તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના (Supreme Court) મુખ્ય ન્યાયાધીશે હાઇકોર્ટમાં એવા જજ અથવા વકીલો જેમના સગા સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના ન્યાયાધીશ હતા તેમની નિમણૂક ભલામણ દ્વારા રોકવાનો વિચાર રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની (CJI Sanjiv Khanna) આગેવાની હેઠળની કોલેજિયમે (Collegium) તાજેતરમાં વકીલો અને જુનિયર ન્યાયાધીશો સાથે વાત કરી જેઓ હાઇકોર્ટના (High Court) જજ બનવાના સંભવિત ઉમેદવારો છે. આવું પ્રથમવાર થયું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા જજો અને વકીલો સાથે વાતચીત કરી છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, સૂર્યકાંત, હૃષિકેશ રોય અને એ એસ ઓકાની કોલેજિયમે વકીલો અને જુનિયર ન્યાયાધીશો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એક વકીલ વતી કોલેજિયમ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે જેમના માતા-પિતા કે સંબંધીઓ અગાઉ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા હોય તેવા વકીલોની જજ તરીકે ભલામણ ન કરવી જોઈએ. આ પ્રસ્તાવને અન્ય ઘણા વકીલોનું સમર્થન પણ મળ્યું હતું.
In a first, #SupremeCourt collegium starts interacting with lawyers backed for High Court judgeship
— The Times Of India (@timesofindia) December 30, 2024
Read: https://t.co/asZNcLriSC pic.twitter.com/ejms6vcxcI
નોંધનીય છે કે દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ અલ્હાબાદ, બોમ્બે અને રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક પામવા ભલામણ કરાયેલ લોકો સાથે વાતચીત કરી હતી. તથા એવા લોકો જેમને તેમણે હાઇકોર્ટના ન્યાયાધીશ બનવા માટે યોગ્ય માન્યા તેમના નામ 22 ડિસેમ્બરે કેન્દ્રને મોકલ્યા હતા. જોકે આ નામોમાં ભૂતપૂર્વ કે વર્તમાન ન્યાયાધીશોના સંબંધી વકીલોનો કે ન્યાયાધીશોનો ઉલ્લેખ છે કે કેમ એ અંગે કોઈ માહિતી સામે આવી નથી.
‘હાઇકોર્ટમાં આવશે વિવિધતા…’
અહેવાલ અનુસાર કોલેજિયમમાં કેટલાક ન્યાયાધીશો વતી એવું કહેવામાં આવ્યું હતું કે હાઇકોર્ટના ન્યાયાધીશ બનવા માટે કેટલાક લાયક ઉમેદવારો છે જે વર્તમાન અથવા ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશોના નજીકના સંબંધીઓ છે. આવા ઉમેદવારો જો જજ બનવાનું રહેવા દેય તો પણ તેમને કોઈ નુકસાન થશે નહીં. કારણ કે તેઓ પહેલેથી જ એક સફળ વકીલ છે જેના કારણે તેઓ ઘણું નામ અને પૈસા કમાઈ રહ્યા છે.
આ ઉપરાંત કોલેજિયમે એમ પણ કહ્યું હતું કે આવા ઉમેદવારો જો નિમણૂક પ્રક્રિયામાંથી બહાર થાય તો એવા ઘણાં લોકો જે તેમની પેઢીના પ્રથમ વકીલ છે અને યોગ્યતા ધરાવે છે તેમને કોર્ટમાં આવવાની તક મળશે. જેનાથી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં વિવિધતા આવશે. આ સિવાય વિવિધ સમુદયોનું પ્રતિનિધિત્વ કરી રહેલ લોકોને જજ બનવાની તક મળશે. આ નિર્દેશ પરથી એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશો બનવાની પ્રક્રિયામાં આવતા ભાઈ-ભત્રીજાવાદને દૂર કરવા પગલાં લઇ શકે છે.