ગત વર્ષે પશ્ચિમ બંગાળની RG કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં (RG Kar Hospital and Medical College) થયેલ બળાત્કાર અને હત્યા (Rape and Murder) મામલે કોર્ટે મુખ્ય આરોપી સંજય રોયને (Sanjay Roy) આજીવન કેદની (Life-Imprisonment) ઉંમર સંભળાવી છે. ઉપરાંત 50,000નો દંડ પણ ફટકાર્યો હતો. 9 ઓગસ્ટે જુનિયર ડોક્ટર સાથે થયેલ બળાત્કાર હત્યા મામલે આ સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન ઘણા અન્ય મામલાના ઘસ્ફોટ પણ થયા હતા.
નોંધનીય છે કે RG કર હોસ્પિટલમાં બળાત્કાર મામલે કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે પીડિતાના પરિવારને 17 લાખનું વળતર ચુકવવામાં આવે. જોકે પીડિતાના માતા-પિતાએ વળતર લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સજા ફટકારતા કોર્ટે કહ્યું હતું કે, “મેં તને પહેલેથી જ કહ્યું હતું કે તારા પર બળાત્કાર અને હત્યા જેવા બધા આરોપો સાબિત થઈ ગયા છે.”
#WATCH | Additional Judge of Sessions court, Sealdah has sentenced life imprisonment till death to #SanjayRoy. The court directed the state government to give compensation of Rs 17 lakhs to the victim's family. CBI had demanded capital punishment for the convict in the case. The… pic.twitter.com/ii3BCcIuNG
— DD News (@DDNewslive) January 20, 2025
સંજય રોયને BNS ની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કલમો હેઠળ, ગુનેગાર માટે મહત્તમ સજા તરીકે મૃત્યુ દંડ અથવા આજીવન કેદની સજાનું પ્રાવધાન છે. જોકે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. બીજી તરફ પીડિતા મોમિતાના માતા-પિતાએ સંજય રોયને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
જોકે સંજય રોય વારંવાર પોતે નિર્દોષ હોવાનો અને તેને ફસાવ્યો હોવાનું કહી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસ અને પુરાવાના આધારે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. નોંધનીય છે કે ધરપકડ પહેલાં સંજય રોય પોલીસ કેમ્પમાં રહેતો હતો. તેણે કહ્યું હતું કે તેણે આ ગુનો કર્યો નથી, પરંતુ તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
9 ઓગસ્ટે પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી મળી આવેલ વાળ ફોરેન્સિકમાં આપવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં આ વાળ સંજય રોયના હોવાનું સામે આવ્યું હતું. લગભગ 100 સાક્ષીઓ, 12 પોલીગ્રાફ ટેસ્ટ, સીસીટીવી કેમેરા, ફોરેન્સિક રિપોર્ટ, આરોપીના કોલ ડિટેલ્સ અને લોકેશન, ઇયરફોન અને નિવેદન બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના
નોંધનીય છે કે સમગ્ર ઘટના 8 ઓગસ્ટની છે જ્યારે હોસ્પિટલના સેમિનાર હોલમાં ડોક્ટર ઊંઘી રહી હતી. દરમિયાન સંજય રોય દારૂ પીધેલી હાલતમાં નશામાં ધૂત ત્રીજા માળ પર આવેલ સેમિનાર હોલમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે નશાની હાલતમાં જ પીડિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન પીડિતાએ બચવાનો પ્રયત્ન કરીને સંજય રોય પર હુમલો પણ કર્યો હતો.
પરંતુ સંજય રોયે તેનું મોઢું અને ગળું દબાવી દીધું હતું. જ્યારે તેણે ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. પીડિતાના શરીર પર 15 બહારી અને 9 આંતરિક ઈજાઓ થયેલી હતી. તપાસ અને પોસ્ટ મોર્ટમ દરમિયાન પીડિતાના નખમાંથી સંજયની લોહી મળી આવ્યું હતું ઉપરાંત સીમન સાથે પણ સંજયનું DNA મેચ થયું હતું.