તમિલનાડુના (Tamil Nadu) મુખ્યમંત્રી (CM) MK સ્ટાલિન હવે હિન્દી ભાષાના (Hindi language) વિરોધમાં ખુલ્લેઆમ ઉતરી આવ્યા છે. તેમની સરકારે આરોપ લગાવ્યો છે કે, ભાજપ સરકાર તેમના પર ‘હિન્દી થોપવાનું’ કામ કરી રહી છે. આ જ સિલસિલામાં હવે તમિલનાડુના CM સ્ટાલિનનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, જો જરૂર પડશે તો તમિલનાડુ ‘બીજા ભાષાયુદ્ધ (Language War) માટે તૈયાર’ છે. તેમની આ ટિપ્પણી કેન્દ્ર સરકારની ત્રિભાષી નીતિ પર વધતાં વિવાદને લઈને આવી છે.
MK સ્ટાલિનના નેતૃત્વમાં DMKએ સતત કેન્દ્રની ત્રિભાષા નીતિનો વિરોધ કર્યો છે. DMKએ કહ્યું છે કે, તમિલનાડુમાં માત્ર તમિલ અને અંગ્રેજી ભાષા જ ભણાવવામાં આવશે. વધુમાં તેણે આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર રાજ્ય પર હિન્દી થોપવા માંગે છે. DMKએ 1965ના હિન્દીવિરોધી આંદોલનનો હવાલો આપ્યો છે, જે દરમિયાન દ્રવિડ આંદોલનોએ હિન્દી ભાષાનો ભરપૂર વિરોધ કર્યો હતો.
‘અમે ભાષાયુદ્ધ માટે તૈયાર છીએ’- સ્ટાલિન
MK સ્ટાલિને ત્રિભાષી નીતિ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર હિન્દી થોપવાનો પ્રયાસ કરી રહી છે. અમે નિશ્ચિતરૂપે વધુ એક ભાષાયુદ્ધ માટે તૈયાર છીએ.” આ પહેલાં તેમના પુત્ર અને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ હિન્દી ભાષા વિરુદ્ધ ઝેર ઓકયું હતું. તેમણે કહ્યું હતું કે, જે રાજ્યમાં હિન્દી ભાષા ‘થોપવામાં’ આવી છે, ત્યાં તે રાજ્યની માતૃભાષા ખતમ થઈ ગઈ છે.
આ ઉપરાંત તેઓ મોદી સરકાર પર ભાષાયુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવવા લાગ્યા હતા. આ નેતા અગાઉ હિંદુ સનાતન ધર્મ વિશે પણ એલફેલ બોલ્યા હતા અને સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા સાથે સરખાવ્યો હતો. તેમણે સનાતન ધર્મને ખતમ કરવાની વાત સુદ્ધાં કરી નાખી હતી. તે સમયે તેઓ મંત્રી હતા, પરંતુ હવે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે.
અન્નામલાઈએ DMP પર કર્યા પ્રહાર
આ ઘટના બાદ તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈએ DMP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે DMKના બેવડા ધોરણો અને પાખંડ વિશે પણ વાત કરી હતી. તેમણે પ્રતિક્રિયા વ્યક્ત કરતા પૂછ્યું કે, DMK નેતાઓ ત્રિભાષી નીતિ વિરુદ્ધ કેમ છે? જ્યારે તેમના જ બાળકો એવી સ્કૂલોમાં ભણે છે, જ્યાં ઘણીબધી ભાષાઓ ભણાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, “કેટલાક ગુમરાહ લોકોને કાળા રંગનો ડબ્બો લઈને ફરતા જોયા છે, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષી ફોર્મ્યુલાના વિરોધમાં હિન્દી અક્ષરો પર કાળો રંગ લગાવી રહ્યા છે.”
Had seen a few misguided individuals roaming around with a can of black paint, striking Hindi Letters in opposition to the three-language formula in the New National Education Policy. We would humbly suggest that they visit the Enforcement Directorate and Income Tax Office with…
— K.Annamalai (@annamalai_k) February 24, 2025
અન્નામલાઈએ આવા લોકોને ED અને ઇન્કમ ટેક્સ ઓફિસમાં પણ કાળા કલરનો ડબ્બો લઈને જવાની સલાહ આપી છે અને કહ્યું છે કે, તેઓ ભ્રષ્ટ DMK નેતાઓ પાસેથી તે જગ્યાઓનું સરનામું પણ લઈ શકે છે. કારણ કે, તેઓ અવારનવાર તે સ્થળો પર જતાં હોય છે. આ સાથે જ તેમણે DMKને ‘ભ્રમિત મૂર્ખોનો સમૂહ’ ગણાવી દીધી હતી, જેણે પોતાના પરિવાર અને સામાન્ય લોકો માટે અલગ-અલગ ધોરણો રાખ્યા છે.
અન્નામલાઈએ કહ્યું છે કે, “આ લોકો CBSE અને મેટ્રિકુલેશન સ્કૂલ ચલાવે છે, જેમાં ત્રિભાષી વિકલ્પ હોય છે અથવા તો તેઓ તે નક્કી કરે છે કે, તેમના બાળકો અથવા પૌત્ર-પૌત્રીઓ તેવી સ્કૂલોમાં દાખલ થાય.” તેમણે DMK પર પહેલાં પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા અને ત્યારબાદ ત્રિભાષી કાર્યક્રમ વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે સ્ટાલિનને ટેગ કરીને સીધા સવાલ પણ કર્યા છે. તેમણે કહ્યું કે, “જ્યારે DMKના મંત્રીથી લઈને કાઉન્સિલરો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન અપાવે છે, જ્યાં ત્રણથી વધુ ભાષા ભણાવવામાં આવે છે, તો સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે? સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોને ત્રીજી ભાષા શીખવાનો અધિકાર નથી?”
નોંધવા જેવું છે કે, 2019માં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કર્યા બાદ આ વિવાદ શરૂ થયું હતો. નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષા ફોર્મ્યુલાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, માતૃભાષા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષા બાળકોને શીખવવામાં આવવી જોઈએ. ત્રિભાષા નીતિને 1961ની બેઠકમાં ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા કરવામાં આવેલા કરારના પરિણામસ્વરૂપ લાગુ કરવામાં આવી છે. જોકે, હિન્દી કે અંગ્રેજીને હંમેશા બીજી ભાષા તરીકે માત્ર શીખવાની છે. પરંતુ તેમાં પણ સ્ટાલિન ગેંગને ‘જોખમ’ દેખાઈ રહ્યું છે.