Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુએઈના ઉપરાષ્ટ્રપતિએ દુબઈના એક વિસ્તારને હિન્દ સીટી નામ આપ્યું પરંતુ તેનો ખરો...

    યુએઈના ઉપરાષ્ટ્રપતિએ દુબઈના એક વિસ્તારને હિન્દ સીટી નામ આપ્યું પરંતુ તેનો ખરો અર્થ એ નથી થતો જે તમે માનો છો

    શેખ રાશીદ બિન સઈદ અલ મખ્તુમ એ અલ નહ્યાનના ત્રીજા પુત્ર છે અને અગાઉ જણાવ્યું તેમ તેઓ દુબઈના ઉપપ્રમુખ અને દુબઈના શાસક છે. આ પદ અલ મખ્તુમે પોતાના પિતાના અવસાન બાદ સંભાળ્યું હતું.

    - Advertisement -

    રવિવારે બહાર પાડવામાં આવેલા એક આદેશ અનુસાર યુએઈના ઉપરાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મખ્તુમે દુબઈના એક જીલ્લાનું નામ બદલી નાખ્યું છે. શેખ અલ મખ્તુમે દુબઈના અલ મિન્હાદ જીલ્લા તેમજ તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને હિન્દ સીટી રાખી દીધું છે.

    એક અહેવાલ અનુસાર હવે હિન્દ સીટીને ચાર જુદાજુદા ઝોન્સમાં વહેંચી દેવામાં આવ્યું છે જેમાં દુબઈના રહેવાસીઓ અત્યારે નિવાસ કરી રહ્યાં છે. આમ જુઓ તો યુએઈ પોતાનાં શહેરો કે વિસ્તારો અથવાતો જાણીતાં સ્થળોનાં નામ બદલવા માટે જાણીતું નથી. આ અગાઉ ફક્ત 2010માં દુબઈના બુર્જ દુબઈનું નામ બદલીને બુર્જ ખલીફા રાખવામાં આવ્યું હતું.

    બુર્જ ખલીફા નામ શેખ ખલીફા બિન ઝાયદ અલ નહ્યાનનાં નામે રાખવામાં આવ્યું હતું. તેઓ યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ હતાં અને અબુધાબીના શાસક હતાં. શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહ્યનનું અવસાન વર્ષ 2022ની 13મી માર્ચે થયું હતું.

    - Advertisement -

    શેખ રાશીદ બિન સઈદ અલ મખ્તુમ એ અલ નહ્યાનના ત્રીજા પુત્ર છે અને અગાઉ જણાવ્યું તેમ તેઓ દુબઈના ઉપપ્રમુખ અને દુબઈના શાસક છે. આ પદ અલ મખ્તુમે પોતાના પિતાના અવસાન બાદ સંભાળ્યું હતું.

    અહેવાલ અનુસાર દુબઈનું હિન્દ સીટી કુલ ચાર ઝોન્સ ધરાવતું હશે. આ ઝોન્સનાં નામો હિન્દ 1, હિન્દ 2, હિન્દ 3 અને હિન્દ 4 હશે. હિન્દ સીટી કુલ 83.9 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તે એમિરેટ્સ રોડ, દુબઈ અલ આઈન રોડ અને જેબલ અલી – લેહબાબ રોડ જેવા દુબઈના મહત્વનાં માર્ગો સાથે જોડાયેલું છે.

    હિન્દ નામ સામે આવતાં જ આપણે આ અંગે ઘણું બધું વિચારી લેતાં હોઈએ છીએ. પરંતુ અરેબિક ભાષામાં હિન્દ શબ્દનો અર્થ ઊંટોનું ટોળું અથવાતો સો ઊંટ એવો થતો હોય છે. આ ઉપરાંત અરેબિકમાં મહિલાઓ અથવાતો સ્ત્રીઓનાં નામ પણ હિન્દ હોય છે.

    શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મખ્તુમને દુનિયાના સહુથી આગળ પડતાં રીયલ એસ્ટેટ ડેવલોપર્સમાંથી એક ગણવામાં આવે છે. તેઓ શેખા હિન્દ બીન્ત મખ્તુમ બિન જુમા અલ મખ્તુમને પરણ્યા છે અને તેમને કુલ 12 સંતાનો છે. આ ઉપરાંત શેખ મખ્તુમને બીજી પાંચ પત્નીઓ છે જેમનાં નામ છે પ્રિન્સેસ હયા બીન્ત હુસૈન, રંદા બીન્ત મોહમ્મદ અલ-બન્ના, દેલીલા અલોઉલા અને ઝો ગ્રીગોરાકોસ છે.

    શેખ મખ્તુમ અને પ્રિન્સેસ હયા બીન્ત હુસૈને વર્ષ 2019માં છૂટાછેડા લઇ લીધાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં