Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહું આણંદથી અમેઠી ગઈ હતી, હવે બોરસદનો વારો: સ્મૃતિ ઈરાનીનો ભરતસિંહ સોલંકીને...

    હું આણંદથી અમેઠી ગઈ હતી, હવે બોરસદનો વારો: સ્મૃતિ ઈરાનીનો ભરતસિંહ સોલંકીને પડકાર; કોંગ્રેસ પણ પોતાના ન ગણતા હોવાનો દાવો

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે આણંદના આંકલાવમાં સભા સંબોધિત કરી હતી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને નિશાને લીધા હતાં.

    - Advertisement -

    આગામી ચૂંટણીઓને લઈને રાજ્ય ભરમાં તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે, હાલ ભાજપ પણ અનેક જગ્યાએ ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત કાર્યક્રમો કરી રહી છે, આ દરમિયાન આણંદ જીલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જોડાયા હતા અને તેઓએ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગૌરવ યાત્રાના માર્ગ પર ઠેર ઠેર યાત્રાનું સ્વાગત પણ કરાયું હતું. આ દરમિયાન સ્મૃતિ ઈરાની ભરતસિંહ સોલંકી પર આકરા પ્રહારો કરતા પણ જોવા મળ્યા હતા.

    મળતા અહેવાલો મુજબ આણંદ જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આંકલાવ ખાતે આવી પહોંચતા તેમનું મોટી સંખ્યામાં હાજર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા તેઓએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે નામ લીધા વગર કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું હતું કે “આ નેતાને ગાંધી પરિવારે સાઈડ લાઈન કરી દીધા છે. જે નેતાને કૉંગ્રેસ ન ગણતી હોય તેમને આપણે શા માટે ગણવા જોઈએ.” ગુજરાત ગૌરવ યાત્રામાં સ્મૃતિ ઈરાની સ્કુટર ચલાવીને ગૌરવ યાત્રામાં જોડાયા હતા.

    બોરસદ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચતા યાત્રાનું સન્માન કરાયું હતું. અહીંયા તેઓએ જાહેર સભાને સંબોધી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે હું આણંદથી અમેઠી ગઈ હતી અને અમેઠી બાદ હવે બોરસદની બેઠક ભાજપને આપવાની છે. આંકલાવ ખાતે મોટી સંખ્યાડ ગામના 184 કાર્યકરો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

    - Advertisement -

    ગુજરાતમાં AAPની હાર નિશ્ચિતઃ સ્મૃતિ ઈરાની

    ઉલ્લેખીય છે કે થોડા દિવસો અગાઉ સ્મૃતિ ઈરાનીએ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા, વડાપ્રધાન મોદીના અને તેમની માતાના અપમાન પર તેમણે કહ્યું હતું કે “આ બધું રાજકારણ ચમકાવવા માટે કરવામાં આવ્યું છે અને આ કોઈ તેમની મજબૂરી નથી, પરંતુ ચારિત્ર્યનો પુરાવો છે.” સ્મૃતિ ઈરાનીએ આગળ કહ્યું કે, “ગુજરાતમાં રાજકારણ ચમકાવવા માટે હીરાબાનું અપમાન કરવામાં આવ્યું, જો અરવિંદ કેજરીવાલમાં હિંમત હોય તો તેઓ ગુજરાતમાં આવીને પીએમ નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દો કહે.” આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં AAPની હાર નિશ્ચિત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં