ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિ બીઆર ગવઈએ (Justice Gavai) કેમ્બ્રિજ (Cambridge) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં (Oxford University) ભારતીય વિદ્યાર્થીઓને (Indian students) સંબોધિત કર્યાં છે અને દેશને તેમની જરૂરિયાત હોવાનું કહ્યું છે. તેમણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરીને પરત આવવા અને દેશને મજબૂત કરવાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, દેશ હવે મહાશક્તિ બનવા તરફ છે, તેવામાં વિદ્યાર્થીઓની દેશને જરૂર છે.
વિદ્યાર્થીઓને સંબોધિત કરતા CJI ગવઈએ કહ્યું કે, “તમને બસ એટલી અપીલ કરવાની છે કે, અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ તમે અહીં ન રહો. ભારત પરત ફરો. આપણાં ભારતને મજબૂત બનાવવા અને આખી દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ શક્તિઓ પૈકીની એક બનાવવા માટે તમારી સેવાઓ આપો. તેથી ભારતને તમારી જરૂર છે, તે જરૂરિયાતને પૂર્ણ કરો.”
CJI BR Gavai on 10 June asked Indian students studying at British universities like Oxford and Cambridge to come back to India and “make Bharat strong”.
— Bar and Bench (@barandbench) June 11, 2025
"Bharat needs you, respond to that need," the CJI said while interacting with Indian students at Oxford's Trinity College.… pic.twitter.com/muU1joAK9P
CJIએ ઓક્સફોર્ડની ટ્રિનિટી કોલેજમાં ભારતીય વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ અપીલ કરી હતી. આ પહેલાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી પણ ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તેઓ દેશનું ભવિષ્ય છે અને હવે ધરતીને તેમની જરૂર છે. તેમણે વાત કરતા કહ્યું કે, “ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજના ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ છે, જેમણે દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મને વિભિન્ન વિષયોનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સાથે મળીને ખુશી થઈ છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “એક વિદ્યાર્થીએ પ્રાચીન ગ્રંથો અને ધાર્મિક સંસ્થાઓમાં સમાનતા પર એક પુસ્તક અને રિસર્ચ રજૂ કર્યું હતું. મને તે જાણીને આશ્ચર્ય થયો કે, આવી અવધારણા પણ હોય શકે છે. હું અંતે બસ એટલું જ કહી શકું એમ છું કે, તમે બધા દેશનું ભવિષ્ય છો અને દેશને તમારી જરૂર છે. તેથી તમે અભ્યાસ પૂર્ણ કરીને પરત આવીને દેશને પોતાની સેવાઓ આપો.” જોકે, ત્યાં હજાર ભારતીય વિદ્યાર્થીઓએ પણ CJIની અપીલનો સ્વીકાર કર્યો હતો અને દેશમાં પરત ફરવાની વાત કરી હતી.