Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ‘અલૌકિક ક્ષણો ભાવવિભોર કરનારી, આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારું પરમ સૌભાગ્ય’:...

    ‘અલૌકિક ક્ષણો ભાવવિભોર કરનારી, આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારું પરમ સૌભાગ્ય’: શ્રી રામ મંદિર પહોંચ્યા PM મોદી, પ્રાણપ્રતિષ્ઠા માટે પૂજા શરૂ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટ કરતાં લખ્યું, ‘અયોધ્યા ધામમાં શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણો ભાવવિભોર કરનારી છે. આ દિવ્ય કાર્યક્રમનો હિસ્સો બનવું મારું પરમ સૌભાગ્ય છે. જય સિયારામ!’ 

    - Advertisement -

    ધર્મનગરી અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ રામમય બની ચૂક્યું છે. મંદિર પરિસરમાં મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંદિર પરિસરમાં પધારી ચૂક્યા છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટ કરતાં લખ્યું, ‘અયોધ્યા ધામમાં શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણો ભાવવિભોર કરનારી છે. આ દિવ્ય કાર્યક્રમનો હિસ્સો બનવું મારું પરમ સૌભાગ્ય છે. જય સિયારામ!’ 

    મંગલ ધ્વનિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર પરિસરમાં આગમન થયું હતું. તેઓ હાથમાં ચાંદીનું એક છત્ર લઈને ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે વડાપ્રધાન ગર્ભગૃહમાં પૂજા-આરાધના કરી રહ્યા છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન શરૂ થઈ ગયાં છે. વડાપ્રધાન સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક ડૉ. મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ, હેલિકોપ્ટરો દ્વારા શ્રીરામ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે. 

    આ ભવ્ય-દિવ્ય અને ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા માટે દેશભરમાંથી મહેમાનોનું આગમન થયું છે. રાજકારણ, રમતજગત, કળાથી માંડીને દરેક ક્ષેત્રના મહાનુભાવોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે બહુ મોટી સંખ્યામાં દેશભરમાંથી સનાતન પરંપરાના સાધુ-સંતો પણ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં