પશ્ચિમ બંગાળમાં (West Bengal) દક્ષિણ 24 પરગણામાં ટોળાંએ (Mob) એક હિંદુ મંદિર પર હુમલો કર્યો (Attack on HIndu Temple) હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ટોળાંએ હિંદુઓ અને પોલીસ પર પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. ટોળાએ એક શિવ મંદિરમાં પણ તોડફોડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પથ્થરમારામાં હિંદુઓ સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આ ઘટના મંગળવારના (10 જૂન,2025) રોજ બની હતી. આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે હિંદુ સમુદાયના લોકોએ શિવ મંદિરની જમીન પરના અતિક્રમણનો વિરોધ કર્યો હતો. આ પછી કટ્ટરપંથી મુસ્લિમો ભડકી ઉઠયા હતા. ત્યારબાદ આરોપ છે કે, ટોળાંએ શિવ મંદિરમાં તોડફોડ કરી હતી.
પરિસ્થિતિ વધુ વણસી જતાં હિંસા ફાટી નીકળી હતી અને ટોળાંએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં ઘણી દુકાનો અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ પથ્થરમારામાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા છે.
હિંદુઓની દુકાનો-મકાનો પર પણ થયા હુમલા
આ ઘટના દક્ષિણ 24 પરગણાના બજ-બજ વિસ્તારમાં રવિન્દ્ર નગર પોલીસ સ્ટેશન નજીક મહેશતલામાં બની હતી. તાજેતરમાં ત્યાંના હિંદુઓને જાણ થઈ હતી કે, એક પ્રાચીન શિવ મંદિરના પરિસરમાં આવેલા તળાવમાં માટી ભરીને ધીમે ધીમે અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે.
લોકોએ આ અતિક્રમણ અંગે અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મંગળવારે બાજ-બાજ વિસ્તારમાં કેટલાક મુસ્લિમોએ શિવ મંદિરની જમીન પર ફળોની દુકાનો સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો.
Diamond Harbour Model
— Suvendu Adhikari (@SuvenduWB) June 11, 2025
The disgraceful incident of vandalism at the Shiva Temple in Ward No. 7, Maheshtala, under Metiabruz Assembly constituency, near Rabindra Nagar Police Station is simply unacceptable.
Miscreants had illegally encroached upon Temple Committee land, set up… pic.twitter.com/QUBSQxKYhK
આ જોઈને હિંદુ સમુદાયના લોકોએ તેમને રોક્યા હતા. તેનાથી બંને પક્ષો વચ્ચે વિવાદ ઊભો થયો હતો, જે ટૂંક સમયમાં અથડામણમાં ફેરવાઈ ગયો અને હિંસા ફાટી નીકળી. આ પછી મુસ્લિમ ટોળાંએ મંદિરમાં તોડફોડ કરી અને તેના પર પથ્થરો અને ઇંટો ફેંકી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ટોળાએ તેમના પર પણ હુમલો કર્યો હતો.
ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. આખો વિસ્તાર પથ્થરો, ઇંટો અને તૂટેલી વસ્તુઓથી ભરાઈ ગયો હતો, જાણે ત્યાં કોઈ મોટી દુર્ઘટના થઈ હોય. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના જણાવ્યા અનુસાર, ટોળાંએ માત્ર મંદિર જ નહીં પરંતુ પવિત્ર તુલસી મંચ, નજીકની હિંદુ દુકાનો અને ઘરો પર પણ હુમલો કર્યો હતો. મંદિર પર પથ્થરો અને ઇંટો ફેંકવામાં આવી હતી, જેના કારણે ત્યાં હાજર ઘણી વસ્તુઓને નુકસાન થયું હતું.
બંગાળ પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના રવિન્દ્ર નગર પોલીસ સ્ટેશનથી થોડે દૂર બની હતી, પરંતુ પોલીસે ટોળાંને રોકવા માટે કંઈ કર્યું નહીં. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, આખી ઘટના પોલીસની હાજરીમાં બની હતી, પરંતુ તેઓ તે ઉપદ્રવીઓને રોકી શક્યા નહીં.
સુવેન્દુ અધિકારીએ એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં મોટી ભીડ હંગામો કરતી જોઈ શકાય છે. વિડીયોમાં તૂટેલું મંદિર અને રસ્તાની બીજી બાજુ પોલીસ સ્ટેશન સ્પષ્ટ દેખાય છે. ઉપરાંત, વિડીયોમાં એક સ્થાનિક હિંદુએ જણાવ્યું છે કે, ભીડે તેમને મંદિર બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે મંદિર ખુલ્લું રહેશે.
ટોળાંએ પોલીસ પર પથ્થરો અને ઇંટો ફેંક્યા અને રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. નજીકની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી. એક પોલીસકર્મીની બાઇકને આગ ચાંપી દેવામાં આવી અને અનેક પોલીસ વાહનોને પણ નુકસાન થયું હતું.
પોલીસ વાહનો અને પોલીસકર્મીઓને પણ બનાવાયા નિશાન
એક પોલીસકર્મીએ જણાવ્યું છે કે, શરૂઆતમાં ભીડ ઓછી હતી, તેથી તેઓ તાત્કાલિક કંઈ કરી શક્યા નહીં. પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં એક મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. અહેવાલોમાં જણાવાયું છે કે, નજીકની ઇમારતોની છત પરથી પોલીસ પર પથ્થરો અને ઇંટો પણ ફેંકવામાં આવ્યા હતા.
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા અને વધારાની પોલીસ ફોર્સ અને RA ને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પરંતુ ભીડ શાંત ન થઈ અને પોલીસ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. પરિસ્થિતિ વધુ વણસી રહી જોઈને પોલીસે થોડા સમય માટે પીછેહઠ કરવી પડી હતી.
બાદમાં વધુ પોલીસદળ પહોંચ્યા હતા, ત્યારબાદ પરિસ્થિતિને કાબુમાં લઈ શકાય હતી. જોકે, કેટલીક જગ્યાએ હજુ પણ પથ્થરમારો ચાલુ છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ વાહનોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં લાવવા માટે કોલકાતાથી મોટી સંખ્યામાં પોલીસદળ મોકલવામાં આવી રહ્યું છે.