Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિગ્ગ્જ કોંગ્રેસ નેતા અને AICC સભ્ય એસ એમ હિદાયતુલ્લાહએ રામમંદિરને ગણાવ્યું ગેરકાયદેસર:...

    દિગ્ગ્જ કોંગ્રેસ નેતા અને AICC સભ્ય એસ એમ હિદાયતુલ્લાહએ રામમંદિરને ગણાવ્યું ગેરકાયદેસર: કોંગ્રેસ નેતાઓ કરી ચુક્યા છે શ્રીરામ સાથે રાહુલ ગાંધીની તુલના

    AICC સભ્ય એસ એમ હિદાયતુલ્લાહએ રામમંદિર વિષે જે કહ્યું એ બાદ તરત જ સામા પક્ષે બેસેલા રતન શારદાએ ટિપ્પણી કરતા કહ્યું કે, "આના કારણે જ ભારતના લોકો કોંગ્રેસથી આટલી નફરત કરે છે."

    - Advertisement -

    અયોધ્યા રામજન્મભૂમિ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ હવે રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં છે. પરંતુ હજુ પણ કોંગ્રેસ અને તેના નેતાઓને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. તેનું તાજું ઉદાહરણ છે દિગ્ગજ કોંગ્રેસ નેતા અને AICC સભ્ય એસ એમ હિદાયતુલ્લાહનું નિવેદન જેમાં તેમણે રામમંદિરને ગેરકાયદેસર ગણાવ્યું છે.

    રિપબ્લિક ટીવીના એક લાઈવ ડિબેટ કાર્યક્રમમાં ચાલી રહેલ ચર્ચા દરમિયાન કોંગ્રેસનેતા અને AICC સભ્ય એસ એમ હિદાયતુલ્લાહએ અયોધ્યા રામમંદિરને ગેરકાયદેસર ગણાવીને બધાને ચોંકાવી દીધા હતા. ન માત્ર સામાં પક્ષના પ્રવક્તાઓ પરંતુ તેમના તરફી પ્રવક્તા અને ડિબેટના સંચાલક પણ તેમની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા હતા.

    AICC સભ્ય એસ એમ હિદાયતુલ્લાહએ રામમંદિર વિષે જે કહ્યું એ બાદ તરત જ સામા પક્ષે બેસેલા રતન શારદાએ ટિપ્પણી કરતા કહ્યું કે, “આના કારણે જ ભારતના લોકો કોંગ્રેસથી આટલી નફરત કરે છે.”

    - Advertisement -

    રાહુલ ગાંધી શ્રીરામ અને કોંગ્રેસીઓ ભરત છે: સલમાન ખુર્શીદ

    એક બાજુ કોંગ્રેસ અને તેના નેતાઓ ભગવાન શ્રીરામના અસ્તિત્વને સ્વિકારવા તૈયાર નથી. તેમને સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ હિંદુઓના પૈસાથી બની રહેલું રામમંદિર આંખમાં કણીની જેમ ખૂંચે છે. અને બીજી બાજુ જયારે જરૂર પડે ત્યારે પોતાના ફાયદા માટે તેમને ભગવાન શ્રીરામના નામનો પણ ઉપયોગ કરવો છે!

    આનો તાજો દાખલો પણ તાજેતરમાં જ સામે આવ્યો હતો. સોમવારે (26 ડિસેમ્બર, 2022) સલમાન ખુર્શીદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને લઈને ઉત્તર પ્રદેશના અમરોહામાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું છે કે ભગવાન રામના ચપ્પલ દૂર દૂર જાય છે. ક્યારેક ચપ્પલ લઈને પણ ચાલવું પડે છે. ભગવાન રામ હંમેશા દરેક જગ્યાએ પહોંચી શકતા નથી. તેમના ભાઈ ભરતજી તેમના ચપ્પલ લઈ જાય છે. ચપ્પલ લઈને અમે ઉત્તર પ્રદેશ પહોંચ્યા છીએ. હવે રામજી પણ પહોંચી જશે. આ અમારો વિશ્વાસ છે.”

    આમ તેઓ અહીં રાહુલ ગાંધીને ભગવાન શ્રીરામ સાથે સરખાવે છે અને પોતાના સમેત તમામ કોંગ્રેસીઓને ભરત ગણાવે છે. સાથે કહે છે કે તેઓ રાહુલ ગાંધીના ચપ્પલ લઈને ભારત જોડો યાત્રા કરશે જેમ ભરતે ભગવાન શ્રીરામની પાદુકાઓને સાક્ષી રાખીને અયોધ્યામાં રાજ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં