Wednesday, February 1, 2023
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટનાગપુરમાં RSS વડા મોહન ભાગવતે જ્ઞાનવાપી વિષયમાં આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા: પરંતુ...

  નાગપુરમાં RSS વડા મોહન ભાગવતે જ્ઞાનવાપી વિષયમાં આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા: પરંતુ દરેક મસ્જિદમાં લડાઈ શરૂ કરવા સામે લાલબત્તી ધરી

  આરએસએસના વડા મોહન ભાગવતે આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે હિંદુ મંદિરો પર બંધાયેલા ઇસ્લામી માળખાઓ અંગે કહ્યું હતું કે દરેક તોડી પાડવામાં આવેલા મંદિરો પર અધિકાર માંગવો યોગ્ય નથી.

  - Advertisement -

  હાલમાં ચાલી રહેલી વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદના વિષય પર પોતાની પ્રથમ ટિપ્પણીમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવાર, 2 જૂનના રોજ જણાવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત માળખાનો ઇતિહાસ છે જેને નકારી શકાતો નથી. કેટલાય મંદિરોને ઇસ્લામિક આક્રમણકારો દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા, અને હિંદુ સમાજ તેમને પુનઃપ્રાપ્ત કરવા માંગે છે. “તે ફક્ત આસ્થાનો વિષય છે. હિંદુઓ મુસ્લિમોના વિરોધમાં નથી. મુદ્દાઓ ફક્ત એવા સ્થાનો પર ઉઠાવવામાં આવ્યા છે કે જ્યાં હિંદુઓ સવિશેષ માન ધરાવે છે,” RSSના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહ દરમિયાન નાગપુરમાં RSSના વડાનું નિવેદન આવ્યું હતું.

  નાગપુર ખાતે સંઘ પ્રશિક્ષણ વર્ગના તૃતીય વર્ષના સમાપન સત્રમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતે 2 જૂનના રોજ જે વ્યાખ્યાન આપ્યું હતું એમાંથી માત્ર અમુક અમુક ભાગ લઈને હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે તો ચાલો આપણે જાણીએ કે RSSના વડાનું નિવેદન શું હતું.

  મોહન ભાગવતે આગળ કહ્યું, “અમે ઇતિહાસ બદલી શકતા નથી. આજના હિંદુઓ કે મુસ્લિમોએ તેને બનાવ્યો નથી. તે સમયે આ થયું હતું. ઇસ્લામિક આક્રમણકારો દ્વારા ઇસ્લામ ભારતમાં બહારથી લાવવામાં આવ્યો હતો. હુમલાઓમાં, આઝાદી ઇચ્છતા લોકોના મનોબળને કચડી નાખવા માટે સેંકડો દેવસ્થાનો (મંદિર) તોડી પાડવામાં આવ્યા હતા. હિન્દુ સમાજ તેવા મંદિરો પર વિશેષ ભાર મૂકે છે, તેમના વિશે વિશેષ આદર ધરાવે છે.” અહિયાં ભાગવત સ્પષ્ટ રીતે કહે છે ભારતના અનેક મંદિરો ઈસ્લામિક આક્રાંતાઓ દ્વારા તોડવામાં આવ્યા હતા.

  - Advertisement -

  આરએસએસ વડાએ ઉમેર્યું હતું કે હિંદુઓ મુસ્લિમોની વિરુદ્ધ નથી. આજના મુસ્લિમોના પૂર્વજો પણ હિંદુ જ હતા. ભાગવતે કહ્યું, “હિંદુઓને મુસ્લિમો માટે કોઈ દુશ્મનાવટ નથી. તે સમયે, આજના મુસ્લિમોના પૂર્વજો પણ હિંદુ જ હતા. તેમના મનોબળ અને ઉત્સાહને કચડી નાખવા અને તેમની સ્વતંત્રતા હંમેશ માટે છીનવી લેવા માટે મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યા હતા. આમ હિન્દુઓ માને છે કે તે સ્વતંત્રતા પુનઃસ્થાપિત થવી જોઈએ.” અહી સંઘ પ્રમુખ એ વાત પર ભાર મૂકે છે કે ભારતના મુસ્લિમો મૂળે તો હિન્દુ જ છે.

  મોહન ભાગવતે કહ્યું કે મસ્જિદો પણ પૂજા સ્થળ છે અને સામાન્ય રીતે કોઈ તેનો વિરોધ કરતું નથી. “ઈસ્લામ બહારથી આવ્યો છે, પરંતુ જે મુસ્લિમોએ ઈસ્લામ સ્વીકાર્યો છે તેઓ બહારના નથી અને તેઓએ આ સમજવું જોઈએ. જો તેમની પ્રાર્થના બહારથી (આ દેશમાં) આવે અને તેઓ તેને ચાલુ રાખવા માંગે છે તો અમને કોઈ વાંધો નથી.” તેમણે ઉમેર્યું કે, “અમે કોઈપણ પ્રકારના ધર્મ અથવા પૂજાના વિરોધી નથી.”

  આરએસએસના વડાએ વધુમાં જણાવ્યું હતું કે RSS મંદિરોને પુનઃપ્રાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારના ઉશ્કેરાટ અથવા કોઈપણ પ્રકારનું આંદોલન શરૂ કરવાના પક્ષમાં નથી. “6 નવેમ્બરે, અમે રામ જન્મભૂમિ આંદોલનમાં ભાગ લીધો કારણ કે સંજોગો એવા હતા. જો કે તે અમારા સ્વભાવની વિરુદ્ધ હતું, અમે ઐતિહાસિક કારણોસર ભાગ લેવા અને તે સમયની કટોકટીને શમાવવા માટે સંમત થયા હતા. લોકો જે ઇચ્છતા હતા તે અમે પણ પૂર્ણ કર્યું. પરંતુ, હવે અમે વધુ કોઈ આંદોલન શરૂ કરવા માંગતા નથી” તેમણે કહ્યું. અહી સંઘ પ્રમુખ રામ જન્મભૂમિ આંદોલનમાં RSSની સક્રિય ભૂમિકાની વાત કરે છે.

  ‘જ્ઞાનવાપી પ્રત્યે અમારી આસ્થા છે પરંતુ દરેક મસ્જિદમાં લડાઈ શરૂ કરવાનો કોઈ અર્થ નથી’: RSSના વડાનું નિવેદન

  આરએસએસના વડાએ જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ પરથી મૂળ કાશી વિશ્વનાથ મંદિરને ફરીથી મેળવવાના પગલાને સમર્થન આપ્યું હતું, ઉપરાંત તેમણે કહ્યું હતું કે દેશની દરેક મસ્જિદ સાથે તેનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. “આપણે રોજેરોજ નવી બાબત બહાર લાવવી ન જોઈએ. આપણે વિવાદ શા માટે વધારવો જોઈએ? આપણને જ્ઞાનવાપી પ્રત્યે આસ્થા છે અને આપણે તે પ્રમાણે કંઈક કરીએ છીએ, તે બરાબર છે. પણ દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે શોધવું જોઈએ?” RSS વડાએ પૂછ્યું હતું.

  અહી RSSના વડાનું નિવેદન તે સૂચિત કરે છે કે જ્યારે એ નિર્વિવાદ છે કે મોટાભાગની મઝાર, મસ્જિદો, દરગાહ, કિલ્લાઓ, ઈદગાહ અને અન્યના રૂપમાં અસંખ્ય મુસ્લિમ બાંધકામો છે જે મંદિરની જગ્યાઓ પર બાંધવામાં આવ્યા હતા અને/અથવા મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને બંધવામાં આવ્યા હતા. દરેક માટે આ મુદ્દો ઉઠાવવો અર્થહીન છે. કારણ કે તે ફક્ત વિવાદો તરફ દોરી જશે અને દરેક મસ્જિદમાં લડાઇઓ ખોલશે, જેની તેમણે સલાહ આપી કે તે અર્થહીન છે.

  “જો મનમાં મુદ્દાઓ હોય, તો તે વધે છે. તે કોઈની વિરુદ્ધ નથી. તેને એવું ન માનવું જોઈએ. મુસલમાનોએ પણ એવું ન માનવું જોઈએ અને હિંદુઓએ પણ એવું ન કરવું જોઈએ. જો એવું કંઈક છે, પરસ્પર સમજૂતી દ્વારા રસ્તો શોધો,” ભાગવતે કહ્યું.

  RSS વડાએ વધુમાં કહ્યું કે જ્યારે પણ લોકો કોર્ટનો સંપર્ક કરે છે ત્યારે તેઓએ કોર્ટના ચુકાદાને સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ. “આપણે આપણી ન્યાયિક પ્રણાલીના નિર્ણયોને પવિત્ર અને સર્વોચ્ચ માનીને તેનું પાલન કરવું જોઈએ અને તેના પર પ્રશ્ન ન કરવો જોઈએ,” તેમણે ઉમેર્યું.

  વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં બનેલી જ્ઞાનવાપી મસ્જિદનું વિવાદિત માળખું હાલમાં કાનૂની લડાઈમાં ફસાયેલું છે. પાંચ હિન્દુ મહિલા શ્રદ્ધાળુઓએ મસ્જિદોની દિવાલો પર દરરોજ દેવી-દેવતાઓની પૂજા કરવાની પરવાનગી માટે વારાણસીની કોર્ટમાં અરજી કરી છે.

  આ મહિનાની શરૂઆતમાં, જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં વિવાદિત માળખાની અંદર એક શિવલિંગ મળી આવ્યું હોવાના અહેવાલ હતા, જ્યાં મુસ્લિમો તેમના હાથ અને પગ ધોતા હતા અને નમાઝ અદા કરતા પહેલા કોગળા કરતાં હતા. સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલા વિવાદિત માળખાના ત્રણ દિવસીય વિડીયોગ્રાફી સર્વેક્ષણ બાદ આ અહેવાલો સામે આવ્યા હતા.

  તાજેતરમાં, મસ્જિદના વઝુખાનાની અંદરના શિવલિંગની સાથે, ભોંયરાની દિવાલો પર કોતરવામાં આવેલ સ્વસ્તિક, ત્રિશુલ, કમળ અને હિંદુ દેવતાઓના ચિન્હો સાથે નવા વીડિયો અને ફોટા ઓનલાઈન સામે આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં