Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોહેલે દલિત યુવતી સાથે બળાત્કાર કર્યો, પછી બીજા માળેથી નીચે ફેંકી દીધી:...

    સોહેલે દલિત યુવતી સાથે બળાત્કાર કર્યો, પછી બીજા માળેથી નીચે ફેંકી દીધી: લોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો

    આરોપ છે કે પોતે ફસાઈ જતાં સોહેલે યુવતીને હોટેલના બીજા માળેથી ધક્કો મારી દીધો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના સિહોરમાં એક દલિત યુવતી સાથે બળાત્કાર અને જાનથી મારી નાંખવાની કોશિશ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સોહેલ નામના ઈસમ પર પોતે ફસાઈ જતાં યુવતીને બીજા માળેથી ફેંકી દેવાનો આરોપ લાગ્યો છે. જોકે, આરોપી પહેલાં પીડિતા સાથે રેપ કરી ચૂક્યો હતો. લોકોએ સોહેલને પકડીને પોલીસને સોંપી દીધો છે. બીજી તરફ, પીડિતાને ઇજા પહોંચતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 

    આ મામલો શનિવાર (12 નવેમ્બર 2022)નો હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, અહીં ફારૂખ ખાનના 22 વર્ષીય પુત્ર સોહેલ પર આરોપ છે કે તેણે 4-5 મહિના પહેલાં એક છોકરી સાથે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે સતત ફોન પર તેને ખરાબ નિયતથી બ્લેકમેલ કરી રહ્યો હતો. આ ધમકીઓ બાદ ઘટનાના દિવસે ફરી એક વખત પીડિતાને લઈને ઇન્દોર-ભોપાલ હાઇવે પર આવેલ ‘અતિથિ’ નામની હોટેલમાં ગયો હતો. અહીં તેણે ફરી દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. 

    જણાવવામાં આવી રહ્યું છે કે હોટેલમાં હાજર અન્ય લોકો સોહેલની હરકતો વિશે જાણી ગયા હતા. ત્યારબાદ લોકોએ હોટેલ ઘેરી લીધી અને સોહેલને નીચે ઉતરવા માટે કહ્યું. આરોપ છે કે પોતે ફસાઈ જતાં સોહેલે યુવતીને બીજા માળેથી ધક્કો મારી દીધો હતો, જેથી યુવતી નીચે પડી ગઈ હતી અને ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. 

    - Advertisement -

    એવું પણ જણાવવામાં આવ્યું કે, યુવતી નીચે પડી જતાં હોટેલમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને સોહેલ આ જ નાસભાગનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, લોકોને ખબર પડતાં તેઓ પાછળ દોડ્યા હતા અને પોલીસને સોંપી દીધો હતો.

    પોલીસે દલિત યુવતી સાથે બળાત્કાર કરનાર આરોપી સામે આઇપીસી ની કલમ 307, 376, 376 (2), 506 અને SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ સોહેલને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ, ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ યુવતીની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં