Friday, February 28, 2025
More
    હોમપેજક્રાઈમ‘ઈસાઈઓને ચૂડી નહીં પહની... લડકી કો ખરોચ ભી આઈ તો...’: ધર્માંતરણ મામલે...

    ‘ઈસાઈઓને ચૂડી નહીં પહની… લડકી કો ખરોચ ભી આઈ તો…’: ધર્માંતરણ મામલે પાદરી સહિત 2 આરોપીઓની ધરપકડ બાદ યુવકે રાયબરેલી પોલીસ-પ્રશાસનને આપી ખુલ્લેઆમ ધમકી

    અહેવાલ અનુસાર દરરોજ લગભગ 50-60 બાળકોને આ સ્થળે બોલાવવામાં આવતા હતા. એવો આરોપ છે કે બાળકોને સનાતન ધર્મ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવતા ખ્રિસ્તી ધર્મને શ્રેષ્ઠ છે એમ કહેવામાં આવતું.

    - Advertisement -

    રાયબરેલી (Rae Bareilly) ખાતે ધર્મપરિવર્તનનો (Christian Conversion) મામલો સામે આવ્યો છે. જે અંતર્ગત બાળકોને ટોફી-ચોકલેટ અને પેન્સિલ જેવી વસ્તુઓની લાલચ આપીને પ્રાર્થના સભામાં બોલાવવામાં આવતા હતા. અહીંયા આવી અન્ય ઘણી વસ્તુઓની લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવતું હતું. આ અંગે પોલીસને જાણ થતા એક યુવતી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ધરપકડને લઈને રાજાજી નામક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોલીસને ધમકી (Threat) આપી છે. તેણે કહ્યું છે કે ખ્રિસ્તીઓએ બંગડીઓ નથી પહેરી રાખી.

    આ અઠવાડિયામાં પોલીસે રાયબરેલીથી સંધ્યા અને પાદરી વિજય સિંઘ નામક 2 આરોપીઓની ધર્માંતરણ મામલે ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર રાજાજી નામક યુવકનો વિડીયો સામે આવ્યો હતો. તેણે પોતાની કારમાં બેસીને આ વિડીયો શૂટ કર્યો હતો, જેમાં તે ધમકી આપતો દેખાઈ રહ્યો છે.

    તેણે મીડિયા, પોલીસ પ્રશાસન અને સરકારને ચેતવણી આપી. તેણે કહ્યું કે, ખ્રિસ્તીઓએ બંગડીઓ નથી પહેરી રાખી… તેણે કહ્યું કે પોલીસે પૂછપરછના નામે વિજય પાસવાન નામના યુવકને ઉપાડી લીધો. તે જ સમયે, ધર્મ પરિવર્તનના નામે 19 વર્ષની છોકરીને ઉઠાવવામાં આવી. તેણે ધમકી આપી અને કહ્યું, “રાયબરેલી, હવે તૈયાર થઈ જા, હું હવે આંદોલન કરીશ.” તેણે સરકાર અને વહીવટીતંત્રને હચમચાવી નાખવાની ધમકી આપી હતી. તેણે ધમકી આપી કે જો છોકરીને જેલમાં ઉઝરડો પણ આવશે તો તે કોઈને છોડશે નહીં.

    - Advertisement -

    શું હતો સમગ્ર મામલો

    સમગ્ર મામલો રાયબરેલી જિલ્લાના મિલ એરિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં મિલ વિસ્તારના ગામ ડીઘીયા આસપાસના ગામડાઓમાં, ખ્રિસ્તી મિશનરી સાથે સંકળાયેલા લોકો પ્રાર્થના સભાઓનું આયોજન કરી રહ્યા હતા. તેમણે સંદીનાગીન વિસ્તારમાં એક પ્રાર્થના સ્થળ બનાવ્યું હતું. મિશનરી સ્તાહે સંકળાયેલા આ લોકો હિંદુ સમુદાયના લોકોને પૈસાની તથા બાળકોને ટોફી, પેન્સિલ વગેરેની લાલચ આપીને પ્રાર્થના સભાઓમાં બોલાવતા. જ્યાં ધર્માંતરણ કરવા માટે તેમનું બ્રેનવોશ કરવામાં આવતું હતું.

    અહેવાલ અનુસાર દરરોજ લગભગ 50-60 બાળકોને આ સ્થળે બોલાવવામાં આવતા હતા. એવો આરોપ છે કે બાળકોને સનાતન ધર્મ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવતા ખ્રિસ્તી ધર્મને શ્રેષ્ઠ છે એમ કહેવામાં આવતું. આ મામલે હિંદુ સંગઠનોને જાણ થતા પોલીસને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે BNSની કલમ 299 અને UP ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ અધિનિયમની કલમ 3/5(1) હેઠળ કેસ નોંધ્યો હતો.

    પાદરી સહિત 2ની ધરપકડ

    આ ફરિયાદ રાયબરેલીના મિલ એરિયા પોલીસ સ્ટેશનના સંદિનાગીન ગામના રહેવાસી પાદરી વિજય સિંઘ તેમજ અમેઠીના ફુરસતગંજ પોલીસ સ્ટેશનની રહેવાસી સંધ્યા અને દિઘિયા ગામની રહેવાસી સુષ્મા વિરુદ્ધ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે પ્રાર્થના સભા જ્યાં ચાલતી હતી તે સ્થળે દરોડા પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે પ્રાર્થના સ્થળના અલગ અલગ રૂમમાં બાળકોને ખ્રિસ્તી ધર્મ અંગે ભણાવવામાં આવી રહ્યા હતા.

    ધર્માંતરણ મામલે રાયબરેલી પોલીસે વિજય સિંઘ અને સુષ્મા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ રાજાજી નામક યુવકે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને પોલીસ અને પ્રશાસનને ધમકી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં