Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાના મિત્ર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુને હત્યા કહેનાર અભિનેત્રીની આત્મહત્યા: 'મુવી માફિયા'...

    પોતાના મિત્ર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુને હત્યા કહેનાર અભિનેત્રીની આત્મહત્યા: ‘મુવી માફિયા’ પર સવાલ ઉઠાવવા બદલ મોત?

    ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરનું સંદેહાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. નોંધપાત્ર હકીકત એ છે કે વૈશાલી ઠક્કર સુશાંત સિંહ રાજપૂતની બહુ સારી મિત્ર પણ રહી ચુકી હતી.

    - Advertisement -

    પ્રખ્યાત ટીવી સિરિયલ અભિનેત્રી વૈશાલી ઠક્કરે રવિવારે (16 ઑક્ટોબર 2022) મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સ્થિત તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને વૈશાલી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુશાંત રાજપૂતની મિત્રનું મોત થવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું કહેવાય છે. પરંતુ અંદરખાને મુવી માફિયા પર સવાલ ઉઠાવવા બદલ સુશાંત રાજપૂતની મિત્રનું મોત થયું હોવાની અટકળો પણ ચાલી રહી છે.

    મૃતક વૈશાલી ઠક્કર શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સારી મિત્ર હતી, જ્યારે સુશાંત સિંહની આત્મહત્યાનો મામલો સામે આવ્યો ત્યારે વૈશાલીએ અવાજ ઉઠાવ્યો હતો અને તેને હત્યા ગણાવી હતી. વૈશાલીએ કહ્યું હતું કે સુશાંતનો અસલી કિલર રિયા ચક્રવર્તીની પાછળ છુપાયેલો છે. હવે વૈશાલીની આત્મહત્યા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.

    વૈશાલીએ અભિનેતાના નિધન પર પોસ્ટ શેર કરી હતી . તેમાં લખ્યું હતું, “ના, ના, ના, મારા આંસુઓ નથી અટકી રહ્યા. કોઈ મને કહો કે આ એક સપનું છે. સુશાંત એક અદ્ભુત વ્યક્તિ અને અભિનેતા હતો. મને લાગ્યું કે આપણે હંમેશા મિત્રો રહીશું, કેમ સુશાંત કેમ?”

    - Advertisement -

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી છેલ્લા એક વર્ષથી ઈન્દોરના સાંઈ બાગમાં પોતાના ઘરે હતી. ઘટનાની જાણ થતાં તેજાજી નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ઈન્દોરની એમવોય હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

    પોલીસે વૈશાલીનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. પોલીસને વૈશાલીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી છે, પરંતુ તેમાં શું લખ્યું છે તે હજુ સુધી જાહેર કર્યું નથી. પોલીસ સ્ટેશનના પ્રભારી આર.ડી.કણવાનું કહેવું છે કે મોબાઈલ અને સુસાઈડ નોટમાં લખેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. તેના આધારે આ બાબતનો ખુલાસો કરવામાં આવશે.

    જે પ્રાથમિક સમાચાર આવી રહ્યા છે તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ છે . પોલીસે આ એંગલથી પણ તપાસ શરૂ કરી છે. જો કે, તપાસ અધિકારીઓ અન્ય એંગલને અવગણી રહ્યા નથી.

    વૈશાલી તેના નાના ભાઈ અને પિતા સાથે તેના ઘરે રહેતી હતી. ઘટના સમયે વૈશાલી તેના રૂમમાં સૂતી હતી . જ્યારે તે લાંબા સમય સુધી ઉભી ન થઈ ત્યારે પિતાએ જઈને દરવાજો ખખડાવ્યો, પરંતુ દરવાજો ન ખૂલ્યો. આ પછી તેમણે બારીમાંથી જોયું તો તેણે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું નજરે પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વૈશાલીનો બિઝનેસ છે અને નાનો ભાઈ પણ કોઈ બિઝનેસ સાથે જોડાયેલો છે.

    હાલમાં જ વૈશાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ‘દિલ જીગર નજર ક્યા હૈ, મેં તો તેરે લિયે જાન ભી દે દુ…’ ગીત ગણગણાવી રહી હતી. વીડિયોમાં તે ખુશ દેખાઈ રહી હતી. આ ઘટનાથી તેના ચાહકો અને પરિવારમાં નિરાશા છવાઈ ગઈ છે.

    વૈશાલી ઠક્કર મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે આવેલા મહિધરપુરની હતી. ટીવી સિરિયલોમાં ઓફર મળ્યા બાદ તે વર્ષ 2013માં મુંબઈ આવી ગઈ હતી. થોડા સમય પહેલા તે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રહેવા ગઈ હતી. અને તે છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી.

    નોંધનીય છે કે વૈશાલીએ ગયા વર્ષે એપ્રિલમાં સગાઈ કરી હતી, પરંતુ તેણે એક મહિના પછી સગાઈ તોડી નાંખવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે કેન્યામાં ડેન્ટલ સર્જન, તેના મંગેતર અભિનંદન સિંહ હુંદલ સાથે લગ્ન કરશે નહીં.

    તે સમયે વૈશાલીએ કહ્યું હતું કે તે લગ્નને સ્થગિત કરી રહી છે, કારણ કે એવા સમયે જ્યારે લોકો કોરોના સામે લડી રહ્યા છે, ત્યારે તે કોઈ ઉજવણી કરવા માંગતી નથી. બાદમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર રોકા સેરેમનીનો શેર કરેલો વીડિયો પણ ડિલીટ કરી દીધો હતો. અભિનંદન અને વૈશાલી લોકડાઉન દરમિયાન મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા મળ્યા હતા.

    વૈશાલી ઠક્કરે પોતાની કારકિર્દીની શરૂઆત એન્કરિંગથી કરી હતી. તેણે સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી અભિનયની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેણે વર્ષ 2015 થી 2016 દરમિયાન સંજનાનું પાત્ર ભજવ્યું હતું. તેણીના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને ઘરે ઘરે ઓળખ મળી હતી. તેણે બિગ બોસમાં પણ કામ કર્યું હતું.

    આ પછી વૈશાલીએ ‘યે હૈ આશિકી’માં વૃંદાનો રોલ કર્યો હતો. વૈશાલી ઠક્કરે સસુરાલ સિમર કામાં અંજલિ ભારદ્વાજનું પાત્ર ભજવ્યું હતું . આ નકારાત્મક ભૂમિકા માટે, તેણીને ‘ગોલ્ડન પેટલ એવોર્ડ્સમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    આ સિવાય વૈશાલીએ સુપર સિસ્ટર્સમાં શિવાની શર્મા, વિશ યા અમૃતમાં નેત્રા સિંહ રાઠોડ, મનમોહિનીમાં અનન્યા મિશ્રાની ભૂમિકા ભજવી હતી. વૈશાલી છેલ્લે ટીવી શો ‘રક્ષા બંધન’માં કનક સિંહ ઠાકુરના રોલમાં જોવા મળી હતી.

    સુશાંત સિંહના મૃત્યુ પર વૈશાલીએ કહ્યું હતું કે, “સુશાંતના મૃત્યુ પછી, તેની ડેડ બોડીની તસવીરો થોડા સમય પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને મારા સુધી પણ પહોંચી. મારી તેની તરફ જોવાની હિંમત નહોતી. હું તેના મૃત્યુથી એટલી દુઃખી હતી કે હું બે-ત્રણ દિવસ સુધી રડતી રહી હતી. હું આ સ્વીકારી શકી નહીં. જ્યારે લોકોએ કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે, શરીર પરના નિશાન જુઓ, ત્યારે મેં તે નિશાનો નજીકથી જોયા. મને લાગ્યું કે કંઈક ખોટું છે. પહેલા મુવી માફિયા પર આરોપ લાગતા હતા પરંતુ હવે રિયા ચક્રવર્તીનું સત્ય બહાર આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં