Monday, May 20, 2024
More
  હોમપેજદેશએક સમયે રમકડાં માટે ચીન પર નિર્ભર રહેતું ભારત, હવે 70% ચીજો...

  એક સમયે રમકડાં માટે ચીન પર નિર્ભર રહેતું ભારત, હવે 70% ચીજો ઘરે બનાવે છે: આત્મનિર્ભર ભારત સાથે આગળ વધી રહી છે ટોય ઈન્ડસ્ટ્રી પણ

  ભારતીય રમકડાં ઉદ્યોગ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે અને 2028 સુધીમાં તે બમણો થવાની સંભાવના છે. અત્યારે 2022-28 વચ્ચે તે 12%ની CAGRથી આગળ વધી રહ્યો છે.

  - Advertisement -

  ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત ‘વોકલ ફોર લોકલ’ અભિયાન ખૂબ અસરદાર રહ્યું છે. આજે મોટા ભાગની ચીજ-વસ્તુઓ દેશમાં જ બની રહી છે, જેનો સીધો લાભ દેશવાસીઓને મળી રહ્યો છે. મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં આત્મનિર્ભર ભારતની છબી જોવા મળી રહી છે. તેમાં ટોય ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. આજે ભારત રમકડાં ઉત્પાદન ઇકોસિસ્ટમમાં ધરખમ પરિવર્તન કરી રહ્યું છે. એક સમયે દેશમાં રમકડાંની માંગને પાડોશી દેશ ચીન પર નિર્ભર રહીને પૂરી કરવી પડતી હતી. જ્યારે હવે આ ક્ષેત્રમાં પણ ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હવે રમકડાં પર ચીનની નિર્ભરતા 70 ટકા ઘટી ગઈ છે. જેનાથી દેશના લોકોને રોજગારી પણ મળી છે અને માંગ પણ પૂરી થઈ શકી છે.

  કેન્દ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી, ઇન્વેસ્ટ ઇન્ડિયા અનુસાર, સ્થાનિક રમકડાં બજારનું કદ હાલમાં 1.5 બિલિયન અમેરિકી ડૉલર છે અને તેમાં નાના અને મધ્યમવર્ગના ઉત્પાદકોનું વર્ચસ્વ છે. એજન્સી અનુસાર, ભારતીય રમકડાં ઉદ્યોગ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે અને 2028 સુધીમાં તે બમણો થવાની સંભાવના છે. અત્યારે 2022-28 વચ્ચે તે 12%ની CAGRથી આગળ વધી રહ્યો છે. સાથે કહેવાયું છે કે, ભારત માત્ર પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે જ રમકડાં નથી બનાવી રહ્યું, પરતું સક્રિયપણે વિશ્વભરમમાં એક્સ્પોર્ટ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે.

  મધ્ય-પૂર્વ અને કેટલાક આફ્રિકી દેશોમાં ભારતે હાઈ વેલ્યુએબલ એક્સપોર્ટમાં વધારો કરીને પહેલાંથી જ પોતાની વૈશ્વિક હાજરીનો પરિચય આપી ચૂક્યું છે. 2024ના ઘોષણપત્રમાં BJPએ વાયદો કર્યો છે કે, તે કુશળ કાર્યબળ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો લાભ લઈને દેશને રમકડાં નિર્માણના વૈશ્વિક હબમાં પરિવર્તિત કરી દેશે. કંપની એસ ટર્ટલ, જે ભારતમાં ‘ટોયઝ આર અસ’ માટે લાયસન્સ ધરાવે છે અને અહીં વૈશ્વિક ટોય બ્રાન્ડ એન્ડ-ટુ-એન્ડનું સંચાલન કરે છે, તેણે રમકડાં ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટેના ભારત સરકારના પગલાંને, ખાસ કરીને રમકડાં માટે નેશનલ એક્શન પ્લાનના (NAPT) અમલીકરણની પ્રશંસા કરી છે, જેનો હેતુ રમકડાં ઉદ્યોગમાં ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવાનો છે.

  - Advertisement -

  કંપની એસ ટર્ટલના CEO નીતિન છાબડાએ ANIને જણાવ્યું કે, “સરકારે દેશભરમાં 60થી વધુ ક્લસ્ટર સ્થાપ્યાં છે, જેમાં ઉલ્લેખનીય ઉદાહરણ પણ છે. જેમ કે, કર્ણાટકમાં કોપ્પલમાં એક્સ દ્વારા સ્થાપિત 400 એકરના ક્લસ્ટરની સાથે ઉત્તર પ્રદેશમાં વિકાસ હેઠળ 100 એકરની સુવિધા આપવામાં આવી છે. તે સિવાય ઘણા રાજ્યોમાં આ રીતે કામ કરવામાં આવ્યું છે.”

  નોંધનીય છે કે, ‘ટોયઝ આર અસ’ પાસે હાલમાં ભારતમાં ચાર સ્ટોર છે. જેમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં બે સ્ટોરનો સમાવેશ થાય છે. 2024ના અંત સુધીમાં તે દેશભરમાં વધુ આઠ રમકડાં સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. આ સાથે જ અન્ય કંપનીઓમાં પણ રમકડાંનું ઉત્પાદન વધ્યું છે અને સરકાર જરૂરી મદદ પણ પૂરી પાડી રહી છે.

  ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પણ ભૂતકાળમાં રમકડાં ઉદ્યોગ ક્ષેત્રે આત્મનિર્ભરતાની વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, રમકડાં ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. સાથે તેમણે ભારતના કુશળ કારીગરો અને રમકડાં ક્ષેત્રના સમૃદ્ધ વારસાને પણ યાદ કર્યો હતો. તેમણે દેશના લોકોને અપીલ કરી હતી કે, ભારતમાં બનેલા રમકડાં જ ખરીદો અને લોકોને પણ પ્રોત્સાહન આપો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં