Sunday, March 23, 2025
More
    હોમપેજદેશકેરળના જે મંદિરમાં ગર્ભગૃહ કે મૂર્તિ નહીં, તેના સંરક્ષણ માટે ચિંતિત થઈ...

    કેરળના જે મંદિરમાં ગર્ભગૃહ કે મૂર્તિ નહીં, તેના સંરક્ષણ માટે ચિંતિત થઈ સુપ્રીમ કોર્ટ: કહ્યું- તે અદ્વિતીય, તેને બચાવવું જરૂરી

    મામલાની સુનાવણી સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ આર મહાદેવન અને જસ્ટિસ સંજય કુમારની બનેલી બેંચે કરી હતી. નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે મંદિર પ્રબંધન સમિતિની ચૂંટણી માટે કેરળ હાઈકોર્ટના એક રિટાયર્ડ જજને વહીવટદાર નિયુક્ત કર્યા છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. CJI સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું છે કે, મંદિરો અને તેની સાથે જોડાયેલી સંપત્તિનું સાવચેતીપૂર્વક જતન (Protection of the temple) કરવું જરૂરી છે. કેરળના એક મંદિરના સંચાલનને (Kerala temple dispute) લઈને થયેલા વિવાદમાં સુનાવણી દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. CJI સંજીવ ખન્નાની ખંડપીઠે મંદિરના કુશળ વહીવટ અને ચૂંટણી માટે નિવૃત્ત ન્યાયાધીશની વહીવટકર્તા તરીકે નિમણૂક પણ કરી હતી.

    મંગળવારે (3 ડિસેમ્બર, 2024) આ મામલાની સુનાવણી CJI સંજીવ ખન્ના, જસ્ટિસ આર મહાદેવન અને જસ્ટિસ સંજય કુમારની બનેલી બેંચે કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે મંદિર પ્રબંધન સમિતિની ચૂંટણી માટે કેરળ હાઈકોર્ટના એક રિટાયર્ડ જજને પ્રશાસક નિયુક્ત કર્યા છે.

    સુપ્રીમ કોર્ટે મંદિરના પૌરાણિક અને અદ્વિતીય હોવાના તથ્યને ગંભીરતાથી લીધું હતું. કોર્ટે કહ્યું કે, “મંદિર અને તેની મિલકતોને ખૂબ જ કાળજીપૂર્વક સંરક્ષિત અને સુરક્ષિત રાખવાની જરૂર છે.” સુપ્રીમ કોર્ટે મંદિરમાં 4 મહિનાની અંદર ચૂંટણી કરાવવાનું પણ કહ્યું છે.

    - Advertisement -

    શું હતો આખો મામલો

    આ આખો મામલો કેરળના ઓચિરા મંદિર (Oachira Temple) સાથે જોડાયેલો છે. આ મંદિર કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. તે દેશમાં આ પ્રકારનું એકમાત્ર મંદિર છે. આ મંદિરમાં ગર્ભગૃહ નથી અને કોઈ મૂર્તિ પણ નથી. આ મંદિરમાં પરમબ્રહ્મની પૂજા કરવામાં આવે છે. મંદિર દ્વારા અનેક હોસ્પિટલો અને કોલેજો સંચાલિત કરવામાં આવે છે.

    આ મંદિરના સંચાલન અંગે વિવાદ ચાલ્યો હતો. મંદિરના નિયમો હેઠળ તેને ત્રણ સ્તરે અને વિવિધ સમિતિઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. મંદિરના સંચાલનને લઈને 2006માં નીચલી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે તમામ પક્ષકારોએ મંદિરના સંચાલન માટે એક યોજના રજૂ કરવી જોઈએ અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી મંદિર જૂના નિયમ અનુસાર ચલાવવામાં આવે.

    નીચલી કોર્ટના નિર્ણયને મંદિરના વારસદાર સભ્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેઓએ હાઈકોર્ટ પાસે માંગ કરી હતી કે તેમની ભૂમિકાઓ અને અધિકારોનો નિર્ણય લેવામાં આવે. ત્યાર બાદ 2010માં હાઇકોર્ટે એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક કરી હતી, જોકે તેમને કોઇ સત્તા આપવામાં આવી ન હતી.

    ત્યારબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને મંદિરના સંચાલન માટે યોજના ઘડવાનો આદેશ આપ્યો હતો અને મંદિરના વહીવટકર્તા તરીકે કેરળ હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી હતી. મંદિરની ત્રણ સમિતિઓએ તેમની પરવાનગીથી જ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

    આ પછી 2017માં આ મંદિરના દૈનિક કાર્યને સંભાળતી સમિતિની ચૂંટણી કરવામાં આવી હતી. આ સમિતિને હાઈકોર્ટે 2022માં એક આદેશ દ્વારા ભંગ કરી દેવામાં આવી અને બીજી સમિતિની રચના કરવામાં આવી હતી. આ માટે ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં નહોતું કરાયું. તેની સામે બે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

    સુપ્રીમ કોર્ટે આ પછી સમગ્ર કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “હાઈકોર્ટ દ્વારા નિયુક્ત કારોબારી અને પ્રશાસક સમિતિ દ્વારા મંદિર અને તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓના વહીવટ અને સંચાલન અંગે ગંભીર વિવાદ છે.” સુપ્રીમ કોર્ટે મંદિરની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને કેરળ હાઈકોર્ટના નિવૃત્ત જજ કે. રામકૃષ્ણનને નવા વહીવટકર્તા તરીકે નિયુક્ત કર્યા છે.

    સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વહીવટદાર રામકૃષ્ણન 4 મહિનાની અંદર ચૂંટણી કરાવશે અને મંદિરનો યોગ્ય રીતે વહીવટ કરશે. સુપ્રીમ કોર્ટે તેમને 2 લોકોની નિમણૂક કરવાનો અધિકાર પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે મંદિર સાથે સંકળાયેલા તમામ લોકો નવા વહીવટકર્તાને મદદ કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં