સંભલ (Sambhal) ખાતે જામા મસ્જિદના (Jama Mosque) સરવે દરમિયાન થયેલી હિંસા બાદ પ્રશાસન વિવિધ સ્થળો પર અતિક્રમણ અંગેની માહિતી એકઠી કરી રહ્યું હતું. આ જ મામલે સંભલના કોટવાલી સ્થિત થાને વાલી મસ્જિદની આસપાસ આવેલી દુકાનોનું (Illegal Shops) નિરક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મસ્જિદ પાસે આવેલી દુકાનો રોડના ભાગ તરફ વિસ્તરી હોવાનો અંદેશો હતો. ત્યારે આ મામલે SDMએ આ દુકાનોના રેકોર્ડ્સ આપવાનો આદેશ પણ આપ્યો હતો.
12 જાન્યુઆરીના રોજ સંભલ મ્યુનિસિપલ ટીમ, SDM અને તહસીલદાર સાથે મુખ્ય બજારમાં પહોંચી હતી. અહીં થાના વાલી મસ્જિદ પાસે આવેલી 12 દુકાનોએ રોડની જમીન પર અતિક્રમણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે રસ્તો પણ સાંકડો થઈ ગયો છે. ત્યારે ત્યાં પહોંચેલા SDM વંદના મિશ્રાએ દુકાનોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને દુકાનદારો પાસેથી દુકાનો સંબંધિત રેકોર્ડ માંગ્યા હતા.
#संभल : अकर्म मोचन कूप और मस्जिद के पास बनी करीब एक दर्जन दुकानों पर अतिक्रमण के तहत कार्रवाई होगी। एसडीएम वंदना मिश्रा ने दुकानदारों को खुद से दुकानों को तोड़ने की अपील की, अन्यथा प्रशासन बुलडोजर चलाएगा। कागजात न दिखाने पर कार्रवाई तय है। बताया जा रहा है कि मस्जिद कमेटी इन अवैध… pic.twitter.com/NMNsidEJiL
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) January 12, 2025
મસ્જિદ પ્રબંધક અનુસાર આ દુકાનો 1944માં વક્ફ કરવામાં આવી હતી જેનો વક્ફ નંબર 388 છે. પરંતુ વહીવટી તંત્રને આ નંબર પણ કોઈ જમીન વક્ફના નામે નોંધાયેલી મળી નહોતી. મસ્જિદ પ્રબંધેક જણાવ્યા અનુસાર આ રેકોર્ડ લખનૌના વક્ફ બોર્ડમાં હાજર છે. SDMએ મ્યુનિસિપલ વહીવટીતંત્રને આ દુકાનો માટે ટેક્સ રસીદો પૂરી પાડવાની સૂચના પણ આપી હતી. આ મામલે SDMએ કહ્યું હતું કે જો દુકાનો ગેરકાયદે નીકળશે તો પ્રશાસન કાર્યવાહી કરશે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના સંભલમાં, વહીવટીતંત્રના આદેશનું પાલન કરીને, મસ્જિદ સમિતિએ પોતે શાહી જામા મસ્જિદ વિસ્તારમાં સ્થિત મસ્જિદના પરિસરમાં અડધી બનેલી દુકાનો તોડી પાડી. વહીવટીતંત્રે અડધી બનેલી દુકાનો તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો. મસ્જિદ સમિતિના વડાએ દાવો કર્યો હતો કે દુકાનોના બાંધકામ માટેની જમીન મસ્જિદ સમિતિની છે. આ દુકાનો ઘણા સમય પહેલા બનાવવામાં આવી હતી, જેને હવે મસ્જિદ સમિતિ દ્વારા જ તોડી પાડવામાં આવી રહી છે.
જામા મસ્જિદ પાસે આવેલી 3 દુકાનો તોડી પડાઈ
આ ઉપરાંત વહીવટીતંત્રે સંભલ જામા મસ્જિદ પાસે બનેલી ત્રણ જર્જરિત દુકાનો તોડી પાડી હતી. આ દુકાનોને કારણે અકસ્માતનો ભય રહેતો હતો. કાર્યવાહી દરમિયાન, એસડીએમ વંદના મિશ્રા અને મસ્જિદના વડા ઝફર અલી એડવોકેટ પણ હાજર હતા. આ પછી, બહજોઈ રોડ પર પાપ મોચન તીર્થ દ્વારા કબજે કરાયેલી જમીન ખાલી કરાવવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ દુકાનો તોડવા માટે પ્રશાસને ઘણા સમય પહેલાં આદેશ આપ્યો હતો જેના પર મસ્જિદ સમિતિએ કાર્યવાહી કરીને દુકાનો તોડી પાડી હતી.