Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ કેજરીવાલના મંત્રીને આપી હતી મસાજ સહિતની VIP...

    મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ કેજરીવાલના મંત્રીને આપી હતી મસાજ સહિતની VIP સગવડો, હવે સુપ્રિટેન્ડેન્ટ સસ્પેન્ડ

    જેલના અધિક્ષકનું પણ નામ સામે આવ્યું હતું અને ઇડીએ કહ્યું હતું કે તેઓ સત્યેન્દ્ર જૈનને નિયમિત મળતા હતા.

    - Advertisement -

    દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં VIP સગવડો આપવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તિહાડ જેલના સુપ્રિટેન્ડેન્ટ અજિત કુમાર દાનિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જાણકારી દિલ્હી સરકારના જેલ વિભાગે આપી છે. 

    તપાસમાં સામે આવ્યું છે કે જેલ સુપ્રિટેન્ડેન્ટના વહીવટમાં એવી અનિયમતતાઓ આવી છે, જેની ઉપર તપાસ કરવામાં આવે તે જરૂરી છે. 

    ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના આરોપો હેઠળ મે મહિનામાં ધરપકડ થયા બાદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં તપાસ કરતી એજન્સી ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમને જેલમાં મસાજ, ઘરનું ભોજન સહિતની વીઆઈપી સગવડો આપવામાં આવી રહી છે. ઇડી તરફથી જણાવવામાં આવ્યું કે, કર્ફ્યુ અવર્સ બાદ પણ સત્યેન્દ્ર જૈનને મસાજ અને ફુટ મસાજ આપવામાં આવી રહી હતી. ઉપરાંત, તેમને સ્પેશિયલ ભોજન પણ પીરસાતું હતું. 

    - Advertisement -

    એડિશનલ સોલિસિટર જનરલે CCTV ફૂટેજ અને કેટલીક તસ્વીરો પણ કોર્ટ સામે રજૂ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે જૈન કાં તો હોસ્પિટલમાં રહે છે અથવા તો જેલમાં વિવિધ સુવિધાઓ ભોગવતા હોય છે. આ ઉપરાંત, તેઓ પત્નીને નિયમિત મળતા હોવાનું અને ઘરનું ભોજન ખાતા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

    આ ઉપરાંત, જેલના અધિક્ષકનું પણ નામ સામે આવ્યું હતું અને ઇડીએ કહ્યું હતું કે તેઓ સત્યેન્દ્ર જૈનને નિયમિત મળતા હતા. એટલું નહીં, પરંતુ તેઓ કેસના અન્ય આરોપીઓ સાથે પણ જેલમાં અવારનવાર મુલાકાત કરતા રહેવાનું સામે આવ્યું હતું. 

    સત્યેન્દ્ર જૈનને જેલમાં VIP સગવડો મળતી હોવાના એજન્સીના આરોપો બાદ કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી સરકાર પાસે આ મામલે વિગતે રિપોર્ટ પણ માંગ્યો હતો. 

    સત્યેન્દ્ર જૈન દિલ્હીની કેજરીવાલ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી છે. આ ઉપરાંત, પણ તેઓ અનેક મોટાં ખાતાં સંભાળે છે. હાલ તેઓ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોસર જેલમાં બંધ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં