Monday, May 6, 2024
More
    હોમપેજદેશરાંચીમાં INDI ગઠબંધનની રેલીમાં કોંગ્રેસ-RJD કાર્યકર્તાઓ બાખડ્યા: એકબીજા પર ખુરશીઓ ફેંકી, લાકડી-દંડા...

    રાંચીમાં INDI ગઠબંધનની રેલીમાં કોંગ્રેસ-RJD કાર્યકર્તાઓ બાખડ્યા: એકબીજા પર ખુરશીઓ ફેંકી, લાકડી-દંડા વડે મારામારી કરી, કારણ- સીટ શૅરિંગ

    ધમાલનું મૂળ કારણ સીટ શૅરિંગ છે. નોંધવું જોઈએ કે કોંગ્રેસ અને RJD બંને પાર્ટીઓ INDI ગઠબંધનની સહયોગી પાર્ટીઓ છે. ઝારખંડની ચતરા બેઠક કોને આપવી જોઈએ તે બાબતને લઈને કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા થઈ અને ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું.

    - Advertisement -

    રવિવારે (21 એપ્રિલ) ઝારખંડના રાંચીમાં INDI ગઠબંધનના નેતાઓએ એક રેલીનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે આવી રેલીઓની ચર્ચા તેમાં નેતાઓએ કરેલાં ભાષણને લઈને થતી હોય છે, પરંતુ આ રેલી જુદાં જ કારણોસર ચર્ચામાં આવી ગઈ. બન્યું હતું એવું કે અહીં કોંગ્રેસ અને RJD કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ અને એકબીજાને ખુરશીઓ મરવામાં આવી, જેમાં અમુક ઈજા પણ પામ્યા હતા. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

    સામે આવેલા વિડીયોમાં કાર્યકર્તાઓ એકબીજાને છૂટી ખુરશી મારતા જોવા મળે છે. કોઇ લાકડી-દંડા વડે પણ હુમલો કરતું જોવા મળે છે તો અમુક લોહીલુહાણ સ્થિતિમાં પણ જોવા મળી રહ્યા છે. આસપાસ અફરાતફરી મચેલી જોવા મળે છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ધમાલનું મૂળ કારણ સીટ શૅરિંગ છે. નોંધવું જોઈએ કે કોંગ્રેસ અને RJD બંને પાર્ટીઓ INDI ગઠબંધનની સહયોગી પાર્ટીઓ છે. ઝારખંડની ચતરા બેઠક કોને આપવી જોઈએ તે બાબતને લઈને કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા થઈ અને ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. અહીંથી કોંગ્રેસે કેએન ત્રિપાઠીને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે RJD તેમના નામનો વિરોધ કરી રહી હતી. 

    - Advertisement -

    આ ધમાલને લઈને ભાજપે પણ નિશાન સાધ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ એક વિડીયો બાઇટમાં કહ્યું કે, “INDI ગઠબંધનનું દેશ માટે કોઇ મિશન નથી, પરંતુ માત્ર પોતાની મહત્વકાંક્ષાઓ જ છે. આજે રાંચીમાં ભ્રષ્ટાચાર બચાઓ રેલી આયોજિત કરવામાં આવી છે ત્યાં એકબીજાનાં માથાં ભાંગવા માંડ્યાં અને ખુરશીઓ ફેંકાવા માંડી.”

    તેમણે પીએમ મોદીને ટાંકીને ઉમેર્યું કે, “જરા વિચારો કે તેઓ માત્ર ટીકીટ વહેંચણી પર અને કોણ ક્યાંથી લડશે તેવી બાબત પર એકબીજાનાં માથાં ફોડવા સુધી પહોંચી જતા હોય તો કાલે સત્તા પર આવી જાય તો શું કરશે. ગુંડારાજ અને જંગલરાજ રેલીઓમાં જ જોવા મળી રહ્યાં છે.” તેમણે આગળ કહ્યું કે, આ પાર્ટીઓ અનેક રાજ્યોમાં એકબીજા સામે જ લડી રહી છે પણ ઝારખંડમાં લોકતંત્ર અને બંધારણ બચાવવાના નામે રેલીઓ કરી રહી છે પરંતુ ત્યાં તેઓ એકબીજાનાં માથાં પણ નથી બચાવી શક્યા. 

    નોંધવું જોઈએ કે રાંચીમાં યોજાયેલી આ રેલીમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એકઠા થયા હતા. જોકે, રાહુલ ગાંધી તબિયત ખરાબ હોવાના કારણે હાજર રહ્યા ન હતા. અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ પહોંચ્યાં હતાં અને ભાષણ પણ કર્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં