Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘દુબઇ સુરક્ષિત.... ભારતમાં થોડી સમસ્યા છે..’: મળી રહેલી ધમકીઓ વચ્ચે સલમાન ખાને...

    ‘દુબઇ સુરક્ષિત…. ભારતમાં થોડી સમસ્યા છે..’: મળી રહેલી ધમકીઓ વચ્ચે સલમાન ખાને મૌન તોડ્યું

    હાલમાં જ સલમાન ખાન ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીના જાણીતા ઇન્ટરવ્યૂ શૉ ‘આપ કી અદાલત’માં જોવા મળ્યા હતા. જ્યાં તેમને ધમકીઓ અને સુરક્ષા અંગે પૂછવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    અભિનેતા સલમાન ખાનને છેલ્લા થોડા સમયથી હત્યાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે સરકારે તેમની સુરક્ષા પણ વધારી દીધી છે. તાજેતરમાં પહેલી વખત તેમણે આ વિષયને લઈને મૌન તોડ્યું હતું. સલમાન ખાને કહ્યું કે, તેઓ દુબઇ ખાતે સુરક્ષિત છે પરંતુ ભારતમાં થોડી સમસ્યા છે. 

    હાલમાં જ સલમાન ખાન ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીના જાણીતા ઇન્ટરવ્યૂ શૉ ‘આપ કી અદાલત’માં જોવા મળ્યા હતા. જ્યાં તેમને ધમકીઓ અને સુરક્ષા અંગે પૂછવામાં આવ્યું હતું. 

    સલમાન ખાને કહ્યું કે, “ઈનસિક્યુરિટીથી સારી સિક્યુરિટી છે. હવે રસ્તા પર સાયકલ ચલાવવું કે રસ્તા પર ક્યાંક નીકળી જવું, એ હવે નથી થઇ શકતું. બીજો એક પ્રોબ્લેમ એ છે કે રસ્તા પર ટ્રાફિકમાં આટલી બધી ગાડીઓના કારણે ક્યારેક લોકોને સમસ્યા થાય છે. ફેન્સને પણ સમસ્યા થાય છે. પરંતુ અમુક ધમકીઓ મળી રહી છે, એટલે સુરક્ષા અપાઈ છે.” 

    - Advertisement -

    તેઓ સુરક્ષા પ્રત્યે બહુ કાળજી રાખતા નથી તેમ સવાલ કરવામાં આવતાં જવાબમાં સલમાન ખાને કહ્યું કે, “જે-જે મને કહેવામાં આવ્યું છે એ બધું જ હું કરી રહ્યો છું. મારે બહુ  સાવધ રહેવું પડે છે. જ્યાં પણ જઈ રહ્યો છું સુરક્ષા સાથે જઈ રહ્યો છું. અહીં (દુબઇ) છું તો સુરક્ષાની જરૂર નથી પડતી અહીં સંપૂર્ણ સુરક્ષિત છું, ભારતમાં થોડી સમસ્યા છે. પરંતુ જે થવાનું છે તે તો થઈને જ રહેશે તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો. હું જાણું છું કે તે (ઉપરની તરફ ઈશારો કરીને) સાથે છે. પણ તેનો અર્થ એ નથી કે હું ખુલ્લો બહાર ફરવાનું શરૂ કરી દઉં.” ઉલ્લેખનીય છે કે આ એપિસોડનું શૂટિંગ દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સલમાનને ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇની ગેંગ તરફથી ધમકીઓ મળતી રહે છે. ગત વર્ષે આ ધમકીઓમાં વધારો થતાં તેમને Y+ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત તેમના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારવામાં આવી હતી.

    તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં લૉરેન્સ બિશ્નોઇએ કહ્યું હતું કે તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય સલમાન ખાનને મારવાનું જ છે. જોકે, તેણે કહ્યું હતું કે જો સલમાન બિશ્નોઇ સમાજની માફી માંગી લે તો તે નહીં મારે. નોંધનીય છે કે બિશ્નોઇ સમાજ કાળિયારને પવિત્ર માને છે, જેની હત્યા મામલે સલમાન ખાન પર કેસ થયો હતો. 

    સલમાન ખાનને ઇન્ટરવ્યૂમાં આ કેસ વિશે પણ પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે વધુ કંઈ ન બોલતાં કહ્યું હતું કે, તેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને તેઓ હંમેશા નિર્ણય સ્વીકારશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં