Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનરેશ બાલ્યાને આલાપ્યો ફરી પ્રદુષણ રાગ; સિસોદિયાએ ભગવાન ધન્વંતરિને કહ્યા 'દેવી': આપ...

    નરેશ બાલ્યાને આલાપ્યો ફરી પ્રદુષણ રાગ; સિસોદિયાએ ભગવાન ધન્વંતરિને કહ્યા ‘દેવી’: આપ નેતાઓએ કરી પોતાની ટ્વીટ ડીલીટ, નેટિઝન્સે ગણાવ્યા ‘ચુનાવી હિન્દૂ’

    "ધન્વંતરી, ભગવાન વિષ્ણુના અવતારને, એક સ્ત્રી અને દેવી બનાવી દીધા, તમે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન છો, હેન્ડસમ દેવી જી."

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના નેતાઓ હરહંમેશ પોતાના નિવેદનો અને અયોગ્ય ટિપ્પણીઓને લઈને વિવાદમાં રહેતા હોય છે. હવે આવો જ એક વિવાદ ઉભો કર્યો છે આપ MLA નરેશ બાલ્યાન અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તથા દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ. ભગવાન ધન્વંતરિ વિષે પણ કરી અયોગ્ય ટિપ્પણી.

    નરેશ બાલ્યાનની હિન્દૂ તહેવારને ટાર્ગેટ કરતી ટ્વીટ જે બાદમાં તેમણે ડીલીટ કરી હતી

    દિલ્હી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાને આજે સવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે હિન્દૂ તહેવાર દિવાળીને ટાર્ગેટ કર્યો હતો. પોતાની ટ્વીટમાં તેમણે જૂનું પુરાણું અને કુખ્યાત ફટાકડાંથી પ્રદુષણનું ગીત ગાયું હતું. જે બાદ નેટિઝન્સે તેમને પાઠ ભણાવતાં તેમણે પોતાની આ ટ્વીટ ડીલીટ કરી દીધી હતી.

    સિસોદિયાએ ભગવાન ધન્વંતરિને ગણાવ્યા દેવી

    દિલ્હીના નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તથા દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને ધનતેરસના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ તેમની ટ્વીટમાં તેમનું હિન્દૂ ધર્મ પ્રત્યેનું અજ્ઞાન સાફ સાફ દેખાઈ રહ્યું હતું.

    - Advertisement -
    સિસોદિયાએ ભગવાન ધન્વંતરિને ગણાવ્યા ‘દેવી’, ડીલીટ કરેલ ટ્વીટનો સ્ક્રીનશોટ

    સિસોદિયાએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની દેવી માઁ ધન્વંતરિને પ્રાર્થના કરું ચુ કે સૌના જીવનમાં ખુશહાલી તથા સુખ શાંતિ બનાવી રાખે અને સૌની મનોકામના પૂર્ણ કરે.’

    નોંધનીય છે કે આજે ધનતેરસ ઉપરાંત ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિવસ છે. પરંતુ હિન્દૂ ધર્મની સમજણના અભાવે સિસોદિયાએ તેમને ‘દેવી માઁ’ કહ્યા હતા.

    આ બાદ નેટીઝન્સે તેમને સત્યનું ભાન કરાવતા તેઓએ પોતાની અયોગ્ય ટ્વીટ ડીલીટ કરવાની ફરજ પડી હતી.

    નેટીઝન્સે સિસોદીયાને ધર્મની સમજણ આપી

    જેવી સિસોદીયાની આ ટ્વીટ લોકોની નજરે પડી તેવું લોકો રોષે ભરાયા હતા. પોતાના આરાધ્ય દેવાનું તેમના પ્રાગટ્યદિવસે જ અપમાન જોઈને લોકોએ આપ નેતાની ટીકા કરી હતી.

    દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ સિસોદીયાની ટ્વીટ પર કહ્યું કે, “ઔરંગઝેબના ગેરકાયદેસર સંતાનોને ખબર નથી કે ધન્વંતરીજી દેવી નથી, દેવ છે. દારૂનો નશો ઉતર્યા પછી ટ્વીટ કરશો દારૂ મંત્રીશ્રી, હાલ આને ડીલીટ કરો.”

    ગુજરાત ભાજપના નેતા મનન દાણીએ મનીષ સિસોદિયાએ સંબોધીને લખ્યું હતું કે “માત્ર ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને હિન્દૂ બનશો તો આવું જ થશે દારૂ મંત્રી. ધન્વંતરિ દેવી નહિ દેવ છે. આયુર્વેદના જનક અને ભગવાન વિષ્ણુના અવતાર છે.”

    અન્ય એક ટ્વીટર યુઝર @vikrantkumar પોતાની ટ્વીટમાં લખે છે કે “ધન્વંતરી, ભગવાન વિષ્ણુના અવતારને, એક સ્ત્રી અને દેવી બનાવી દીધા, તમે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન છો, હેન્ડસમ દેવી જી.”

    આજે આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્યદિવસ

    ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા થતી હોય છે કારણ કે આજના દિવસે જ તેમણે અવતાર લીધો હતો. તેઓને આયુર્વેદના જનક અને દેવતાઓના ડૉક્ટર ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી 12મોં અવતાર ભગવાન ધન્વંતરિ તરીકે છે.

    હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર તેમને આયુર્વેદના પિતા પણ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, પૃથ્વી પર તેમનું અવતરણ તેમના હાથમાં અમૃત સાથે સમુદ્ર મંથન દરમિયાન થયું હતું. એ જ રીતે શરદ પૂર્ણિમાના રોજ ચંદ્ર, કાર્તિક દ્વાદશીના રોજ કામધેનુ ગાય અને ત્રયોદશી પર ધન્વંતરી અને ચતુર્દશીના રોજ કાલી મા અને સમુદ્ર મંથન દરમિયાન અમાવસ્યા પર મહાલક્ષ્મી. તેથી, તે એવા દેવ માનવામાં આવે છે જે જીવનને સ્વસ્થ રાખે છે તે અમૃત લાવે છે.

    ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં