મહારાષ્ટ્રના પુણેમાં (Pune) દૌંડ તાલુકાના યાવત વિસ્તારમાં 1 ઑગસ્ટના રોજ હિંસા (Violence) ફાટી નીકળી હતી. એક વોટ્સએપ ગ્રુપ પર વાંધાજનક મેસેજ વાયરલ કરવામાં આવ્યા બાદ આ હિંસાની શરૂઆત થઈ હતી. આ મામલો 25 જુલાઈના રોજ સૈયદ નામના વ્યક્તિએ વોટ્સએપ ગ્રુપમાં વાંધાજનક સંદેશ પોસ્ટ કર્યા પછી શરૂ થયો હતો. સૈયદની આ વિવાદાસ્પદ પોસ્ટને કારણે હિંદુ સમુદાયમાં રોષ ફેલાયો હતો, જેના પરિણામે વિરોધ પ્રદર્શનો થયા અને સ્થાનિક વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
અહેવાલ મુજબ, શફી સૈયદ નામના એક વ્યક્તિએ વોટ્સએપ ગ્રુપમાં એક વિવાદાસ્પદ પોસ્ટ શૅર કરી હતી, જેને હિંદુ સમુદાયે આપત્તિજનક ગણી હતી. આ પોસ્ટે સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષ ભડકાવ્યો હતો. જેના પરિણામે યાવત ગામમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ ઘટનાને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે આગલા દિવસે યાવત વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું, જેનાથી સ્થાનિક લોકોનો રોષ વધુ તીવ્ર બન્યો.
#WATCH | Maharashtra: Pune tension | Visuals of the aftermath of vandalism at a structure, which locals identify as a mosque, in Yavat village at Daund Taluka of Pune District.
— ANI (@ANI) August 1, 2025
Tense situation in Yavat village following an alleged objectionable social media post posted by a… pic.twitter.com/KGcrKJU6q1
આ ઘટનાને પગલે સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે, તેણે સોશિયલ મીડિયા પર એવી સામગ્રી શેર કરી હતી જે સમુદાયો વચ્ચે નફરત ફેલાવે. ત્યારબાદ, દૌંડ અને યાવતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જોકે, હવે બીજી એક અપમાનજનક ફેસબુક પોસ્ટથી વધુ અરાજકતા સર્જાઈ છે.
હિંદુ સમુદાયના લોકો આ ઘટનાને લઈને રોષે ભરાયા હતા અને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. બજારો બંધ કરવામાં આવી હતી, વાહનોને નુકસાન થયું હતું, લોકોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક યુવાન બદમાશો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાંએ ગુનેગારના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો. જોકે, કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
#WATCH | Maharashtra: Tense situation in Yavat village at Daund Taluka of Pune District following an alleged objectionable social media post posted by a youth here. Police say that an incident had occurred in the village a week ago, so the situation was already tense here.… pic.twitter.com/ha0SZHMMKq
— ANI (@ANI) August 1, 2025
પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંઘ ગિલે જણાવ્યું હતું કે, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અધિકારીઓએ પ્રતિબંધિત આદેશો (કલમ 144) પણ લાગુ કર્યા છે. હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. જોકે પોલીસ પેટ્રોલિંગ હાલ પણ ચાલુ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હિંસક ટોળાંએ બીજા સમુદાયના બાંધકામો અને મિલકતોમાં તોડફોડ કરી, પથ્થરમારો કર્યો અને એક મોટરસાઇકલને આગ ચાંપી દીધી હતી. ટોળાને વિખેરવા અને કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અમારે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોસ્ટ અપલોડ કરનાર યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.” આ ઘટના બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમને મળેલી માહિતી મુજબ, આ મામલો બહારના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટથી ઉભો થયો છે. કેટલાક લોકો જાણીજોઈને સમાજમાં તણાવ ફેલાવવા માટે આવી પોસ્ટ શેર કરે છે. અમે તેમની સામે કડક કાર્યવાહી કરીશું. કોઈને પણ કોઈપણ ધર્મ વિશે ટિપ્પણી કરવાનો અધિકાર નથી. એવો દાવો કરવો સંપૂર્ણપણે ખોટો છે કે આ અરાજકતા કોઈપણ મેળાવડા અથવા કાર્યક્રમને કારણે થઈ હતી.”


