Thursday, January 30, 2025
More
    હોમપેજદેશતમિલનાડુની તિરુપરંકુંદ્રમ ટેકરીને લઈને વિવાદ: જૈન ગુફાઓને લીલા રંગે રંગાઈ, વક્ફની જમીન...

    તમિલનાડુની તિરુપરંકુંદ્રમ ટેકરીને લઈને વિવાદ: જૈન ગુફાઓને લીલા રંગે રંગાઈ, વક્ફની જમીન ગણાવીને મુસ્લિમ લીગના સાંસદે ખાધું માંસ; અહીં જ સ્થિત છે હિંદુ મંદિર પણ

    છેલ્લા કેટલાક દિવસોમાં મુસ્લિમ સંગઠનોએ અહીં અનેક વખત પ્રદર્શન કર્યાં છે. જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFI સાથે સંકળાયેલ રાજકીય પક્ષ SDPIનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જમાત જેવાં સંગઠનો પણ આ બાબતમાં કુરબાની આપવા મામલે જીદ પર અડેલાં છે.

    - Advertisement -

    તમિલનાડુના મદુરાઈમાં પવિત્ર તિરુપરંકુન્દ્રમ ટેકરી પર મુસ્લિમ સંગઠનો બકરા અને મરઘાંની કુરબાની આપવાની જીદે ચડ્યા છે. આ ટેકરી ભગવાન મુરુગનનાં 6 ઘરોમાંની એક છે. અહીં એક શિવ મંદિર પણ છે. આ ટેકરી પર આવેલી જૈન ગુફાઓને પણ કટ્ટરપંથીઓએ લીલા કલરથી રંગી દીધી હતી. તેનું નામ ‘સિકંદર પહાડી’ રાખવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે. ભગવાન મુરુગનનો જ્યાં નિવાસ છે એવી પહાડીની મુલાકાત લીધા પછી IUMLના એક સાંસદે માંસાહાર પણ કર્યો હતો. IUML કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે.

    સૌથી તાજેતરનો વિવાદ 21 જાન્યુઆરીના રોજ થયો હતો. મુસ્લિમ લીગના સાંસદ નવાસ કાનીએ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર ઘણા અન્ય લોકો સાથે મુલાકાત લીધી હતી. આ બધાએ સાથે મળીને ત્યાં માંસાહાર પણ કર્યો હતો. તેઓ આ પહાડી પર પ્રાણીઓની કુરબાની આપવા માંગતા લોકોના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા. આ કુરબાની મંદિરથી થોડે દૂર આવેલી દરગાહ પર અપાવાની છે. નવાસ કાનીએ દાવો કર્યો છે કે અહીં વર્ષોથી કુરબાની આપવામાં આવી રહી છે અને હવે તેને રોકવું અયોગ્ય છે. જોકે પોલીસે કહ્યું હતું કે ટેકરીની ટોચ પર કુરબાની આપવાની મનાઈ છે ત્યાં માત્ર ભોજન લઇ જઈ શકાય છે.

    આ પહેલાં 18 જાન્યુઆરી, 2025ના રોજ પણ મુસ્લિમોએ પ્રાણીઓને ટેકરી પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો દરગાહ પાસે પ્રાણીઓની કુરબાની આપીને તેમનું માંસ રાંધવા માંગતા હતા. પરંતુ પોલીસ પ્રશાસને તેમને રોકી લીધા હતા. મુસ્લિમોને અહીં ભેગા કરવા માટે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરવામાં આવી હતી. બાદમાં અહીં હોબાળો પણ થયો હતો. કુરબાનીનો મામલો હજુ પણ વહીવટીતંત્ર પાસે પડતર છે. મુસ્લિમ સાંસદ નવાસ કાનીનું કહેવું છે કે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર ટૂંક સમયમાં કુરબાની આપવાની મંજૂરી આપવામાં આવશે. સાંસદે દાવો કર્યો છે કે દરગાહની જમીન વક્ફ બોર્ડની છે.

    - Advertisement -

    દરમિયાન આ જ ટેકરી પર ઇસ.પૂર્વે બીજી સદીમાં બનેલી જૈન ગુફાઓને લીલા રંગથી રંગવાની ઘટના પણ સામે આવી હતી. આ ગુફાઓમાં બ્રાહ્મી લિપિના શિલાલેખ પણ છે. આ ગુફાઓ ASI દ્વારા સંરક્ષિત છે. ASI અધિકારીઓએ ગુફાઓને લીલો રંગ કરવા મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. હવે આ મામલે તપાસ ચાલી રહી છે. આ ટેકરીનું નામ તિરુપરંકુન્દ્રમથી બદલીને સિકંદર ટેકરી કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ અંગે પણ વિવાદ થઇ ચૂક્યો છે.

    જમાત જેવાં મુસ્લિમ સંગઠનોની જીદ

    છેલ્લા કેટલાક દિવસોમાં મુસ્લિમ સંગઠનોએ અહીં અનેક વખત પ્રદર્શન કર્યાં છે. જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFI સાથે સંકળાયેલ રાજકીય પક્ષ SDPIનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જમાત જેવાં સંગઠનો પણ આ બાબતમાં કુરબાની આપવા મામલે જીદ પર અડેલાં છે. જ્યારે હિંદુઓનું માનવું છે કે ટેકરી પર કુરબાની આપવાનો અર્થ ભગવાન મુરુગનના ઘરમાં કુરબાની આપવી, કારણ કે તેમનું મંદિર તળેટીમાં આવેલી છે. હિંદુઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પહાડીનું નામ બદલવાનો પ્રયાસ અને ત્યાં કુરબાની આપવાની જીદ એ તેમને મંદિર જતા અટકાવવાનો પ્રયાસ છે.

    આ મામલે મદ્રાસ હાઇકોર્ટમાં દરગાહમાં નમાજ રોકવા માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દેતાં કહ્યું કે 30 મિનિટ સુધી નમાજ પઢવામાં કોઈ નુકસાન નથી. અહીં વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. તિરુપરંકુન્દ્રમ ટેકરી હિંદુઓ માટે ખૂબ જ પવિત્ર છે અને ભગવાન મુરુગનનાં છ નિવાસસ્થાનોમાંથી એક છે. હિંદુ ઘણા સમયથી અહીં પૂજા માટે આવે છે. હવે અહીં વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં