઈ વ્યક્તિ હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલ કોઈપણ નિર્દેશનું ઉલ્લંઘન કરે છે અથવા તેનું પાલન કરવાનો ઇનકાર કરે તો તેને ₹50 સુધીનો દંડ અને/અથવા આઠ દિવસ સુધીની કેદ અથવા બંનેની સજા થઈ શકે છે. કાયદામાં એક મહિના સુધીની કેદ અથવા ₹100 સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે, અન્ય કિસ્સાઓમાં ‘ગુનેગારો’ને ₹100 સુધીનો દંડ થઈ શકે છે.
દરમિયાન, સાયબરાબાદ પોલીસ કમિશનર અવિનાશ મોહંતી દ્વારા પણ આવી જ એક નોટિસ જારી કરવામાં આવી છે જેમાં અધિકારીએ હિંદુઓને અજાણ્યા લોકો, સ્થળો અને વાહનો પર રંગ કે પાણી ફેંકવા અને કાફલામાં વાહનોની અવરજવર સામે ‘ચેતવણી’ આપી છે.
ఈద్ పండుగలకు ఏవీ అడ్డురావు,
— BJP Telangana (@BJP4Telangana) March 12, 2025
ఎలాంటి ఆంక్షలు ఉండవు !
పైగా హస్తం, గులాబీ నేతలే దగ్గరుండి విందులు నిర్వహిస్తరు
హిందూ పండుగలొచ్చినప్పడు మాత్రం
కక్ష లెందుకు? వివక్ష ఎందుకు? pic.twitter.com/aRe8i8UsK6
બીજી તરફ ભાજપે આ સૂચનાઓની ટીકા કરી છે અને સીએમ રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર પર હિંદુઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. તેલંગાણા ભાજપે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ઈદની ઉજવણી કોઈ રોકી શકતું નથી, કોઈ પ્રતિબંધ નથી! ભેદભાવ કેમ?”