Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશPM મોદી જે વંદે ભારતને બતાવવાના હતા લીલી ઝંડી, તેની ઉપર જ...

    PM મોદી જે વંદે ભારતને બતાવવાના હતા લીલી ઝંડી, તેની ઉપર જ છત્તીસગઢમાં ટ્રાયલ રન દરમિયાન પથ્થરમારો: પાંચની ધરપકડ, એક કોંગ્રેસ નેતાનો ભાઈ 

    પથ્થરમારામાં ટ્રેનના ત્રણ કોચ C2-10, C4-1, C9-78ના કાચ તૂટી ગયા હતા. આ એ જ ટ્રેન છે જેને 16 સપ્ટેમ્બરે PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવવાના હતા.

    - Advertisement -

    રેલવે ટ્રેક પર તીક્ષ્ણ ચીજવસ્તુઓ મૂકીને કે અન્ય રીતે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા હોય તેવી અમુક ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી. તે પહેલાં ભારતની અત્યાધુનિક ‘સેમી હાઇસ્પીડ’ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવાની અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે છત્તીસગઢના (Chhattisgarh) મહાસમુંદ ખાતે વંદે ભારત ટ્રેન (Vande Bharat) પર પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેનના ત્રણ કોચના કાચ તૂટી ગયા હતા.

    જે દરમિયાન આ ઘટના બની ત્યારે ટ્રેન ટ્રાયલ રન પર હતી. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી શિવકુમાર બઘેલનો પણ સમાવેશ થાય છે, જે કોંગ્રેસ નેતા તામ્રધ્વજ બઘેલનો ભાઈ છે. તામ્રધ્વજ બઘેલ ખલ્લારી વિધાનસભા ક્ષેત્રનો યુથ કોંગ્રેસનો અધ્યક્ષ હોવાની જાણકારી મળી છે.

    અહેવાલો અનુસાર, છત્તીસગઢના બીજાપુરમાં વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન ચાલી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેન સવારે લગભગ 7.10 વાગ્યે દુર્ગ સ્ટેશનથી વિશાખાપટ્ટનમ માટે રવાના થઈ હતી. પરત ફરતી વખતે તે શુક્રવારે રાત્રે લગભગ 9 વાગે મહાસમુંદના બાગબહારા રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આરોપીઓએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો બાગબહરા રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    પથ્થરમારામાં ટ્રેનના ત્રણ કોચ C2-10, C4-1, C9-78ના કાચ તૂટી ગયા હતા. આ એ જ ટ્રેન છે જેને 16 સપ્ટેમ્બરે PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવવાના હતા. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ બગબહરાના રહેવાસી છે.

    જેમની સામે પોલીસે રેલવે એક્ટ 1989 હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી શિવ કુમાર યુથ કોંગ્રેસના ખલ્લારી વિધાનસભા અધ્યક્ષ તામ્રધ્વજ બઘેલનો ભાઈ અને કાઉન્સિલર ખિલેશ્વરી બઘેલનો દિયર છે. અન્ય આરોપીઓની ઓળખ દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ તરીકે થઈ છે.

    રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ઓફિસર પરવીન સિંઘ ધાકડે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન ચાલી રહ્યો હતો. સવારે 9 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજિક તત્વોએ બગબહેરા પાસે ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા દળોએ તરત જ જાણ કરી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી.

    વધુમાં ધાકડે જણાવ્યું કે, પાંચેય આરોપીઓ બાગબહરા વિસ્તારના રહેવાસી છે. તમામની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચેની છે. રેલવે એક્ટની કલમ 153 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામને રાયપુર રેલવે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તથા પથ્થરમારો ટ્રેન પર કરવા પાછળનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે.

    વંદે ભારત એક્સપ્રેસ, જે ભારતની સૌથી અદ્યતન ટ્રેનોમાંની એક માનવામાં આવે છે, તે એક હાઇ-સ્પીડ ટ્રેન છે. આ ટ્રેન મુસાફરોને ઝડપી ગતિ, આધુનિક સુવિધાઓ અને મુસાફરીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. આ ટ્રેન ભારતીય રેલ્વે માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને દેશનાં લગભગ તમામ રાજ્યોમાં હાલ ઓછામાં ઓછી એક વંદે ભારત એક્સપ્રેસ દોડે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં